________________
પરિશિષ્ટ
૩૧૫
૪. પણ જ્યારે એક જ્ઞાનાકારને ગ્રહણ કરવા માટે અનેક જોયાકારના ત્યાગવડે આત્માને નાશ પમાડે છે, ત્યારે પર્યાયોવડે અનેકપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી.
૫. જ્યારે જાણવામાં આવતા પરદ્રવ્યના પરિણમનથી જ્ઞાતાદ્રવ્યને પરદ્રવ્યપણે પ્રતિપાદન કરીને જ્ઞાન નાશ પમાડાતું હોય છે, ત્યારે સ્વદ્રવ્યથી સતપણું પ્રકાશતો અનેકાંત જ તેને જીવિત કરે છે.
૬. પણ જ્યારે સર્વ દ્રવ્યો હું જ છું એમ પરદ્રવ્યને જ્ઞાતાદ્રવ્યપણે પ્રતિપાદન કરીને આત્માને નાશ પમાડે છે, ત્યારે પરદ્રવ્યવડે અસપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી.
૭. જ્યારે પરક્ષેત્રે રહેલા શેયપદાર્થના પરિણમનથી પરક્ષેત્રવડે જ્ઞાનનું હોવાપણું પ્રતિપાદન કરીને જ્ઞાન નાશ પમાડાતું હોય છે, ત્યારે સ્વક્ષેત્રવડે જ્ઞાનનું હોવાપણું પ્રકાશતો અનેકાંત જ તેને જિવાડે છે.
૮. પણ જ્યારે સ્વક્ષેત્રમાં રહેવા માટે પરક્ષેત્રે રહેલા શેયાકારોના ત્યાગવડે જ્ઞાનને તુચ્છ કરતા આત્માને નાશ પમાડે છે, ત્યારે સ્વક્ષેત્રમાં રહીને જ જ્ઞાનનો પારક્ષેત્રે રહેલા જ્ઞયાકારે પરિણમવાને સ્વભાવ હોવાથી પરક્ષેત્રમાં નાસ્તિપણું પ્રકાશનો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી.
૯. જ્યારે પૂર્વે અવલંબન કરાયેલા પદાર્થના વિનાશકાલે જ્ઞાનનું અસત-પણું પ્રતિપાદન કરીને જ્ઞાન નાશ પમાડાતું હોય છે, ત્યારે સ્વકાળવડે સત્પણું પ્રકાશતો અનેકાંત જ તેને જિવાડે છે.
૧૦. પણ જ્યારે પદાર્થના અવલંબન કાળમાં જ જ્ઞાનનું હોવાપણું પ્રતિપાદન કરીને આત્માને નાશ પમાડે છે, ત્યારે પરના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org