Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 374
________________ પરિશિષ્ટ ૩૩૫ ઇત્યાદિ અનેક પોતાની શક્તિઓથી સારી રીતે ભરપૂર છતાં જે ભાવ જ્ઞાનમાત્રપણાને છોડતો નથી અને ઉપર પ્રમાણે ક્રમે ને અક્રમે પ્રવર્તતા પર્યાય અને ગુણરૂપ પરિણામોથી જે ચિત્રવિચિત્ર છે તે દ્રવ્યપર્યાયમય ચૈતન્ય આ લોકમાં એક વસ્તુરૂપે અસ્તિત્વ ધરાવે છે. (કલશ ૨૬૪) વસંતતિલકા नैकांतसंगतदृशा स्वयमेव वस्तुतत्त्वव्यवस्थितिमिति प्रविलोकयन्तः । स्याद्वादशुद्धिमधिकामधिगम्य संतो જ્ઞાની અવંતિ નિનનીતિમત્સંધયેન્ત: ર૬ / આ પ્રમાણે વસ્તુતત્ત્વની વ્યવસ્થા સ્વયં અનેકાંતથી યુક્ત છે, એવી દ્રષ્ટિથી યથાર્થ જોનારા પુરુષો સ્યાદ્વાદની શુદ્ધિને અધિકપણે જાણીને જ્ઞાની થાય છે, અને જિનની નીતિને ઉલ્લંઘન કરતા નથી. અર્થાત્ તેઓ જિનેશ્વરના ઉપદેશને અનુસરીને મોક્ષને સાધે છે. (કલશ ૨૬૫) અહીં સ્યાદ્વાદનો વિષય પૂર્ણ થયો. હવે આ જ્ઞાન માત્ર આત્માનો ઉપાયઉપેયભાવ વિચારાય છે. [ [૨] જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા એક હોવા છતાં તેનું સાધકરૂપ અને સિદ્ધરૂપ એવાં બે મુખ્ય પરિણામ થાય છે. તેમાં આત્માનું જે સાધકરૂપ છે તે ઉપાય છે અને જે સિદ્ધરૂપ છે તે ઉપય એટલે પ્રાપ્ત કરવા યોગ્ય છે. એથી આ આત્માનો જ્ઞાનમાત્ર ભાવ અનાદિ એવા મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રને કારણે પોતાના સ્વરૂપથી શ્રુત થવાથી સંસારમાં પરિભ્રમણ કરતાં જ્યારે સારી રીતે સ્થિરતાપૂર્વક ગ્રહણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384