Book Title: Samaro Mantra Bhalo Navkar Author(s): Kumarpal Desai Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 4
________________ છે ? . સોમચંદભાઈનો સદાય હૂંફાળો સાથ મળી રહે. આ પુસ્તક – પ્રકાશનના કાર્યમાં પણ એમનો આર્થિક સહયોગ આધારસ્તંભરૂપ છે. વિશિષ્ટ બાબત તો એ છે કે સોમચંદભાઈની સેવાભાવના પ્રેમચંદભાઈ, વેલજી લખમણ, સ્વ. જયંતીલાલ લખમણ, ગુલાબચંદ લખમણ, મનસુખલાલ રાયચંદ, કપૂરચંદ દેવચંદ, રતિલાલ દેવચંદ, અરુણ દેવચંદ જેવા એમના આવા પરિવારજનોમાં પણ પ્રગટ થઈ. સેવાપરાયણ સુવાસિત કુટુંબના સેવાકાર્યનું એક ઉત્તમ દૃષ્ટાંત છે આ ગ્રંથપ્રકાશનશ્રેણી. આ ગ્રંથપ્રકાશનશ્રેણીમાં અનેકવિધ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જીવનચરિત્ર, ચિંતન, વ્યાખ્યાન વગેરે વિષયોને અનુલક્ષીને પ્રકાશિત થયેલાં આ પુસ્તકોમાં ગુજરાતના વિખ્યાત સાક્ષર શ્રી જયભિખ્ખએ લખેલું ભગવાન મહાવીરનું ચરિત્ર છે, તો યુગદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીનાં વ્યાખ્યાનો “રત્નત્રયીનાં અજવાળાં' નામનો ગ્રંથ પણ છે. આ વખતે અમે શ્રી નમસ્કાર મહામંત્ર સહુ કોઈને સરળતાથી સમજાય એવું પુસ્તક ‘સમરો મંત્ર ભલો નવકાર' પ્રગટ કરીએ છીએ. પ્રતિ વર્ષ સમાજને પ્રેરક અને ઉપયોગી એવા પુસ્તકનું આ ગ્રંથશ્રેણીમાં પ્રકાશન થાય છે. આજે સમાજ માં સદ્વાચન અને સદ્વિચારની વિશેષ આવશ્યકતા છે, ત્યારે આ ગ્રંથશ્રેણી એ ઉમદા કાર્યમાં નિમિત્ત બની છે. શ્રી કરમણ નોંધા પરિવાર અને શ્રી સોમચંદભાઈ શાહની ઉમદા ભાવના માટે શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટનું ટ્રસ્ટીમંડળ આભારી છે. નક नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सब्बसाहूर्ण एसो पंचनमुक्कारो सबपावप्पणासणो मंगलाणं च सम्बेसि पढम हवइ मंगलं ॥Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30