________________
૨ ૨૯
૮. મોક્ષ અધિકાર भियंते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि भिद्यतां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति ॥१८२॥
પોતાના લક્ષણના બળથી સર્વ ભેદ્યને ભેદીને જે ભેદાવા માટે શક્ય નથી તે ચિમ્મુદ્રાથી અંક્તિ અર્થાત્ એક ચેતના લક્ષણથી લલિત નિર્વિભાગ મહિમાવાળો શુદ્ધચૈતન્યમાત્ર હું છું. આત્માના કારકો, ધર્મો કે ગુણો ભેદ સહિત કદાપિ વિચારાય છે તો ભલે તેમ હો, પરંતુ વિશુદ્ધ ચૈતન્યરૂપ જે પરમાત્મભાવ છે તેમાં કંઈ ભેદ પડતો નથી. તે
(કલશ ૧૮૨) - તે શુદ્ધ ચેતના દર્શન અને જ્ઞાન એ બે ભેદે છે, તે કહે છે - पण्णाए चित्तव्वो जो दट्ठा सो अहं तु णिच्छयदो। . अवसेसा जे भावा ते मज्झ परेत्ति णायव्वा ॥२९८ ॥ पण्णाए चित्तव्यो जो णादा सो अहं तु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्झ परेत्ति णायव्वा ॥२९९॥ નિશ્ચય પ્રજ્ઞાગ્રાહ્ય જે, દ્રા તે હું રૂપ; સકલ ભાવ અવશેષ તે, મુજથી ભિન્ન સ્વરૂપ. ર૯૮ નિશ્ચય પ્રજ્ઞાગ્રાહ્ય જે, જ્ઞાતા તે હું રૂપ; સકલ ભાવ અવશેષ તે, મુજથી ભિન્ન સ્વરૂપ. ૨૯૯
દરેક પદાર્થ સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે હોય, તેથી ચેતના પણ સામાન્ય દર્શનરૂપ અને વિશેષ જ્ઞાનરૂપ એમ બે પ્રકારે છે. ચેતયિતા (ચેતના)ની સમાન દ્રષ્ટાપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ છે તેથી ચેતયિતાના કારકો પ્રમાણે દ્રષ્ટાપણાના અને જ્ઞાતાપણાના કારકો પણ થાય છે. તે નીચે મુજબ છે.
હું દ્રષ્ટા આત્માને ગ્રહણ કરું છું. જે હું ગ્રહણ કરું છું તે વાસ્તવિક માત્ર જોઉં જ છું. જોનાર એવો હું જોઉં છું, જોનાર વડે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org