Book Title: Samaro Mantra Bhalo Navkar
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 25
________________ ||૧૦||. વિધિ, ધ્યાન અને રંગ શ્રી નમસ્કાર મહામંત્રમાં સ્નાન કરીને પ્રથમ શરીરથી પવિત્ર બનવું. પછી પદ્માસનની મુદ્રામાં બેસીને હાથ વડે યોગમુદ્રા કરવી અને સ્પષ્ટ, મધુર અને ગંભીર સ્વરે સંપૂર્ણ નવકારમંત્રની માળા ગણવી. હાથની આંગળીથી, માળાથી તેમજ અનાનુપૂર્વી વગેરેથી નવકારનો જાપ કરી શકાય. માળાને હૃદય સામે રાખીને તેને વસ્ત્ર કે પગનો સ્પર્શ ન થાય તેમ કરવું જોઈએ. વળી મેરુ(મર-મણકા)નું ઉલ્લંઘન ન થાય એ રીતે વિધિપૂર્વક માળા ગણવી જોઈએ. હોવા છતાં તેનાથી શાંતિકાર્યો કરાય છે અને તે ઉત્તમ છે. નવકારનો માનસ જપ સૌથી વિશેષ ફળદાયી છે તેમ શ્રી પાદલિપ્તસૂરિજીએ “પ્રતિષ્ઠા પદ્ધતિમાં જણાવ્યું છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં જુદા-જુદા રંગનું ધ્યાન કરવામાં આવે છે. એમાં નમો અરિહંતાણં સમયે શ્વેત રંગનું ધ્યાન કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાના ચંદ્રની મફક શ્વેત રંગથી પવિત્રતા અને એકાગ્રતા વધે છે. વિકારની શુદ્ધિ થાય છે. નમો સિદ્ધાણં પદ પર ધ્યાન કરતી વખતે પૂર્વ દિશામાં ઉદય પામતા ઉષાના સૂર્યના લાલ રંગ પર નમો સિદ્ધાણં પદનું ધ્યાન કરવું જોઈએ. આ લાલ રંગ સ્કૂર્તિ, જાગૃતિ, ઉત્સાહ લાવે છે અને આંતરદૃષ્ટિ વિકસિત કરે છે. આ લાલ રંગ પિટ્યુટરી ગ્લેન્ડ અને એના સાવોને નિયંત્રિત કરવામાં સહાયક બને છે. નમો આયરિયાણ પદનું ધ્યાને સુવર્ણ જેવા પીળા રંગ પર કરવાથી તેજ અને પ્રભાવની વૃદ્ધિ થાય છે. પીળા રંગથી શારીરિક દુર્બળતા દૂર થાય છે અને જ્ઞાનશક્તિ વિકસિત થાય છે. નમો ઉવજઝાયાણં પદ વખતે નીલા રંગનું ધ્યાન કરવાથી શરીર અને મનમાં શાંતિ અને સમાધિ વધે છે. નીલો રંગ સાધકને એકાગ્રતામાં સહાયક થાય છે. નમો લોએ સવ્વ સાહૂણં પદનું ધ્યાન કાળા રંગ પર એકાગ્ર થઈને કરવું. કાળો રંગ બાહ્ય અનિષ્ટો અને શારીરિક રોગોનો અવરોધક છે, એનાથી શરીરની પ્રતિકારશક્તિ અને સહિષ્ણુતા વધે છે. મંત્રપટ પર આ રીતે લખેલા રંગોને અનિમેષ દૃષ્ટિએ જોઈને ધીરે ધીરે આંખો બંધ કરવી. એ રંગનું પ્રતિબિંબ બંધ આંખોમાં પડશે અને ત્યારે નમસ્કાર મંત્રના અક્ષર પણ એ જ રંગમાં દેખાશે. નવકારમંત્રના જપની ત્રણ પદ્ધતિ છે. બધા સાંભળી શકે તેમ મોટે અવાજે જપ કરવાની ક્રિયાને ભાષ્ય જપ કહેવાય છે, બીજાઓ સાંભળી ન શકે તેવો પણ અંદરથી રણરૂપ હોય તેમજ જીભ અને હોઠ થોડા હાલતા હોય તેને ઉપાંશુ જપ કહેવામાં આવે છે. જે માત્ર મનોવૃત્તિ વડે જપાય તે માનસજપ છે. તેનો અનુભવ સાધકને પોતાને જ થાય છે. આમાં ભાષ્ય જપ અધમ કહ્યો છે, કારણ કે આ પ્રકારનો જપ વશીકરણ જેવાં દુષ્ટ કાર્યો માટે પણ થાય છે. ઉપાંશુ જપ મધ્યમ કહ્યો છે, જ્યારે માનસ જપ કષ્ટસાધ્ય

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30