Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 381
________________ ૩૪૨ શ્રી સમયસાર અમૃત ઝરતા ચંદ્રરૂપ આત્માની જ્ઞાનજ્યોતિ અવિચળ એવા શુદ્ધ ચૈતન્ય આત્મામાં પ્રગટ થઈ છે, તે વિમળ અને પૂર્ણ એવા આત્માના અપ્રતિપક્ષ (કર્માવરણ રહિત) સ્વભાવને ચારે બાજુથી પ્રકાશો. (કલશ ર૭૬) આ કલશમાં ધ્વસ્તમોહ વિશેષણ સમસ્ત અંધકાર દૂર કરવાનું વ્યક્ત કરે છે, વિમલપૂર્ણ વિશેષણો લાંછન રહિતપણું અને સદા સંપૂર્ણપણું બતાવે છે, નિઃસપત્નસ્વભાવ વિશેષણ રાહુબિંબથી કે વાદળથી આચ્છાદિત ન હોવાનું જણાવે છે, અને સમતાત્ જ્વલતુ વિશેષણ સર્વક્ષેત્રે અને સર્વકાળે પ્રકાશ કરવાનું સૂચવે છે. એ ગુણો ચંદ્રમામાં સંપૂર્ણ નથી તેથી તે તે વિશેષણોવડે ચંદ્ર સાથે સરખામણી કરવામાં વ્યતિરેક અલંકાર વાપરીને આત્માની આશ્ચર્યકારી એવી સંપૂર્ણ શુદ્ધતા વર્ણવી છે. વળી આ કલશમાં વ્યાખ્યાકાર આચાર્ય શ્રી અમૃતચંદ્રાચાર્ય પોતાના નામની સૂચના પણ કરી છે. અનુષ્ટ્રપ मुक्तामुक्तैकरूपो यः कर्मभिः संविदादितः । अक्षयं परमात्मानं ज्ञानमूर्तिं नमाम्यहं ॥२७७॥ જે ઉપેયરૂપે કર્મથી મુક્ત અને ઉપાયરૂપે કર્મથી અમુક્ત એવા શુદ્ધાત્મ દ્રવ્યનો એકરૂપે લક્ષ કરાવાયો છે તે અક્ષય પરમાત્મા જ્ઞાનમૂર્તિને હું નમસ્કાર કરું છું. (કલશ ૨૭૭) અહીં પરિશિષ્ટ સમાપ્ત થાય છે. હવે ભાષાટીકોની સમાપ્તિ કરતાં બાકીના બે કલશ કહે છે - શાર્દૂલવિક્રીડિત यस्माद् द्वैतमभूत्पुरा स्वपरयोर्भूतं यतोऽत्रान्तरं रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः । Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384