Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 352
________________ પરિશિષ્ટ અનુષ્ટુપ अत्र स्याद्वादशुद्धयर्थं वस्तुतत्त्वव्यवस्थितिः । उपायोपेयभावश्च मनाक् भूयोऽपि चिंत्यते ॥२४७॥ અહીં સ્યાદ્વાદની શુદ્ધિ અર્થે વસ્તુતત્ત્વની વ્યવસ્થા તથા ઉપાયઉપેયભાવ જરા ફરીથી વિચારાય છે. (કલશ ૨૪૭) ૩૧૩ [૧] સ્યાદ્વાદ જ ખરેખર સમસ્ત વસ્તુતત્ત્વને સાધનાર એકમાત્ર અસ્ખલિત શાસન સર્વજ્ઞ અર્હત ભગવંતનું છે. સર્વ વસ્તુનો અનેક ધર્માત્મક સ્વભાવ છે તેથી તે સ્યાદ્વાદ ‘‘સર્વ અનેકાંતાત્મક છે’’ એમ ઉપદેશે છે. તેમાં જે તત્ તે જ અતત્, જે એક તે જ અનેક, જે સત્ તે જ અસત્ જે નિત્ય તે જ અનિત્ય-એમ એક વસ્તુમાં, વસ્તુનું પ્રતિપાદન કરનાર બે પરસ્પર વિરુદ્ધ શક્તિનું પ્રકાશવું તે અનેકાંત છે. તેથી ખરેખર આત્મવસ્તુને જ્ઞાનમાત્રપણું છતાં તેમાં પ્રકાશતા જ્ઞાનસ્વરૂપે તપણું છે, જ્ઞેયપણાને પામેલા બહાર વર્તતા અનંત જ્ઞેયપદાર્થથી ભિન્ન પર રૂપે અતત્પણું છે, સાથે અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશના સમુદાયરૂપ અવિભાગ દ્રવ્યવડે એકત્વપણું છે, અવિભાગ એક દ્રવ્યમાં વ્યાપ્ત સાથે અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય અંશરૂપ પર્યાયોવડે અનેકપણું છે. સ્વદ્રવ્યક્ષેત્રકાલભાવે રહેવાની શક્તિના સ્વભાવપણે સ૫ણું છે, પરદ્રવ્યક્ષેત્રકાલભાવે ન હોવાની શક્તિના સ્વભાવપણે અસણું છે. અનાદિ અનંત અવિભાગ એક વૃત્તિરૂપ પરિણતિપણે નિત્યપણું છે, ક્રમે પ્રવર્તતા એક સમયમાં મર્યાદિત અનેક વૃત્તિઅંશ પરિણતિપણે અનિત્યપણું ૨૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384