________________
૨૦૮
સંબોધ પ્રકરણ
पुच्छंताणं धम्म, तंपि अ न परिक्खिउ समत्थाणं । માણારમિત્તનુદ્ધી, ને રૂમમાં વકૃતિ ! ૨૮ .. पृच्छतां धर्मं तमपि च न परीक्षितुमसमर्थानाम् । બાહારમાત્રસુધ્ધા રે નામુહિતિ ૨૮ in. ૩૬૭ सुगई हणंति तेसिं, धम्मियजणनिंदणं करेमाणा। आहारपसंसासु य, निति जणं दुग्गइं बहुअं॥२९॥ सुगतिं जन्ति तेषां धार्मिकजननिन्दनं कुर्वाणाः । માહા પ્રસાસુ ૨ નન નનં સુfrä વહુન્ ૨૨.I. રૂ૬૮ ગાથાર્થ–માત્ર આહારમાં જ લુબ્ધ થયેલા જે કુસાધુઓ મંદબુદ્ધિવાળા હોવાના કારણે ધર્મની પરીક્ષા કરવામાં અસમર્થ અને ધર્મનું સ્વરૂપ પૂછનારા એવા ભવ્ય પ્રાણીઓને ઉન્માર્ગનો ઉપદેશ આપે છે તે કુસાધુઓ તે ભદ્રિકપરિણામી આત્માઓની સ્વર્ગ-મોક્ષ વગેરે સદ્ગતિનો નાશ કરે છે. પ્રશ્ન- કેવા ઉન્માર્ગનો ઉપદેશ આપે છે?
ઉત્તર– શ્રાવકોએ અશુદ્ધ પણ આહાર સાધુઓને વહોરાવવો જોઈએ ઇત્યાદિ ઉન્માર્ગનો ઉપદેશ આપે છે. પ્રશ્ન- આવા ઉન્માર્ગનો ઉપદેશ કેમ આપે છે? ઉત્તર- જો શ્રાવકો ‘સાધુને નિષ્કારણ અશુદ્ધ આહાર ન વહોરાવાય એ પ્રમાણે વિવેકી બની જાય તો અમને આધાકર્મી આદિ દોષવાળો સારો આહાર ન વહોરાવે એવા ભયથી આવા ઉન્માર્ગનો ઉપદેશ આપે. અહીં આહારના ઉપલક્ષણથી વસ્ત્ર-પાત્ર વગેરે પણ સમજવું.
કુસાધુઓ સારો આહાર મેળવવા આહાર આપનારની પ્રશંસા કરે તે આ પ્રમાણે–તમે તો કલિકાળમાં કલ્પવૃક્ષ સમાન છો. તમે આહાર વગેરે આપો છો તેથી આ તીર્થ ચાલે છે. શ્રાવકો શુદ્ધ-અશુદ્ધ આહારનો વિચાર કરે તે તેમની કૃપણતા છે. શ્રાવકોને શુદ્ધ-અશુદ્ધનો વિચાર કર્યા વિના કેવળ આપવામાં જ લક્ષ્ય રાખવું જોઇએ. શ્રાવકો માટે દાન જ સંસારસાગરને તરવાનો ઉપાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org