Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 378
________________ પરિશિષ્ટ ૩૩૯ જેમ પુદ્ગલના રૂપ રસ ગંધ સ્પર્શ પુદ્ગલથી અભિન્ન છે તેમ આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, પણ આત્માથી અભિન્ન જ રહે છે તેથી તે વડે આત્મા ખંડિત કરાતો નથી તે કહે છે : દ્રવ્યથી હું ખંડિત થતો નથી, ક્ષેત્રથી હું ખંડિત થતો નથી, કાલથી હું ખંડિત થતો નથી, ભાવથી હું ખંડિત થતો નથી, સુવિશુદ્ધ જ્ઞાનમાત્ર ભાવ હું છું. શાલિની योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव । ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गान् ज्ञानज्ञे यज्ञातृमद्वस्तुमात्रः ||૨૭o || કોઈ એમ કહે કે આ જ્ઞાનમાત્ર ભાવ છે તે હું છું અને શેય તે શેય છે અર્થાત્ જ્ઞેયના જ્ઞાનરૂપ જે જ્ઞેયભાવ તે મારું સ્વરૂપ નથી. તેને જ્ઞાની કહે છે કે જ્ઞેયભાવ જ્ઞેયપણે પરિણમેલા જ્ઞાનના કલ્લોલરૂપે ઊછળે છે તેથી આત્મા જ્ઞાન, શેય અને જ્ઞાતા એ ત્રણેથી યુક્ત અભેદ એવી વસ્તુમાત્ર છે. અર્થાત્ વ્યવહારથી ભેદ પાડીને કહેવાય છે. નિશ્ચયથી તો ત્રણે અભેદ છે. (કલશ ૨૭૧) પૃથ્વી क्वचिल्लसति मेचकं क्वचिन्मेचका मेचकं क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम । तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फुरत् ॥ २७२ ॥ જે મારું સહજ એવું આત્મતત્ત્વ છે તે કોઈ અપેક્ષાએ મેચક (ભેદ સહિત), કોઈ અપેક્ષાએ અમેચક (અભેદ) અને વળી બન્ને For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384