Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 356
________________ પરિશિષ્ટ વિષયોથી જુદો આત્મા છે જ નહીં. તેને જ્ઞાની સ્યાદ્વાદ પૂર્વક કહે છે કે વિશ્વમાં પદાર્થો પોતાના સ્વરૂપે જ રહે છે; અન્યરૂપે થતા નથી તેથી શેયથી જુદો માત્ર જ્ઞાતારૂપ છે તે આત્મા છે. શાર્દૂલવિક્રીડિત बाह्यार्थैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद्विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशोः सीदति । यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुनदूरोन्मग्नघनस्वभावभरत: पूर्णं समुन्मज्जति ॥२४८ ॥ બાહ્ય પદાર્થોમાં તન્મય થવાથી પોતાના વ્યક્તિત્વને છોડીને ખાલી થતું, ચારે બાજુ પરપદાર્થના સ્વરૂપમાં જ વિશ્રાંતિ કરતું પશુતુલ્ય અજ્ઞાની એકાન્તવાદીનું જ્ઞાન ક્લેશ પામે છે, અર્થાત્ તે પોતે પોતાને ભૂલે છે; પરંતુ આ લોકમાં જે વસ્તુ છે તે દ્રવ્યથી પોતાના સ્વરૂપે જ રહે છે એમ જાણનાર સ્યાદ્વાદીનું જ્ઞાન તો દૂરથી પરદ્રવ્ય જેમાં શેયરૂપે મગ્ન થયાં છે એવા પોતાના જ્ઞાનધન સ્વભાવની ભરપૂરતાથી પૂર્ણપણે ઉદય થાય છે. (કલશ ૨૪૮) ૩૧૩ (૨) સ્થાત્ અતંત્ આત્મા અન્યસ્વરૂપે નથી. આત્મામાં વિશ્વના પદાર્થો જ્ઞેયપણે જણાય છે તેથી જ્ઞાન અને જ્ઞેયની એકતા કરીને કોઈ (નૈયાયિક આદિ) એવો મત પ્રતિપાદન કરે છે કે સમસ્ત વિશ્વ આત્મારૂપ છે અથવા આત્મા એક છે અને તે સર્વવ્યાપી છે. એમ એકાન્તે માનવાથી તેમને પોતાના આત્માના ભિન્નસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. તેઓને આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજાવતાં જ્ઞાની કહે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384