Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 383
________________ ૩૪૪ શ્રી સમયસાર जयउ रिसि पउमणंदी जेण महातच्चपाहुडस्सेलो । बुद्धिसिरेणुद्धरिओ समप्पिओ भव्वलोयस्स ॥१॥ જેમણે મહા તત્ત્વરૂપી આ પ્રાભૃતશૈલ (સમયસાર-ગ્રંથરૂપી પર્વત) પોતાની બુદ્ધિ રૂપી શીર્ષથી ઉદ્ધરીને ભવ્ય લોકોને ભેટ આપ્યો તે પદ્મનંદી ઋષિ શ્રી કુંદકુંદાચાર્ય) જયવંત વર્તા.૧ जं से लीणा जीवा तरंति संसारसायरमणंतं । तं सव्वजीवसरणं णंदउ जिणसासणं सुइरं ॥२॥ જેમાં લીન થયેલા જીવો અનંત સંસારસાગરને તરી જાય છે અને જે સર્વ જીવોને શરણરૂપ છે એવું જિનશાસન ઘણા કાળ સુધી વૃદ્ધિ પામો. ૨ - શાર્દૂલવિક્રીડિત यश्चाभ्यस्यति संशृणोति पठति प्रख्यापयत्यादरात् तात्पर्याख्यमिदं स्वरूपरसिकैः निर्वर्णितं प्राभृतं । शश्वद्रूपमलं विचित्रसकलं ज्ञानात्मकं केवलं संप्राप्याग्रपदेऽपि मुक्तिललनारक्तः सदा वर्तते ॥३॥ સ્વરૂપરસિક એવા વિદ્વાનો વડે વખણાયેલું આ પ્રાકૃત અથવા “તાત્પર્ય” નામની ટીકા જે કોઈ અભ્યાસે છે, સાંભળે છે, વાંચે છે અને આદરપૂર્વક તેનું વ્યાખ્યાન કરે છે, તે શાશ્વતરૂપ, અત્યંત આશ્ચર્યકારી સકલજ્ઞાનસ્વરૂપ એવું કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને અગ્રપદ (મોક્ષ)માં પણ મુક્તિરૂપી રમણીમાં સદા રક્ત રહે છે. ૩ શ્રી સમયસાર ગૂર્જરાનુવાદ સમાપ્ત શ્રી સ મસ્ત ! 3ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 381 382 383 384