Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 353
________________ ૩૧૪ શ્રી સમયસાર છે. તેથી તત્-અતપણું, એક-અનેકપણું, સત્-અસત્પણું, નિત્યઅનિત્યપણું જ્ઞાનમાત્ર વસ્તુમાં પ્રકાશે જ છે. શંકા :- જો જ્ઞાનમાત્ર છતાં આત્મવસ્તુનું સ્વયં અનેકાંતપણું પ્રકાશે છે તો પછી અર્હતો વડે શા માટે આત્માના સાધનપણે અનેકાંત ઉપદેશાય છે ? સમાધાન :- જિજ્ઞાસુઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની સિદ્ધિ એટલે પ્રાપ્તિ થવા માટે અમે એમ કહીએ છીએ. ખરેખર અનેકાંત વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ થતી જ નથી. તે આ પ્રકારે--અહીં ખરેખર સ્વભાવથી જ બહુ ભાવપદાર્થથી ભરેલા વિશ્વમાં સર્વ પદાર્થોનું સ્વભાવથી જ અદ્વૈત છતાં ચૈતને નિષેધવું અશક્ય છે તેથી સમસ્ત વસ્તુ, સ્વરૂપમાં પ્રવૃત્તિ અને ૫૨રૂપથી વ્યાવૃત્તિ વડે ઉભયભાવથી યુક્ત જ છે. ૧. તેમાં જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ બાકીના ભાવો સાથે સ્વરસથી પ્રવર્તતા જ્ઞાતાÀય સંબંધવડે અનાદિ જ્ઞેય પરિણમનથી જ્ઞાનપણું ૫૨રૂપે પ્રતિપાદન કરીને અજ્ઞાની થઈને નાશ પમાડાય છે, ત્યારે સ્વરૂપવડે તત્ત્વને પ્રકાશીને જ્ઞાતાપણે પરિણમનથી જ્ઞાની કરતો અનેકાંત જ તેને ઊંચો લાવે છે. ૨. પણ જ્યારે આ સર્વ ખરેખર આત્મા જ છે એમ અજ્ઞાનપણાને જ્ઞાનસ્વરૂપે પ્રતિપાદન કરીને વિશ્વને ગ્રહણ કરવાવડે આત્માને નાશ પમાડે છે, ત્યારે પરરૂપે અતત્ત્વપણું પ્રકાશીને વિશ્વથી ભિન્ન જ્ઞાનને દર્શાવતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૩. જ્યારે અનેક શેયાકારોવડે ખંડિત સકલ એક જ્ઞાનાકાર નાશ પમાડાતો હોય છે, ત્યારે દ્રવ્યથી એકત્વને પ્રકાશીને અનેકાંત જ તેને જીવિત કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384