SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ શ્રી સમયસાર કાળથી અસતપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૧૧. જ્યારે જાણવામાં આવતા પરભાવના પરિણમનથી જ્ઞાયકભાવને પરભાવપણે પ્રતિપાદન કરીને જ્ઞાન નાશ પમાડાતું હોય છે ત્યારે સ્વભાવવડે સત્પણું પ્રકાશતો અનેકાંત જ તેને જિવાડે છે. ૧૨. પણ જ્યારે સર્વે ભાવો હું જ છું એમ પંરભાવને જ્ઞાયકભાવપણે પ્રતિપાદન કરીને આત્માને નાશ પમાડે છે, ત્યારે પરભાવવડે અસતપણું પ્રગટ કરતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૧૩. જ્યારે અનિત્ય જ્ઞાનવિશેષવડે ખંડિત નિત્ય જ્ઞાન સામાન્ય નાશ પમાડાતું હોય છે, ત્યારે જ્ઞાનસામાન્યરૂપે નિત્યપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૧૪. પણ જ્યારે નિત્ય જ્ઞાનસામાન્યને ગ્રહણ કરવા માટે અનિત્ય જ્ઞાનવિશેષના ત્યાગવડે આત્માને નાશ પમાડે છે, ત્યારે જ્ઞાનવિશેષરૂપે અનિત્યપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ઉપરના ૧૪ નયાના સ્પષ્ટાર્થ પૂર્વક ૧૪ કલશરૂપ કાવ્ય હવે કહે છે : (૧) યાત્ તત્ - આત્મા પોતાના સ્વરૂપે છે. જ્ઞાનસ્વરૂપ આત્મા જોય એવા બાહ્યપદાર્થોને જાણવામાં પ્રવર્તે છે તે ઉપરથી જોયમાં આસક્ત થયેલા કોઈ એકાંતવાદી અજ્ઞાની એમ કહે છે કે શેયવડે જ જ્ઞાન થાય છે. અર્થાત્ આ દેહ અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy