Book Title: Samaro Mantra Bhalo Navkar
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 24
________________ એની ધાતુ પરથી પ્રચલિત થતો હોય છે, પરંતુ કેટલાક શબ્દોનો અર્થ વ્યવહારમાં જુદી રીતે સમજાવવામાં આવે છે, જેમકે, ‘શ્રાવક’ શબ્દનો ધાતુ પરથી થતો અર્થ જુદો છે. પરંતુ ઘણીવાર શ્ર-વ-ક એ શબ્દોને લક્ષમાં રાખીને ‘શ્રદ્ધા', વિવેક, અને ક્રિયા કરનાર ‘શ્રાવક' કહેવાય તેવો અર્થ કરવામાં આવે છે. આ રીતે ‘અરિહંત' શબ્દને ‘અરિહંત' શબ્દનો વિરોધી માનવામાં આવે છે. ‘અરિહંત' એટલે શત્રુઓથી હણાયેલો અને ‘અરિહંત' એટલે શત્રુઓને હણનારો. હણવાનું છે કોને ? દુશ્મન છે કોણ ? આ અરિ એટલે આત્માદ્રવ્યના દુશ્મન પુદ્ગલ દ્રવ્યને ગણવામાં આવે છે. આ પુદ્ગલની સાથે જોડાયેલા રાગ-દ્વેષને કારણે મોહ, માયા, મમતા, લોભ, માન અને ક્રોધ જાગે છે. આમાંનો એક દુર્ગુણ હોય તો તે બધા દુર્ગુણ જગાડનારો બને છે ! આ બધા શત્રુઓને હણીએ તો જ અરિહંતની ભાવના સિદ્ધ થાય. આમ બહિરંગ એટલે કે પુદ્ગલ દ્રવ્ય અને અંતરંગ અર્થાત્ રાગ-દ્વેષ જેવા અરિઓને જેણે હણી નાખ્યા છે તે અરિહંત કહેવાય. અરિહંત શબ્દનો અર્થ માત્ર ‘શત્રુને હણનારા' એ જ કરીએ તો એમાં સામાન્ય કેવળજ્ઞાનીનો આમાં સમાવેશ થઈ જાય. આથી ‘અરિહંત' શબ્દના મૂળ ધાતુ “અહં'નો વિચાર કરવો પડશે અને એનો અર્થ ‘ચોત્રીસ અતિશયોને યોગ્ય' એવો થાય છે. જ્યારે આ અર્થ લેતા સામાન્ય કેવલી પરમાત્મા આદિ સર્વ પાંચમા પદમાં આવે છે. અને છેલ્લે એક અન્ય જિજ્ઞાસાનો પણ વિચાર કરી લઈએ. નમસ્કાર મંત્રના પાંચમા પદમાં ‘લોએ” પદ કેમ રાખવામાં આવ્યું છે ? આનું કારણ એ છે કે સાધુઓ બે પ્રકારની લબ્ધિવાળા હોય છે. વૈક્રિય એટલે કે જુદી જુદી ક્રિયા કરી શકે તેવા હોય છે અને આહારક એટલે પૂર્વધરો જે શરીર બનાવે તેવા હોય છે. આ ઉપરાંત એમની પાસે જંઘાચરણ અને વિદ્યાચરણ જેવી લબ્ધિઓ પણ હોય છે. આ લબ્ધિઓના બળે તેઓ મનુષ્યલોકની બહાર નંદીશ્વર, કુંડલ, રુચક વગેરે દ્વીપોમાં દર્શનને કાજે આવાગમન કરતા હોય છે. વળી મેરુ પર્વતના પાંડુક વનમાં પણ તેઓ આવજા કરે છે. વળી દેવતાઓ રાગ-દ્વેષથી મુનિઓનું સંહરણ (ગુપ્ત કરી નાંખવું) કરીને અકર્મ ભૂમિઓમાં લઈ જતા હોય છે. આમ લોકના જુદા જુદા કેટલાય ભાગમાં મુનિઓ વિચરતા હોય છે અને તે તમામને નમસ્કાર કરવા માટે ‘લોએ” શબ્દ વાપરવામાં આવ્યો છે. આવા નમસ્કાર મંત્રને શાશ્વત કેમ કહેવામાં આવે છે ? આનું કારણ એ કે બધાં તીર્થંકર ભગવંતોના સમયમાં એમના જ ગણધર ભગવંતો સૂત્રોની રચના કરે છે. બને છે એવું કે આ સૂત્રના અર્થો એના એ રહે છે, પરંતુ એની શબ્દરચના બદલાય પણ ખરી. જ્યારે નવકાર મંત્રની વિશેષતા એ છે કે એના અર્થો તો એના એ જ રહે છે તે ઉપરાંત એની શબ્દરચના પણ તેની તે જ રહે છે, આથી એને શાશ્વત કહેવામાં આવે છે. આવો નવકાર મંત્ર સંસારરૂપી સમરાંગણમાં રહેલા આત્માઓને શરણરૂપ છે. અસંખ્ય દુ:ખોનો ક્ષય કરનાર અને કલ્યાણ-કલ્પતરુ છે.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30