Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 373
________________ શ્રી સમયસાર ૩૩૪ ૩૨. એક દ્રવ્ય છતાં વ્યાપ્ય એવા અનેક પર્યાયના આકારે થવારૂપ અનેકત્વશક્તિ. ૩૩. ભૂતકાળમાં જે પર્યાયો થઈ ગયા તેની અવસ્થારૂપે ભાવશક્તિ. ૩૪. જે પર્યાયો નથી થયા તેની શૂન્યઅવસ્થારૂપ અભાવશક્તિ. ૩૫. વર્તમાન સમયે જે પર્યાય છે તેનો નાશ થવારૂપે ભાવાભાવશક્તિ. ૩૬. વર્તમાનમાં નથી એવા નવા પર્યાયના ઉત્પન્ન થવારૂપે અભાવભાવશક્તિ. ૩૭. વર્તમાન પર્યાયના રહેવારૂપે ભાવભાવ શક્તિ. ૩૮. જે પર્યાય નથી તેના ન હોવારૂપે અભાવ અભાવશક્તિ. ૩૯. કર્તા કર્મ આદિ કારકની ક્રિયાથી રહિત માત્ર હોવારૂપ તે ભાવશક્તિ ૪૦. કારક અનુસાર થતી ભાવક્રિયારૂપ ક્રિયાશક્તિ. ૪૧. પ્રાપ્ત થતા સિદ્ધ પર્યાયવાળી કર્મશક્તિ. ૪૨. પ્રાપ્ત થયેલા સિદ્ધ પર્યાયને પરિણમાવનારી કર્તૃત્વશક્તિ. ૪૩. સિદ્ધભાવ થવામાં અત્યંત સાધક એવી કરણશક્તિ. ૪૪. તે સ્વયં અપાતા ભાવને પ્રાપ્ત કરાવનારી સંપ્રદાનશક્તિ. ૪૫. ઉત્પાદવ્યયને સ્પર્શતા ભાવના નાશ થવા છતાં નાશરહિત ધ્રુવત્વ ગુણવાળી અપાદાનશક્તિ. ૪૬. અનુભવાતા ભાવના આધારરૂપ અધિકરણશક્તિ. ૪૭. પોતાના જ ભાવના સ્વામિત્વવાળી સંબંધશક્તિ. વસંતતિલકા इत्याद्यनेकनिजशक्तिसुनिर्भरोऽपि यो ज्ञानमात्रमयतां न जहाति भावः । एवं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं तद्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु ॥ २६४ ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384