________________
૩૧૪
શ્રી સમયસાર
છે. તેથી તત્-અતપણું, એક-અનેકપણું, સત્-અસત્પણું, નિત્યઅનિત્યપણું જ્ઞાનમાત્ર વસ્તુમાં પ્રકાશે જ છે.
શંકા :- જો જ્ઞાનમાત્ર છતાં આત્મવસ્તુનું સ્વયં અનેકાંતપણું પ્રકાશે છે તો પછી અર્હતો વડે શા માટે આત્માના સાધનપણે અનેકાંત ઉપદેશાય છે ?
સમાધાન :- જિજ્ઞાસુઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની સિદ્ધિ એટલે પ્રાપ્તિ થવા માટે અમે એમ કહીએ છીએ. ખરેખર અનેકાંત વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ થતી જ નથી.
તે આ પ્રકારે--અહીં ખરેખર સ્વભાવથી જ બહુ ભાવપદાર્થથી ભરેલા વિશ્વમાં સર્વ પદાર્થોનું સ્વભાવથી જ અદ્વૈત છતાં ચૈતને નિષેધવું અશક્ય છે તેથી સમસ્ત વસ્તુ, સ્વરૂપમાં પ્રવૃત્તિ અને ૫૨રૂપથી વ્યાવૃત્તિ વડે ઉભયભાવથી યુક્ત જ છે.
૧. તેમાં જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ બાકીના ભાવો સાથે સ્વરસથી પ્રવર્તતા જ્ઞાતાÀય સંબંધવડે અનાદિ જ્ઞેય પરિણમનથી જ્ઞાનપણું ૫૨રૂપે પ્રતિપાદન કરીને અજ્ઞાની થઈને નાશ પમાડાય છે, ત્યારે સ્વરૂપવડે તત્ત્વને પ્રકાશીને જ્ઞાતાપણે પરિણમનથી જ્ઞાની કરતો અનેકાંત જ તેને ઊંચો લાવે છે.
૨. પણ જ્યારે આ સર્વ ખરેખર આત્મા જ છે એમ અજ્ઞાનપણાને જ્ઞાનસ્વરૂપે પ્રતિપાદન કરીને વિશ્વને ગ્રહણ કરવાવડે આત્માને નાશ પમાડે છે, ત્યારે પરરૂપે અતત્ત્વપણું પ્રકાશીને વિશ્વથી ભિન્ન જ્ઞાનને દર્શાવતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી.
૩. જ્યારે અનેક શેયાકારોવડે ખંડિત સકલ એક જ્ઞાનાકાર નાશ પમાડાતો હોય છે, ત્યારે દ્રવ્યથી એકત્વને પ્રકાશીને અનેકાંત જ તેને જીવિત કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org