________________
૧૯૮
સંબોધ પ્રકરણ બીજાઓને કહેવા તે પ્રશ્નાપ્રશ્ન છે. કારણ કે પ્રફની આ મજા પ્રણનો યત્ર વતાવીનામ્ (=પૂછેલા પ્રશ્નનો પોતાના ઇષ્ટ દેવતા વગેરેનો જણાવેલો અર્થ સંપૂર્ણ બીજાને કહેવો તે પ્રશ્નાપ્રશ્ન) એવી વ્યુત્પત્તિ છે. કહ્યું છે કે'सुविणगविज्जाकहियं आइंखिणिघंटिआइकहियं वा । # સીમ મોહિં પસાપતિ દવ પર્વ II (પ્ર.સા.ગા. ૧૧૩)
સ્વપ્રમાં જોયેલું કે વિદ્યાધિષ્ઠાત્રી દેવીએ કહેલું પૂછનારને કહે તે પ્રશ્નાપ્રશ્ન. અથવા આઇખિણીએ કર્ણપિશાચિકા દેવીએ કે ઘંટિક યક્ષ વગેરેએ કહેલું શુભ-અશુભ વગેરે બીજા પૂછનારને કહેવું એ પ્રશ્નાપ્રશ્ન છે.” તથા
अंगुट्ठबाहुपसिणाइ करेइ सुविणगे विज्जाए। अक्खियं अक्खमाणस्स पसिणापसिणं हवइ एयं ॥
(નિ.ગા.૪૩૪૫ની ચૂર્ણિ) “અંગુઠો, બાહુ વગેરેમાં આલ્લાનથી ઉતારેલા (અવતરેલા) દેવતાને પ્રશ્નો વગેરે કરે, અથવા સ્વપ્રમાં વિદ્યાની અધિષ્ઠાત્રી દેવીએ કહેલી વાત પૂછનારને કહે તે પ્રશ્નાપ્રશ્ન છે.”
જાતિ, કુલ, ગણ, કર્મ, શિલ્પ, તપ અને શ્રત એમ વિષયભેદથી સાત પ્રકારે આજીવિકા મેળવે તે આજીવક છે. જાતિ માતૃપક્ષ કુલ પિતૃપક્ષ. ગણ-મલ્લનો સમૂહ વગેરે. કર્મ આચાર્યના ઉપદેશ વિના જે પ્રવર્તેલું હોય. શિલ્પ=આચાર્યના ઉપદેશથી પ્રવર્તમાન હોય. તપ=બાહ્ય અત્યંતર બાર પ્રકારે. શ્રુતત્રશાસ્ત્રનું અધ્યયન. આ સાત પ્રકારે આજીવિકાનો ઉપયોગ કરનાર (મેળવનાર) આજીવી (આવક) કહેવાય છે. તે સાત પ્રકારો આ પ્રમાણે છે–સાધુ લોકોને પોતાની જાતિ અને પોતાનું કુલ કહે, જેથી જાતિપૂજય તરીકે કે કુલપૂજય તરીકે પૂજતા ૧. ભાવાર્થ–કોઈ વ્યક્તિ ચારિત્રકુશીલને મારી અમુક આપત્તિ દૂર થશે કે નહિ વગેરે પૂછે.
ચારિત્રકુશીલ પોતાના ઈષ્ટદેવ વગેરેને પૂછીને તેને જવાબ આપે. એટલે અહીં પ્રશ્નનો પ્રશ્ન થયો. કોઈ વ્યક્તિએ ચારિત્રકુશીલને પૂછ્યું. તેણે પોતાના ઈષ્ટદેવ વગેરેને પૂછ્યું તે પ્રશ્નાપ્રશ્ન. ૨. થોડાક શાબ્દિક ફેરફાર સાથે આ શ્લોક બૅ.ક.માં (ઉ.૧, ગાથા-૧૩૧૨) અને પંચવસ્તુમાં
(૧૬૪૬) કંદર્પ આદિ પાંચ અશુભ ભાવનાના વર્ણનમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org