Page #1
--------------------------------------------------------------------------
________________
A
.
.
AUTORS
.
.
.
સમરો મંત્ર ભલો GUકાર,
.
mome
O
C
. I
EST LI.RY
|-| શ્રી નમસ્કાર મહામંત્ર -] - डॉ.भारपा सा
.
.
.
.
नमा अरिहना
नमो सिद्धान नमो मायरियाण
नमो उवज्झायाण मा लोएसल साह
ADHAV
'एसो पंचनमुक्कारो, मंगलाच सधोसिं, सनपावप्पणासनो पढमं हवइ मंगलं'
Page #2
--------------------------------------------------------------------------
________________
સમરો મંત્ર ભલો નવકાર
: લેખક :
કુમારપાળ દેસાઈ
"Sca
ઈ.
શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
કુટુંબભાવનાનું સંગમતીર્થ
SAMRO MANTRA BHALO NAVKAR (SHRI NAMASKAR MAHAMANTRA) BY Dr. KUMARPAL DESAI લેખક © ડૉ. કુમારપાળ દેસાઈ
કિંમત : રૂ. ૨૫
પ્રકાશકે શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦OO૭ પ્રાપ્તિસ્થાન
ઇન્સ્ટિટ્યુટ ઑફ જૈનૉલોજી ૫૦૧, મહાકાત્ત બિલ્ડિંગ, વી. એસ. હૉસ્પિટલ સામે, એલિસબ્રિજ , અમદાવાદ-૩૮૦૦૦૬ ફોન : ૯૫૮ ૪૦૩૧, ફેક્સ : ૯૫૭૮૫૦૭ નવભારત સાહિત્ય મંદિર, પતાસા પોળના નાકે,
ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૧: ફોન : ૨૧૨૦૨૫૩ * નવભારત સાહિત્ય મંદિર, પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ-૪CO009 મુદ્રક ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૫૬૨૦૫૭૮
માનવજીવન એટલે પુરુષાર્થ અને પરમાર્થનો વિરલ મેળાપ. આવો સ્નેહ, સેવા અને ભાવનાનો ત્રિવેણીસંગમ ધરાવનાર જૂની હરિપર(જામનગર)ના કરમણ નોંધા પરિવારને જોતાં એમના સમર્થ વડીલ દાદા કરમણ નોંધાનું પુનિત સ્મરણ થાય છે.
એ જમાનામાં કલદારની નહિ, પણ કરુણાની કિંમત હતી. એ કહેતાં કે છાશ-દૂધ વેચવાનાં ન હોય, વહેંચવાનાં હોય. ખેડૂતનું જીવન હોવાથી કરણ નોંધાને શિક્ષણની તક મળી નહોતી, પરંતુ એમના હૃદયમાં એમણે ઉમદા ભાવનાઓની ખેતી કરી હતી.
કરમણ નોંધાની આ ભાવના એમના વારસોમાં ઊતરી. એમના મોટા પુત્ર લખમણે પિતાનાં સત્કાર્યોની પરંપરા અકબંધ જાળવી રાખી. એ પછી લખમણના ભાઈ રાયચંદભાઈ ઊજળા ભવિષ્યની આશાએ ઈ.સ. ૧૯૨૮માં નાયરોબી આવ્યા અને ત્યાં પ્રમાણિક અને સાહસિક વેપારી તરીકે નામના હાંસલ કરી. રાયચંદભાઈએ પોતાના બીજા ભાઈઓને પણ આફ્રિકાની ધરતી પર બોલાવ્યા. દેવચંદભાઈના પુત્રો સોમચંદભાઈ અને પ્રેમચંદભાઈએ અથાગ મહેનત, ઉમદા સ્વભાવ અને આગવી સૂઝથી વેપારમાં વિકાસ સાધ્યો. કેનિયા ઉપરાંત યુગાન્ડા, ટાન્ઝાનિયા, ઝામ્બિયા, લંડન અને ભારતના ઇંદોરમાં એમણે વ્યવસાયનો વિસ્તાર કર્યો.
સોમચંદભાઈના જીવનમાં સેવાની સાથે આધ્યાત્મિક્તાનો મધુર સુમેળ સર્જાયો. કેનિયાની ધાર્મિક પ્રવૃત્તિઓ માટે એ પથપ્રદર્શક બન્યા. નાયરોબીમાં સોમચંદભાઈનું નિવાસસ્થાન એટલે વિદ્વાનો, વિચારકો અને સંતોનો ઉતારો. કોઈ પણ સમ્પ્રવૃત્તિ હોય, તેમાં
Page #4
--------------------------------------------------------------------------
________________
છે
?
.
સોમચંદભાઈનો સદાય હૂંફાળો સાથ મળી રહે. આ પુસ્તક – પ્રકાશનના કાર્યમાં પણ એમનો આર્થિક સહયોગ આધારસ્તંભરૂપ છે. વિશિષ્ટ બાબત તો એ છે કે સોમચંદભાઈની સેવાભાવના પ્રેમચંદભાઈ, વેલજી લખમણ, સ્વ. જયંતીલાલ લખમણ, ગુલાબચંદ લખમણ, મનસુખલાલ રાયચંદ, કપૂરચંદ દેવચંદ, રતિલાલ દેવચંદ, અરુણ દેવચંદ જેવા એમના આવા પરિવારજનોમાં પણ પ્રગટ થઈ. સેવાપરાયણ સુવાસિત કુટુંબના સેવાકાર્યનું એક ઉત્તમ દૃષ્ટાંત છે આ ગ્રંથપ્રકાશનશ્રેણી.
આ ગ્રંથપ્રકાશનશ્રેણીમાં અનેકવિધ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જીવનચરિત્ર, ચિંતન, વ્યાખ્યાન વગેરે વિષયોને અનુલક્ષીને પ્રકાશિત થયેલાં આ પુસ્તકોમાં ગુજરાતના વિખ્યાત સાક્ષર શ્રી જયભિખ્ખએ લખેલું ભગવાન મહાવીરનું ચરિત્ર છે, તો યુગદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીનાં વ્યાખ્યાનો “રત્નત્રયીનાં અજવાળાં' નામનો ગ્રંથ પણ છે. આ વખતે અમે શ્રી નમસ્કાર મહામંત્ર સહુ કોઈને સરળતાથી સમજાય એવું પુસ્તક ‘સમરો મંત્ર ભલો નવકાર' પ્રગટ કરીએ છીએ. પ્રતિ વર્ષ સમાજને પ્રેરક અને ઉપયોગી એવા પુસ્તકનું આ ગ્રંથશ્રેણીમાં પ્રકાશન થાય છે.
આજે સમાજ માં સદ્વાચન અને સદ્વિચારની વિશેષ આવશ્યકતા છે, ત્યારે આ ગ્રંથશ્રેણી એ ઉમદા કાર્યમાં નિમિત્ત બની છે. શ્રી કરમણ નોંધા પરિવાર અને શ્રી સોમચંદભાઈ શાહની ઉમદા ભાવના માટે શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટનું ટ્રસ્ટીમંડળ આભારી છે.
નક नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सब्बसाहूर्ण एसो पंचनमुक्कारो सबपावप्पणासणो मंगलाणं च सम्बेसि पढम हवइ मंगलं ॥
Page #5
--------------------------------------------------------------------------
________________
છે પ્રારંભે છે
II દમ II
જગતના પ્રત્યેક ધર્મ અને ભિન્ન ભિન્ન જાતિઓમાં મંત્રસાહિત્ય પ્રાપ્ત થાય છે. આ મંત્રોમાં શ્રી નમસ્કાર મહામંત્ર અનેક રીતે વિશિષ્ટ છે. આ મંત્રમાં કોઈ વ્યક્તિવિશેષની ઉપાસનાને બદલે ગુણલક્ષી સાધના છે. એનું ધ્યેય આત્માની ઊંચાઈને પામવાનું છે. એનાથી ભતિક અવરોધો આપોઆપ દૂર થતા હોય છે. આ મંત્રને ચૌદ પૂર્વનો સાર કે જિનશાસનનું હાર્દ કહેવાય છે.
આવા અત્યંત પ્રચલિત મહામંત્ર વિશે એક લેખમાળા લખવાનું ‘મંગલયાત્રા’ સામયિકના તંત્રી શ્રી નગીનભાઈ શાહે સુચન કર્યું. ‘મંગલયાત્રા માં આ લેખમાળાને બહોળો આવકાર મળતાં એમાં થોડા લેખો ઉમેરીને અહીં એને પુસ્તિકારૂ પે પ્રકાશિત કરીએ છીએ. મુરબ્બીશ્રી નગીનભાઈ શાહે આ લેખમાળા નિયમિત પ્રકાશિત થતી રહે તે માટે સતત ચીવટ રાખીને લખાવી, એ એમનો સ્નેહ જ આના સર્જનમાં પ્રેરક બન્યો. એની પ્રથમ અવૃત્તિ પ્રગટ થતાં જ વેચાઈ ગઈ. આ બીજી આવૃત્તિ સુધારાવધારા અને ઉમેરા સાથે પ્રગટ કરીએ છીએ.
શ્રી નમસ્કાર મહામંત્ર વિશે સહુ કોઈને સમજાય એવી રજૂઆત કરવાનું લક્ષ અહીં રાખ્યું છે. વળી આ મહામંત્ર વિશે ભાવિકજનોમાં જોવા મળતી જિજ્ઞાસાને પણ આલેખી છે અને એ તાત્ત્વિક પ્રશ્નોના જવાબ આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. રોજિંદા જીવનમાં વણાઈ ગયેલા આ મહામંત્રના રહસ્યને સરળ ભાષામાં સુલભ બનાવવાનું કાર્ય આ પુસ્તિકા કરશે, તો મારો પ્રયાસ સાર્થક બનશે. ઑગસ્ટ, ૨000
- કુમારપાળ દેસાઈ
૧. અરિહંત કોને કહેવાય ? ૨. સિદ્ધ આત્માઓ ૩. અરિહંત ભગવંતો અને સિદ્ધ પરમાત્માઓ ૪. આચાર્યપદનું અવર્ણનીય ગૌરવ ૫. સમ્યગુ જ્ઞાન અને સમ્યમ્ ક્રિયાના
સમન્વય-સાધક ઉપાધ્યાય ૬. મૈત્રી અને મોક્ષના સાધક તે સાધુ ૭. સર્વ મંગલોમાં પ્રધાન મંગલ ૮. માર્મિક જિજ્ઞાસા અને જવાબ
૯. સાંપ્રદાયિક મંત્ર નહીં, પણ સ્વરૂપમંત્ર ૧૦. વિધિ, ધ્યાન અને રંગ * શ્રી પંચ પરમેષ્ઠી વંદના
Page #6
--------------------------------------------------------------------------
________________
(પરમાત્માને) દર્શાવે છે. ત્રીજું, ચોથું તથા પાંચમું પદ ગુરુને દર્શાવે છે અને બાકીનાં ચાર પદો ધર્મને જણાવનારાં છે, એમ આ નવકાર મંત્રમાં દેવ, ગુરુ અને ધર્મ એમ ત્રણે તત્ત્વો સમજાવ્યાં છે.
પરમાત્મા
||૧|| અરિહંત કોને કહેવાય ?
આ સૂત્ર નવ પદોનું બનેલું હોવાથી એને નવકાર કહેવામાં આવે છે. આમાં પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે. ‘નમસ્કાર' એ સંસ્કૃત શબ્દ છે, પ્રાકૃત ભાષામાં ‘નમોક્કાર' કે ) ‘નમુક્કાર થાય છે, જે આજે વ્યવહારમાં નવકાર તરીકે પ્રચલિત
જૈન ધર્મમાં દેવને પરમાત્મા, ભગવાન, ઈશ્વર, પ્રભુ, જિનેશ્વર વગેરે વિશેષણોથી ઓળખવામાં આવે છે. પરમાત્મા થનારા તમામ જીવો સંસારમાંથી જ ઉત્તમ ધર્માચરણ વડે પોતાના આત્માને પવિત્ર બનાવીને પરમાત્મા બને છે. સંસારમાં અનેક જન્મોમાં ફરતો ફરતો અંતે માનવભવ પ્રાપ્ત કરીને વીતરાગ બની સર્વજ્ઞ થઈ પરમાત્મા બને છે. વીતરાગ અને સર્વજ્ઞ
આ પરમાત્માઓની વિશેષતા એ છે કે તેઓ પોતાની પાસે સ્ત્રી, શસ્ત્ર, ધન કે અલંકારાદિ કાંઈપણ રાખતા નથી, એટલું જ નહિ બલકે સ્ત્રી, સંપત્તિ કે શસ્ત્ર તરફ કોઈપણ પ્રકારની મમતા રાખતા નથી કે એને માટે કોઈપણ પ્રકારની ઇચ્છા કે મૂછ રાખતા નથી. આ કારણે તેઓ વીતરાગ કહેવાય છે. જેમના જીવનમાંથી રાગ-દ્વેષ-મોહ-કષાય વગેરે આત્માના અંદરનાઆંતરિક શત્રુઓ ચાલ્યા ગયા છે, તે વીતરાગ કહેવાય છે. આ પરમાત્માઓ વીતરાગ છે આથી વીતરાગની મૂર્તિ એમની વીતરાગતાને કેવી પ્રભાવક રીતે દર્શાવે છે ! આ મૂર્તિની આંખો નમણી એટલે કે ઢળેલી છે. એમના હાથમાં કે દેહ પર કોઈ શસ્ત્ર નથી. એમની બાજુમાં પણ કોઈ નારીમૂર્તિ નથી. પરિણામે તેઓ
પરમેષ્ઠી
આમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચને નમસ્કાર કરવામાં આવ્યા છે. આથી આ પાંચ પદોને પરમેષ્ઠી કહેવામાં આવે છે. પરમ એટલે ઊંચામાં ઊંચું સ્થાન. જેઓ ઊંચામાં ઊંચા સ્થાનમાં બિરાજમાન છે, તેઓને પરમેષ્ઠી કહેવામાં આવે છે. દેવ, ગુરુ અને ધર્મ
આ નવકાર મંત્રમાં પહેલું અને બીજું પદ દેવને
Page #7
--------------------------------------------------------------------------
________________
સાચે જ વીતરાગ અર્થાત્ મોહ વિનાના પ્રભુ છે. વળી આવા વીતરાગ પરમાત્મા સર્વજ્ઞ પણ છે. તેઓ ત્રણે કાળના સર્વ પદાર્થોને જાણનારા છે, તેમનાથી કોઈ પદાર્થ અજાણ્યો નથી, સર્વ પદાર્થોને જોઈ શકે તેવું જ્ઞાન તેમને થયેલું છે. આ જ્ઞાન કેવળજ્ઞાન કહેવાય છે. ભગવાન વીતરાગ અને સર્વજ્ઞ છે. આ બંને વિશેષણો વડે જૈન પરમાત્મા અન્ય ધર્મના દેવોથી જુદા છે. આ ભિન્નતા જ એમની આગવી ભાવનાઓની દર્શક બને છે.
આ પરમાત્મા બે પ્રકારના હોય છે : (૧) અરિહંત (૨) સિદ્ધ . જેઓ માનવદેહે જન્મ પામી સંસારનો ત્યાગ કરી, 0 સાધુ બની, અનેક ઉપસર્ગો-પરિષહો સહન કરી, ચાર ઘાતી કર્મો
ખપાવીને કેવળજ્ઞાને પામી તીર્થની સ્થાપના કરે છે તેમને અરિહંત
કહેવાય છે, તથા તીર્થંકર પણ કહેવાય છે. જેમકે આ ભરતક્ષેત્રમાં 2. ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના જે ૨૪ પરમાત્માઓ
થયા તે અરિહંત કહેવાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંત પરમાત્માઓ ઘણા થયા છે.
અરિ એટલે દુશ્મન અને હંત એટલે હણનારા.
આત્માના દુશ્મનને હણનારા તે અરિહંત, જો કે તીર્થંકર ન થનારા અને ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામનારા જીવો પણ સુધર્માસ્વામી, જંબુસ્વામી વગેરેની જેમ દુશ્મનોને હણનારા કહેવાય છે, છતાં તેઓ અરિહંત કહેવાતા નથી. આવું કેમ ? આનાં બે કારણો છે : (૧) કેટલાક શબ્દો યોગરૂઢ હોય છે. તેનો અર્થ જેટલાને
વ્યાપકપણે લાગુ પડતો હોય તે બધાને નહીં, પણ અમુકને જ લાગુ પડે છે. જેમકે ‘પંકજ ' શબ્દનો અર્થ ‘કાદવમાં ઉત્પન્ન થયેલુંતેવો થાય છે, પરંતુ હકીકતમાં, કાદવમાં ઉત્પન્ન થનારી તમામ વસ્તુને “પંકજ' કહેવાતી નથી. માત્ર કમળને જ પંકજ કહીએ છીએ. આ રીતે વીતરાગ-સર્વજ્ઞ થનારાને અરિહંત કહેવાતા નથી. ફક્ત તીર્થકરને જ અરિહંત કહેવાય છે. ‘અરિહંત' શબ્દ પ્રાકૃત છે. તેનો મૂળ શબ્દ સંસ્કૃત ભાષામાં (અહંતુ) છે. અહં એટલે યોગ્ય. જે ચોત્રીસ અતિશયોને યોગ્ય હોય તેઓ જ અરિહંત કહેવાય. તીર્થંકર ભગવાનને જ ૩૪ અતિશયો હોય છે આથી તીર્થંકર ભગવંતોને જ અરિહંત કહેવાય છે.
નમસ્કાર મંત્ર સિદ્ધ થવાથી) (૧) સર્વ મંત્રો સિદ્ધ થાય છે. (૨) સર્વ શાસ્ત્રોનાં અધ્ય ચનનું ફળ મળે છે. (૩) સર્વ શાસ્ત્રોના રહસ્યનું જ્ઞાન થાય છે. (૪) સર્વ તીર્થો અને સર્વ દેવોનાં દર્શનનો લાભ મળે છે. (૫) સર્વ યજ્ઞો અર્થાત્ સર્વ પૂજાઓનું ફળ મળે છે. (૬) અહંનો નાશ થાય છે અને ‘અર્વારની પ્રાપ્તિ
થાય છે. (૭) નવકારના વ્યવહાર અને નિશ્ચયથી સ્વરૂપને
સમજીને આત્મા પોતે નવકારમય બની જાય છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
||રા
સિદ્ધ આત્માઓ
સિદ્ધ કોને કહેવાય એ જાણતાં પહેલાં કેટલીક મહત્ત્વની બાબતો જાણી લઈએ.
જે આત્માઓ આઠ કર્મોનો ક્ષય કરી, શરીરનો ત્યાગ કરી અશરીરી બની, અનંતજ્ઞાનાદિ ગુણમય સહજાનંદી બન્યા છે, તેઓને સિદ્ધ કહેવાય છે. અરિહંત પરમાત્માઓ પણ કેવળજ્ઞાની બન્યા પછી આ મનુષ્યભવનું બાકી રહેલું આયુષ્ય પૂર્ણ કરી બાકીનાં ચાર અઘાતી કર્મો ખપાવી મોક્ષે જાય છે ત્યારે સિદ્ધ બને છે. કોઈ જીવો તીર્થંકરપણું પામીને સિદ્ધ થાય છે.
જેમકે તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુથી તીર્થંકર શ્રી મહાવીરસ્વામી પ્રભુ સુધીના તીર્થંકરો. કોઈ જીવો તીર્થંકર થયા વિના પણ સામાન્ય કેવળજ્ઞાની થઈને પણ સિદ્ધ થાય છે. જેમકે સુધર્માસ્વામી, પુંડરિકસ્વામી, ગૌતમસ્વામી, જંબુસ્વામી વગેરે.
સિદ્ધ થયેલા આત્માઓ રાગાદિ વિનાના છે, માટે ફરીથી સંસારમાં જન્મ પામતા નથી. અશરીરી હોવાથી કોઈને દેખાતા
વર
નથી. આવા મોક્ષે ગયેલા અનંતા જીવો છે, અને હજુ અનંતા મોક્ષે જશે. આ સિદ્ધ પરમાત્માઓ લોકના છેડે ઉપર જઈ વસે છે. પિસ્તાળીસ લાખ યોજનના વિસ્તારવાળી સિદ્ધશિલાથી પણ એક યોજન ઊંચા જાય છે.
અહીં આપણને એવો પ્રશ્ન જાગે કે શું જ્યોતમાં જેમ જ્યોત મળી જાય, તે રીતે મોક્ષમાં ગયેલા તમામ જીવો મળી જાય છે ખરા? શું ત્યાં બધા આત્માઓનો એક આત્મા બની જતો હશે ?
આ પ્રશ્નનો જવાબ છે – ના, મોક્ષમાં સર્વ આત્માઓનો એક આત્મા બનતો નથી, સર્વ આત્માઓ જુદા જુદા જ રહે છે. પરંતુ એક ખંડમાં એક દીવો પ્રગટાવીએ તો તે એક દીવાનો પ્રકાશ તે ખંડમાં રહે છે, અને તે ખંડમાં એકસો દીવા પ્રગટાવીએ તો એકસો દીવાનો પ્રકાશ પણ તે રૂમમાં જ સમાઈ જાય છે. તે બીજા સો દીવાના પ્રકાશને રહેવા માટે જુદું ક્ષેત્ર ન જોઈએ, તેમ સિદ્ધના જીવો અશરીરી હોવાથી તેટલા ક્ષેત્રમાં અનંતા છે તો પણ સમાઈ જાય છે, એમ સમજવું. અનંતા જીવોનો એક આત્મા બની જાય છે એમ ન સમજવું.
ન્યાય-વૈશેષિક દર્શનકારો ઈશ્વર (પરમાત્મા) એક જ છે એમ માને છે. જે જે જીવો મોક્ષે જાય છે તે તમામ ઈશ્વરમાં મળી જાય છે, એમ કહે છે. પરંતુ તે અંગે જૈનદર્શનનો મત જુદો છે. જેમ અહીં સર્વે આત્માઓ સ્વતંત્ર છે, તેમ ત્યાં પણ સ્વતંત્ર રહે છે. જીવ જ્યારે મોક્ષે જાય ત્યારે તેનો પ્રારંભ થાય છે. તેને સાદિ કહેવાય છે. પરંતુ ત્યાંથી કદાપિ પાછું આવવાનું નથી. માટે અનંત
93
Page #9
--------------------------------------------------------------------------
________________
अरिहंत भगवंतो भने
સિદ્ધ પરમાત્મા
કહેવાય છે. એમ એક સિદ્ધ પરમાત્મા સાદિ – અનંત છે, પરંતુ સર્વ સિદ્ધોને આશ્રયી વિચારીએ તો અનાદિ – અનંત છે.
હવે સામાન્ય રીતે ઘણી વ્યક્તિઓને થતા એક પ્રશ્નનો વિચાર કરીએ. એ પ્રશ્ન એ છે કે જેમ એક આત્મા મોક્ષે જાય છે ત્યારે તેના મોક્ષની આદિ (આરંભ) થાય છે, તો પછી જે જીવ સૌથી પહેલો મોક્ષે ગયો હશે, ત્યારે મોક્ષની આદિ થઈ, તેમ કહેવાય કે નહીં ? અર્થાત્ મોક્ષ ક્યારેક તો ચાલુ થયો હશે ને ?
આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે – મોક્ષ અનાદિ છે. તેની આદિ નથી. જેમ એક વ્યક્તિ જન્મે છે, ત્યારે તેની આદિ છે. તેના જન્મદાતા પિતાની પણ આદિ છે અને તેના દાદાની પણ આદિ છે. દાદાના પિતાની આદિ છે. પરંતુ તે પેઢીના પ્રથમ પિતાની આદિ નથી. કારણ કે જેને પ્રથમ પિતા કહીએ તે પણ કોઈનાથી તો જન્મ પામેલા હશે જ, તેવી રીતે મોક્ષ પણ અનાદિ છે. જે અનાદિ હોય તેને અનાદિ રીતે જ સમજવું જોઈએ. આવા અનંત સિદ્ધ પરમાત્માઓને હું નમસ્કાર કરું છું.
આમ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોથી સંપૂર્ણ રીતે મુક્ત થયેલો વિશુદ્ધ આત્મા એટલે સિદ્ધ. તેના ગુણો આ પ્રમાણે છે : (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત અવ્યાબાધ સુખ (૪) અનંત ચારિત્ર (૫) અક્ષય સ્થિતિ (ક) અરૂપીપણું (૭) અ-ગુરુલઘુત્વ અને (૮) અનંત વીર્ય.
| જિનશાસનનો સાર આવે છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં. ) નમસ્કાર મહામંત્રમાં ગાગરમાં સાગર છુપાયેલો છે. એના પ્રત્યેક 6 પદની ગહનતામાં જેમ જઈએ તેમ તેમ સમગ્ર જૈનદર્શનનો સાર પ્રગટ થાય છે.
પ્રથમ બે પદનો વિચાર કરતાં કેટલાક સવાલો મનમાં જાગે છે ? જેનો ઉત્તર મેળવવા જતાં જૈનદર્શનની વિશેષતા પ્રગટ થાય છે.
એક પ્રશ્ન મનમાં એ થયો હતો કે અરિહંત ભગવંતો ચાર કર્મવાળા અને શરીરધારી છે, બીજી બાજુ સિદ્ધ પરમાત્માઓ આઠે કર્મોથી સંપૂર્ણ મુક્ત અને અશરીરી છે. તો મનમાં સ્વાભાવિક રીતે એવો સવાલ જાગે છે કે નમસ્કાર મંત્રમાં અરિહંત ભગવંતોને પ્રથમ નમસ્કાર શા માટે કર્યા હશે ?
આનો ઉત્તર છે – સિદ્ધ પરમાત્માઓને પણ સંસાર
ક
Page #10
--------------------------------------------------------------------------
________________
તરવાનો માર્ગ બતાવનાર ઉપદેશ આપનાર તો અરિહંત ભગવંતો જ છે, માટે મૂળ ઉપકારી હોવાથી અરિહંત ભગવંતોને પ્રથમ નમસ્કાર કર્યા છે. જેમ પહેલી ચોપડી ભણનાર બાળકને ભણાવનાર શિક્ષક-શિક્ષિકાનો અભ્યાસ માત્ર સાત ચોપડીનો જ હોય છે. પછી પહેલી ચોપડી ભણતો તે બાળક આગળ વધુ ભણીને કૉલેજમાં ગયા બાદ ગ્રેજ્યુએટ બને છે, આમ છતાં સાત
આઠ ચોપડી ભણેલાં અને પોતાને ભણાવનારાં તે પ્રાથમિક શાળાનાં શિક્ષક-શિક્ષિકાને નમસ્કાર કરે છે, માન આપે છે. તેમ અરિહંત ભગવંતો ઉપકારી હોવાથી પ્રથમ વંદનીય છે.
આ અરિહંત અને સિદ્ધ થનારા પરમાત્માઓ આપણી જેમ પહેલાં તો સંસારમાં ભ્રમણ કરતા હતા, તેઓ પણ જન્મ, જરા અને મરણમાં બંધાયેલા જ હતા, અનેક ભવોમાં ભ્રમણ કરતા હતા, પરંતુ પોતાની ભવિતવ્યતા પાકવાથી તેવા પ્રકારનાં શુનિમિત્તો મળવાથી અને સારો પુરુષાર્થ કરવાથી આત્માભિમુખ-ધર્માભિમુખ બન્યા અને સુંદર ધર્મઆરાધના કરી મનુષ્યભવ પામીને સર્વકર્મોનો ક્ષય કરી પછી મોક્ષે ગયા છે.
આ પરમાત્માઓ જ્યારે કેવળજ્ઞાન પામે છે, ત્યારે સંસારી જીવોને ધર્મનો ઉપદેશ આપીને સંસારનું સ્વરૂપ બતાવે છે. આ પરમાત્માઓ સંસારનું સ્વરૂપ બતાવનારા છે, પરંતુ સંસારને બનાવનારા નથી. આ સંસાર અનાદિકાળથી સ્વયં છે જ, તેનો કોઈ કર્તા નથી. જે કાંઈ રૂપાંતરો થાય છે તે તેમાં ઉત્પન્ન થનારા જીવોએ કરેલાં છે.
આ ઉદાહરણથી આનો વિચાર કરીએ. તમે એક સુંદર વૃક્ષ
96
ઊગેલું જુઓ છો. આ વૃક્ષ કઈ રીતે બન્યું, તેનો વિચાર કરીએ. આ વૃક્ષમાં ઉત્પન્ન થયેલા વનસ્પતિકાય જીવોએ આવું સુંદર વૃક્ષાત્મક શરીર બનાવ્યું છે. વરસાદ પડ્યો તો તે અપકાયના જીવોએ પાણીમય શરીર બનાવ્યું છે. પ્રકાશ થયો તો તે અગ્નિકાય જીવોએ પોતાનું શરીર બનાવ્યું છે. એમ સર્વત્ર સંસારી જીવોએ પોતાનું સર્જેલું છે. આમાં કશું ઈશ્વરે સર્જેલું નથી. ઈશ્વર (પરમાત્મા) અશરીરી હોવાથી અને મોહરહિત હોવાથી અકર્તા
છે.
વળી જો પરમાત્મા આ સંસાર સર્જનાર હોય, તો તે પરમાત્મા હોવાથી દયાળુ છે અને સ્વતંત્ર છે. આવા દયાળુ અને સ્વતંત્ર એવા કર્તા કોઈ જીવને અત્યંત સુખી અને કોઈ જીવને ખૂબ દુઃખી બનાવે ખરા ? કોઈને રાજા અને કોઈને રંક કેમ બનાવે ? કોઈને રૂપવાન અને કોઈને વિકલાંગ શા માટે બનાવે ? માટે આ જગત ઈશ્વરકર્તૃક નથી.
અરિહંત અને સિદ્ધ આ બે પ્રકારના થયેલા અનંતા પરમાત્માઓને હું ભાવથી નમસ્કાર કરું છું. તેઓ ધર્મોપદેશ આપીને જ્યારે મોક્ષે જાય છે, ત્યારે તેઓની ગેરહાજરીમાં તેઓનો ધર્મોપદેશ ગુરુભગવંતો જગતના જીવોને પહોંચાડે છે, માટે તે અરિહંત અને સિદ્ધ પરમાત્મા પછી ત્રીજા, ચોથા અને પાંચમા પદમાં બિરાજમાન ગુરુભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે.
અરિહંત ભગવંતો કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પ્રથમ ધર્મદેશના (ધર્મઉપદેશ) આપે છે ત્યારે તેમની ભવ્ય વાણી સાંભળીને તે જ સભામાં અનેક આત્માઓ આ સંસાર છોડીને સાધુ-સાધ્વી બને છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
તેઓમાં સૌથી શ્રેષ્ઠ અને વધુ જ્ઞાની આત્માઓ હોય છે, તેઓને ગણધર કહેવાય છે.
આવા ગણધર ભગવાનની ધર્મદેશનાને શાસ્ત્રરૂપે સંકલિત કરે છે. જેમ ભૂમિ પર છૂટા છૂટાં વેરાયેલાં પુષ્પોને વીણીને માળી સુંદર હાર રચે છે, તેમ ગણધર ભગવંતો ભગવાનની વાણીને શાસ્ત્રસ્વરૂપે રચે છે. આને દ્વાદશાંગી કહેવાય છે. તેમાં આચારાંગ વગેરે બાર અંગો હોય છે. માટે તેને દ્વાદશાંગી કહેવાય છે. તેમાંથી બારમું અંગ જેનું નામ દૃષ્ટિવાદસૂત્ર છે તે હાલ વિચ્છેદ ગયેલું છે. બાકીનાં ૧૧ અંગો મળે છે.
આ દ્વાદશાંગી તથા તેના ઉપર રચાયેલાં બીજાં વિવિધ શાસ્ત્રો જેઓ ભણે છે તેઓ આ સંસારના સંપૂર્ણ ત્યાગી અને વૈરાગી છે, તેમજ બીજાને ભણાવે છે. વળી શાસ્ત્રાનુસાર જે ધર્મદેશના આપે છે તેઓ ગુરુ કહેવાય. ‘ગુરુ' શબ્દનો અર્થ એવો છે કે ગુણાતિ હિતમ્ એટલે કે જે શિષ્યોને હિત સમજાવે તે ગુરુ.
આ ગુરુપદમાં આવનારા આત્માઓ પહેલાં પોતે બીજા ગુરુઓ પાસે ધર્મોપદેશ સાંભળીને સંસારનો રાગ ત્યજનારા બને છે, વૈરાગી બને છે. પછી સંજોગો સાનુકૂળ થતાં ઘરસંસાર છોડી દીક્ષા ગ્રહણ કરી સાધુ બને છે. પછી શાસ્ત્રોના અભ્યાસમાં લીન બનીને પોતાના આત્માને વધુ વૈરાગી-અધ્યાત્મી બનાવીને પોતાને સાચા સાધક બનાવે છે.
Il૪ll આચાર્યપદનું અવર્ણનીય ગૌરવ
જૈન ધર્મની વર્તમાન ધરી છે આચાર્ય ભગવંતો. જિનશાસનની ઇમારતના આધાર સમા આચાર્ય ભગવંતોના પ્રભાવશાળી ધર્મકાર્યથી ધર્મપ્રવૃત્તિનો પ્રકાશ પથરાતો રહે છે. આથી શ્રી નમસ્કાર મહામંત્રનું ત્રીજું પદ છે “નમો આયરિયાણં'.
નવકાર મંત્રના પ્રથમ બે પદ દેવતત્ત્વને દર્શાવનારાં છે, જ્યારે પછીનાં ત્રણ પદ એ ગુરુતત્ત્વને દર્શાવનારાં છે.
નવકાર મંત્રના ત્રીજા પદમાં આચાર્યને વંદન કરવામાં આવે છે. કેવો અપાર મહિમા છે આચાર્યપદનો ! ‘શ્રી મહાનિશીથ સૂત્ર'માં આચાર્યના સર્વ ગુણોથી વિભૂષિત એવા ભાવાચાર્યને માટે કહે છે કે એમને તીર્થકર સમાન સમજવા’ અને ‘તેમણે કરેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહીં'.
નવકાર મંત્રના ત્રીજા પદમાં આચાર્યને, ચોથા પદમાં ઉપાધ્યાયને અને પાંચમા પદમાં સાધુને નમસ્કાર કરવામાં આવ્યા
(૧૮)
Page #12
--------------------------------------------------------------------------
________________
છે. સામાન્ય રીતે દીક્ષા લઈને સાધુ થવાય, એ પછી ઉપાધ્યાયપદ પામે અને ત્યારબાદ આચાર્ય પદ પ્રાપ્ત થાય, એવો પદવી-ક્રમ હોય છે.
આ મંત્રમાં તો પૂજ્યતાની દૃષ્ટિએ ક્રમ આલેખાયો છે. અરિહંત અને સિદ્ધ પછી પૂજનીય સ્થાનમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એવો ક્રમ આવે. સાધુ અને ઉપાધ્યાય વધુ પીઢ અને પ્રભાવશાળી બને, સ્વયં આચારનું પાલન કરનાર અને અન્યને આચાર પમાડનાર બને, હૃદયથી શુદ્ધ, નિર્લેપ અને અનાસક્ત થાય, ત્યારે ચતુર્વિધ શ્રીસંઘ એમને આચાર્યપદ અર્પણ કરે છે. 0 આચાર્યપદ પ્રાપ્ત થતાં તેઓ સંઘના અગ્રણી અને દિશાદર્શક બને
છે. ધર્મનો માર્ગ દર્શાવનાર જિનેશ્વર ભગવાન આજે આપણી વચ્ચે નથી. તેઓ તો અજરામર પદને પામી ચૂક્યા છે. આવે સમયે સર્વ શાસન આચાર્યો જ ધારણ કરે છે.
એક સમયે કુલાચાર્ય, ગણાચાર્ય અને સંઘાચાર્ય એવો ક્રમ પ્રવર્તતો હતો. શ્રમણ સંસ્થા પર સંઘાચાર્યની આજ્ઞા પ્રવર્તતી હતી. એમના નિર્ણયો શિરોધાર્ય અને સર્વમાન્ય ગણાતા હતા. આજે આવી સંઘાચાર્યની પ્રથા રહી નથી. વળી આજે તો કુલાચાર્ય કે ગણાચાર્યને સામાન્ય રીતે આચાર્ય કહેવામાં આવે છે.
જેટલું સ્થાન ઊંચું, એટલી જવાબદારી મોટી. જેટલો અનેરો મહિમા, તેટલી આકરી અગ્નિપરીક્ષા.
જિનશાસનમાં આચાર્યપદની જેટલી ગરિમા છે, એટલી જ કપરી એની યોગ્યતાની કસોટી છે. આ આચાર્ય ભગવંત છત્રીસ
ગુણોવાળા હોવા જોઈએ. ‘સંબોધ પ્રકરણ' નામના ગ્રંથમાં ‘સુગુરુ અધિકાર' વર્ણવતા આચાર્યપદની યોગ્યતા માટેના છત્રીસ ગુણોની ગણના અનેક રીતે કરાયેલી છે. તેઓ પાંચ ઇંદ્રિયોને સંવર કરનાર તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર તથા ચાર પ્રકારના કષાયથી મુક્ત એમ અઢાર ગુણો વડે યુક્ત હોય છે. વળી તે પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી રક્ષિત હોય છે. આમ કુલ છત્રીસ ગુણવાળા હોય છે. અન્ય ગ્રંથો આચાર્યપદની ઓળખ આપતાં કહે છે : - જેઓ સર્વ સત્ત્વોના અથવા પોતાના સર્વ શિષ્યસમૂહના
હિતને લક્ષમાં રાખીને આચરણ કરતા હોય તે આચાર્ય. - જે ઓ પરના અને સ્વના હિતને સાથે તે આચાર્ય. - જે ઓ જાનનું જોખમ હોવા છતાં પૃથ્વી આદિના સમારંભને છે
આચરતા, આરંભતા કે એનું અનુમોદન કરતા નથી. - જેઓ અત્યંત ક્રૂર અપરાધી પ્રત્યે મનથી પણ પાપ આચરતા નથી તે આચાર્ય કહેવાય.
જૈન ધર્મની આગવી વિશેષતા એની પ્રત્યેક વિષયની સૂક્ષ્મ વિચારસરણીમાં રહેલી છે. એનો માર્મિક ખ્યાલ આચાર્યની યોગ્યતા વિશેની એની વિચારણામાંથી સાંપડે છે. ગચ્છનું નેતૃત્વ પૂરું પાડી શકે અને જનસમૂહને સમ્યકત્વ પમાડીને ધર્મના યોગ્ય રાહ પર દોરી શકે એવા આચાર્ય વિશે ‘સંબોધ પ્રકરણમાં દર્શાવવામાં આવેલી છત્રીસ ગુણોની યોગ્યતા પર દૃષ્ટિપાત
Page #13
--------------------------------------------------------------------------
________________
કરીએ. આમાંથી જ જૈનદર્શનની સુક્ષ્મતા અને વ્યાપકતા બંનેનો જીવંત ખ્યાલ મળી રહેશે. આચાર્ય દેશયુક્ત, કુલયુક્ત, જાતિયુક્ત અને સુંદર આકૃતિને કારણે રૂપયુક્ત હોવા જોઈએ. દીર્ઘ સમય સુધી પ્રવચનાદિ કાર્યો કરવાનાં હોવાથી ઉત્તમ પ્રકારનું શરીરસામર્થ્ય હોવું જોઈએ. તેઓ નિદ્રાને જીતનાર અને દીપ્તિમાન હોવા જોઈએ. આ થઈ આચાર્ય મહારાજના બાહ્ય દેખાવની વાત,
આચાર્ય ભગવંતની મનોસુષ્ટિ અંગે એમ કહેવાયું છે કે તેઓ અટપટા પ્રશ્નોમાં મુંઝાઈ ન જાય તેવું ધૃતિયુક્ત ચિત્ત ધરાવનાર, શ્રોતાઓ પાસેથી આહાર, પાત્ર કે વસ્ત્રની ઇચ્છા રાખતા નહીં હોવાથી અનાશંસી, માયારહિત, સ્વભાવથી ગંભીર, દૃષ્ટિથી સૌમ્ય અને જ્યાં જાય ત્યાં સ્વ-પરના કલ્યાણકર હોવા જોઈએ.
- આચાર્યપદ ધરાવનાર પાસે ધર્મનું માર્ગદર્શન આપવા ( માટે કેવી મતિ, શક્તિ અને વ્યાખ્યાનશૈલી હોવી જોઈએ તે
દર્શાવતાં શાસ્ત્ર કહે છે કે તેઓની સૂત્રાર્થવાચના સ્થિર થયેલી હોવી જોઈએ. થોડા શબ્દોમાં મર્મગામી અસર ધરાવતી હોવી જોઈએ. વિશાળ પરિષદમાં ક્ષોભ પામ્યા વિના પોતાના મંતવ્યને સ્પષ્ટ સમજાવી શકે તેવી વ્યાખ્યાનશૈલી હોવી જોઈએ. એમની પાસે તત્કાળ ઉત્તર આપવાની શક્તિ (આસગ્નલબ્ધ પ્રતિભા) હોય. સૂત્ર, અર્થ અને તે બંને વિધિના જ્ઞાતા હોવાને કારણે એમનું વ્યાખ્યાન સુત્રાનુસાર હોવું જોઈએ. તેઓ દૃષ્ટાંત કે કારણ આપવામાં નિપુણ હોય, વિવેચનનો સચોટ ઉપસંહાર કરી શકે
તેમજ એક વસ્તુને વિવિધ દૃષ્ટિબિંદુથી રજૂ કરી શકે (નયનિપુણ) તેવા હોવા જોઈએ. સમર્થ પ્રતિપાદન કરી શકે અને જિનાગમો તથા તેને લગતાં શાસ્ત્રોની સાથોસાથ અન્ય દર્શનનાં શાસ્ત્રો સારી રીતે જાણતા હોય તેવી ઉચ્ચ પ્રકારની વિદ્વત્તા હોવી જોઈએ.
પોતાના શિષ્યો સાથે આચાર્યના વ્યવહારની વાતમાં અનુભવની ઝલક જોવા મળે છે. કોઈકે થોડો અપરાધ કર્યો હોય અને તેને વારંવાર તેનો એ અપરાધ કહી સંભળાવવામાં આવે એને શાસ્ત્રમાં ‘વિકલ્થન દોષ' કહે છે. આચાર્ય આવા દોષથી તો કેટલાંય જોજન દૂર હોય. શિષ્યના મુખેથી એકવાર એનો અપરાધ સાંભળીને તેને દંડ, આલોચના કે પ્રાયશ્ચિત્ત આપે. એ જ રીતે આચાર્ય પોતાના શિષ્યો પ્રત્યે મધ્યસ્થ અર્થાત્ સમચિત્તવાળા હોવા જોઈએ, જેને પરિણામે ગચ્છનું યોગ્ય સંચાલન કરી શકે.
આચાર્યના અનુભવવિશ્વની વ્યાપકતા દર્શાવતાં ત્રણ 5 વિશેષણો જડે છે – દેશg, કાલજ્ઞ અને ભાવત્ત.
દેશની – ક્ષેત્રની પરિસ્થિતિને બરાબર જાણતા હોય તે છે દેશજ્ઞ કહેવાય.
કાળને એટલે કે પ્રવર્તમાન સમયને બરાબર પારખી શકતા હોય તે કાળજ્ઞ કહેવાય.
પ્રજાની મનોદશાને યોગ્ય રીતે જાણી શકતા હોય તે ભાવજ્ઞ કહેવાય.
આવા દેશશ, ભાવશ અને કાલજ્ઞ હોવા ઉપરાંત આચાર્ય જુદા જુદા દેશોની ભાષાના જાણકાર પણ હોવા જોઈએ. વળી
Page #14
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રોચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચે આચારોનું પાલન કરનાર હોવા જોઈએ, તો જ આચાર્ય પોતાના શિષ્યોમાં એ આચારનું પ્રવર્તન કરી શકે છે.
જૈન શાસનના ઇતિહાસમાં આવા એકએકથી ચડે એવા આચાર્યો આપણને સાંપડ્યા છે. એ ગરિમા ઝંખવાય નહીં તે જોવાની જવાબદારી આપણા સહુની સહિયારી છે.
નવકાર મંત્ર ચૌદ પૂર્વનો સાર છે (૧) ઉત્પાદપૂર્વ (૨) આગ્રાયણી પૂર્વ (૩) વીર્યપ્રવાદપૂર્વ (૪) અસ્તિકવાદપૂર્વ (૫) જ્ઞાનપ્રવાદપૂર્વ (૯) સત્યપ્રવાદપૂર્વ (૭) આત્મપ્રવાદપૂર્વ (૮) કર્મપ્રવાદપૂર્વ (૯) પ્રત્યાખ્યાન પ્રવાદપૂર્વ (10) વિદ્યાપ્રવાદપૂર્વ (૧૧) કલ્યાણપ્રવાદપૂર્વ (૧૨ પ્રાણવાદપૂર્વ (૧૩) યિાવિશાલપૂર્વ (૧૪) લોકબિંદુસારપૂર્વ
III સભ્ય જ્ઞાન અને સમ્ય ક્રિયાના
સમન્વય-સાધક ઉપદધ્યાય ધર્મશાસ્ત્રો એ કરોડરજ્જુ સમાન છે. એના પાયા પર તે ધર્મવિચાર અને ધર્મઆચારની ઇમારત રચાયેલી છે. આ ઇમારતની સાચી ઓળખ આપનારની સહુથી વધુ જરૂર હોય છે. ધર્મશાસ્ત્રોમાં રહેલા જ્ઞાનનો પ્રકાશ પારખીને સમજાવનારા ન હોય તો ઘણીવાર જિજ્ઞાસુને અંધકારમાં અથડાવું પડે છે. તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલો અને ગણધર ભગવંતોએ કહેલો ઉપદેશ સમજાવનારનું પણ એટલું જ મહત્ત્વ છે. આ ઉપદેશ સમજાવે તે ઉપાધ્યાય. આથી તો શ્રી મગનલાલ શાહે શ્રી નવકાર મંત્રની ગઝલમાં લખ્યું છે - ‘ભણાવે છે જે ઉપાધ્યાય
સકલ સિદ્ધાંત સમજીને, રમે છે જ્ઞાનના દાને,
નમું છું પ્રેમથી સહુને'.
આઠ સંપદા આઠ સિદ્ધિ આપે (૧) અણિમા (૨) મહિમા (૩) લધિમા (૪) ગરિમા (૫) પ્રાપ્તિ (૯) પ્રાકામ્ય (૭) ઈશત્વ (૮) વશિત્વ
નવપદ નવનિધિ આપે (૧) નૈસર્ષનિધિ (૨) પાંડુ કનિધિ (૩) પિંગલ કનિધિ (૪) સર્વ રત્નનિધિ (૫) મહાપમનિધિ (૯) કાલનિધિ (૭) મહી કાલનિધિ (૮) માણવકનિધિ (૯) રાંખનિધિ.
Page #15
--------------------------------------------------------------------------
________________
કેવી સરસ રીતે અહીં ઉપાધ્યાયની ઓળખ આપી છે ! હકીકતમાં આ ‘ઉપાધ્યાય’ શબ્દ જ બધા અર્થો પ્રગટ કરી આપે છે. ‘ઉપ' એટલે પાસે અને ‘અધ્યાયએટલે ભણવું. આમ જેઓ અન્ય સાધુઓને ભણાવવાનું કાર્ય કરતા હોય તે ‘ઉપાધ્યાય' કહેવાય.
નમસ્કાર મંત્રના પદમાં શબ્દ મળે છે ‘ઉવઝાયાણં'. આ શબ્દનો મૂળ શબ્દ ‘ઉવજઝાય' છે, પરંતુ ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં આ શબ્દનો ભાવ ‘ઉપાધ્યાય ' વડે પ્રગટ થાય છે. વળી ‘ઉવજઝાયાણં' પદ સંસ્કૃત છઠ્ઠી વિભક્તિના બહુવચનનું છે, માટે 0 એનો ગુજરાતી અર્થ ‘ઉપાધ્યાયોને' એમ બહુવચનમાં કરવામાં
આવે છે. આવી જ રીતે આ શબ્દની પાછળ એવો ભાવ છે કે જે
કોઈ દીક્ષિત થયેલા સાધુ શાસ્ત્રોનો અભ્યાસ કરે, ગ્રંથનું સંપાદન કરે, 2. જીવનના અનુભવો મેળવે, શાસ્ત્રોના અર્થોમાં કુશળ બને અને બીજાને ભણાવી શકે તેવા બને એવા સાધુને ઉપાધ્યાયપદ મળે છે.
ભારતીય સંસ્કૃતિની જુદી જુદી પરંપરાઓમાં ઉપાધ્યાય શબ્દ વ્યાપકપણે વપરાયો છે. પરંતુ એ દરેક ધર્મએ ઉપાધ્યાય શબ્દનો જુદો જુદો અર્થ કર્યો છે. વૈદિક સંસ્કૃતિમાં પોતાની આજીવિકા માટે વેદોનું અધ્યયન કરાવનારને ઉપાધ્યાય કહેવામાં આવે છે, જ્યારે જૈન ધર્મની વિચારણામાં દીક્ષિત સાધુ આ અભ્યાસ કરાવતા હોવાથી આજીવિકાનું કોઈ મહત્ત્વ નથી, પરંતુ શાસ્ત્રના સૂત્ર-સિદ્ધાંત તથા પ્રક્રિયાનું યોગ્ય જ્ઞાન આપે તેવી યોગ્યતાને પ્રાધાન્ય અપાયું છે. અર્થ નહીં, પણ અર્થઘટનનું મહત્ત્વ વર્ણવાયું છે.
બૌદ્ધ સંસ્કૃતિમાં પણ જે પોતાના શ્રમણ શિષ્યોને શાસ્ત્રજ્ઞાન આપે અને સારી રીતે સાચવે તેને ઉપાધ્યાય કહેવામાં આવે છે. જૈન ધર્મમાં શાસ્ત્રજ્ઞાનની વાત તો છે જ, પણ એ સિવાય તેઓ પોતાના ગચ્છની સારસંભાળ લેવાના કાર્યમાં આચાર્યને મદદ કરે છે. વળી જૈન શાસ્ત્રો તો એ ઉપાધ્યાયની યોગ્યતા માટે કયા કયા પચ્ચીસ ગુણ હોવા જોઈએ તેની પણ વાત કરે છે.
ગ્રંથો એમ પણ કહે છે કે જે ઉપાધ્યાયોનો આશરો લે છે તે પાખંડીઓથી પરાજિત થતો નથી. મન, વચન અને કાયાથી વિડંબના પામતો નથી અને કપાયોથી દંડાતો નથી.
ધર્મગ્રંથોમાં એમ પણ કહેવાયું છે કે જેઓ વચન, વય અને શરીરથી વૃદ્ધિ પામેલા છે, હિંસાનો વિચાર પણ કરતા નથી એવા ઉપાધ્યાયની તું સેવા કર.
આ સેવાની પાછળ ચિત્તમાં કઈ ભાવના રહી હશે ?
આપણા ચિત્તમાં એ ભાવના હોવી જોઈએ કે ચોથા પદના સાત અક્ષરો – ‘નમો ઉવજઝાયાણં' – એ સાત રજ્જુ પ્રમાણે ઊદ્ગલોકના માર્ગમાં દીપક સમાન છે. આ સાત અક્ષરો મારાં સાતેય વ્યસનોનો નાશ કરનારા બનો.
‘ઉપાધ્યાય' શબ્દનો અર્થ માત્ર શિષ્યોને શાસ્ત્રાભ્યાસ કરાવનાર સુધી જ સીમિત નથી. એ સાચું કે આ ઉપાધ્યાય અન્ય સાધુને સૂત્ર-સિદ્ધાંતનું પદ્ધતિસરનું શિક્ષણ આપે છે અને તેથી જ ‘નિર્યુક્તિકારે” એમ કહ્યું છે કે જે બાર અંગવાળો સ્વાધ્યાય (અર્થથી) જિનેશ્વરોએ પ્રરૂપેલો છે અને સૂત્રોથી) ગણધર
Page #16
--------------------------------------------------------------------------
________________
થઈ ગઈ. આજે પણ એમની ગદ્ય કે પદ્ય-રચનાનો ઉલ્લેખ કરતાં ‘ઉપાધ્યાયજી મહારાજ કહે છે” એમ પ્રચલિતરૂપે કહેવામાં આવે છે. પદવી એ નામના પર્યાયરૂપ બની ગઈ.
ઉપાધ્યાયપદનું અને તેઓના કાર્યનું ઘણું મહત્ત્વ છે. સાધુ કરતાં વિશેષ અભ્યાસી, ત્યાગી, વૈરાગી અને ધ્યાની એવા ઉપાધ્યાય હોવાથી શ્રી ‘નમસ્કાર મહામંત્રના ચોથા પદમાં તેઓને વંદનીય ગણીને તેમનો મહિમા પ્રગટ કર્યો છે.
ભગવંતોએ કહેલો છે તેનો શિષ્યોને ઉપદેશ આપનાર ઉપાધ્યાય કહેવાય.
કોઈ એમ પણ કહે છે કે જેની સમીપે વસવાથી શ્રુતનો લાભ થાય તે ઉપાધ્યાય, પરંતુ અર્ધમાગધી ભાષામાં ઉપાધ્યાયને માટે ‘ઉઝ ' શબ્દ મળે છે. આ શબ્દનો અર્થ એક વિશેષ બાબતનો સંકેત કરે છે.
“ઉ” એટલે ઉપયોગ રાખવાનો અર્થ દર્શાવે છે અને ‘' શબ્દ ધ્યાનનો નિર્દેશ કરે છે. આમ જેઓ ઉપયોગપૂર્વક ધ્યાન કરે છે તે ‘ઉઝા' એટલે કે ઉપાધ્યાય કહેવાય. આ રીતે ઉપાધ્યાયનું કાર્ય સૂત્ર-સિદ્ધાંત ભણાવવાનું તો ખરું જ, કિંતુ એમનામાં સ્વાધ્યાયની સાથે ધ્યાન પણ હોવું જોઈએ. પરિણામે સૂત્રોના જ્ઞાનની સાથે ધ્યાનનું પણ શિક્ષણ હોય. સમ્યગૂ જ્ઞાનની સાથે સમ્યમ્ ક્રિયાની પરંપરા પણ ઉપાધ્યાય જ્ઞાન રૂપે જાળવી રાખે છે.
આવી પરંપરા શ્રી યશોવિજયજી મહારાજના જીવનમાં એવી તો પ્રકાશિત થઈ કે ‘ઉપાધ્યાય' એ પદવીવાચક વિશેષણ એમનું નામ બની ગયું. વિક્રમના સત્તર-અઢારમા શતકમાં થયેલા શ્રી યશોવિજયજી મહારાજે સંસ્કૃત, અર્ધમાગધી અને ગુજરાતી ભાષા અને સાહિત્યમાં અજોડ ગ્રંથો લખ્યા. એમણે સાહિત્યનું ઊંડું અધ્યયન કર્યું અને તેના પર નવો પ્રકાશ પાડ્યો. આવા શ્રી યશોવિજયજી મહારાજને વિ. સં. ૧૭૧૮માં ઉપાધ્યાયની પદવી આપવામાં આવી. એ જમાનામાં આચાર્યની પદવી તો જવલ્લે જ અપાતી, પરંતુ આવી ઉપાધ્યાયની પદવીને એમણે એવી ઉજાળી દીધી કે ‘ઉપાધ્યાય એટલે શ્રી યશોવિજયજી જ' એવી લોકોક્તિ
નમસ્કાર મંત્રનાં જુદાં જુદાં નામો (૧) પંચમંગલ મહા સુયફખંધ_શ્રી મહાનિશીથ સૂત્રમાં (૨) પરમેષ્ઠીપંચ ક-નમસકાર–ભગવતી ટીકા (૩) પરમેષ્ઠી નમસ્કાર યોગશાસ્ત્ર (૪) પંચ નમસ્કાર–આવશ્યક ટીકા (૫) નમોક્કાર–આવશ્યકસુત્રતર્ગત કથા (૯) પંચ નમોકાર-મહામંત્ર ધુમ્મોવએસમાંલા-વિવરણ (૭) નવકાર-લઘુ નમસ્કાર ફલ
પંચ નમુક્કાર-વૃદ્ધ નમસ્કારફલ-સ્તોત્ર (૯) પરમેષ્ઠી-નમસ્કાર -શ્રાવકે દિન કૃત્ય પ્રકરણ (૧૦) નમસ્કાર વિચારામૃતસંગ્રહ (૧૧) પરમેષ્ઠી મંત્ર–ઉપદેશતરંગિણી (૧૨) મહામંત્ર નવકાર સઝાય (૧૩) સિદ્ધ મંત્ર છંદ
Page #17
--------------------------------------------------------------------------
________________
મૈત્રી અને મોક્ષના સાધક તે સાધુ
ઊર્ધ્વગામી ભાવના અને જીવંત આચાર એ જૈનદર્શનના 0 રથનાં બે પૈડાં છે. એમાં ઉન્નત ભાવનાઓનું માત્ર આકાશી
આલેખન નથી, પરંતુ એ ઉચ્ચ ભાવનાઓ સ્વ-જીવનમાં કેવી રીતે સાકાર થાય, તેનું ઝીણવટભર્યું ચિંતન અને તેની પ્રક્રિયા પણ છે.
જ્ઞાન અને ક્રિયા, આદર્શ અને અમલ, ભાવના અને સિદ્ધિ - એ બંને બાબતને એકસાથે લક્ષમાં રાખીને આ ધર્મદર્શન ( ધર્મજીવનનો સંવાદ સાધે છે.
વર્તમાન સમયનો આપણો યક્ષ પ્રશ્ન એ છે કે સાચા સાધુ કોને કહેવાય ? એમનું વૈરાગી જીવન કેવું હોય ? એમની પાસેથી શ્રાવકને કે સામાન્ય માનવીને શું પ્રાપ્ત થાય ?
આનંદભરી ઘટના એ છે કે આ પ્રશ્નનો જવાબ આપણા શાસ્ત્રગ્રંથોમાં નિહિત છે, માત્ર એ જ્ઞાનસાગરમાં ડૂબકી મારીને મોતી લઈ આવવાનાં છે.
આ કોઈ અતિશયોક્તિ કે અહોભાવભરી વાત નથી, બલકે નક્કર હકીકત છે. આનું કારણ એ છે કે ધર્મગ્રંથો સાચા અને
ખોટાનો ભેદ સતત જુ દી તારવતા રહ્યા છે, જેમ હંસ નીર અને ક્ષીર જુદું પાડે તે રીતે દરેક વિચારણામાં અને આચરણમાં દ્રવ્ય અને ભાવથી આ ભેદ પ્રગટ કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં ચાર પ્રકારના સાધુનું આલેખન મળે છે. પહેલો પ્રકાર છે તે નામ-સાધુનો. જે સાધુના નામમાં જ માત્ર તે સાધુ છે તેવું પ્રગટ થતું હોય.
બીજો પ્રકાર છે સ્થાપના-સાધુનો, જેમાં કોઈ વસ્તુમાં સાધુની સ્થાપના કરી હોય.
ત્રીજા અને ચોથા પ્રકારમાં એ જ દ્રવ્ય અને ભાવની વાત આવે છે. એટલે જે માત્ર સાધુનો વેશ ધારણ કરતો હોય, પરંતુ સાધુને યોગ્ય એવા સંયમ વગેરે ગુણોનું પાલન ન કરતો હોય. મહાયોગી આનંદઘનજીએ આ ભેદને દર્શાવતાં માર્મિક રીતે કહ્યું છે, ‘આત્મજ્ઞાની શ્રમણ કહાવે,
બીજા તે દ્રવ્યલિંગી રે; સાધુનો ચોથો પ્રકાર તે ભાવ-સાધુનો છે. સાધુના વેશની ) સાથે એના અંતરમાં પણ સાધુતા હોય.
આવી ભાવ-સાધુતાની પારાશીશી કઈ ? એક તો એ સાધુ સમ્યગૂ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્ર વડે મોક્ષની સાધના કરતા હોય. બીજું એ કે જે તમામ પ્રાણીઓ તરફ સમાન ભાવ રાખતા હોય. આમ મોક્ષ અને મૈત્રીના સાધક તે સાધુ.
વ્યક્તિ દીક્ષા લઈને સાધુ બનતી હોય છે. આથી પ્રથમ તો દીક્ષાનો મર્મ જાણી લઈએ. આ દીક્ષા શબ્દમાં ‘દા’ અને ‘ક્ષિ' ધાતુ
Page #18
--------------------------------------------------------------------------
________________
છે, પરંતુ બન્યું એવું કે બંને ધાતુના સ્વરો બદલાઈ ગયા અને એમાંથી ‘દીક્ષા' શબ્દ બન્યો.
- ‘દા' શબ્દનો અર્થ છે દાન આપવું. માનવી પાસે પોતાની સંપત્તિ હોય, ઘર અને અલંકાર હોય, વસ્ત્ર અને વાસણ હોય. તે બધાં દ્વારા એ સંસારમાં રહેતો હોય છે અને એને પોતાનાં ભોગસુખનાં સાધનો માનતો હોય છે. દીક્ષા લેનારે સૌપ્રથમ શારીરિક આનંદપ્રમોદનાં સાધનોનો ત્યાગ કરવો જોઈએ. સંસારના રાગ છોડે તો જ વિરાગ જાગે. સાધુતાની આ પહેલી શરત.
દીક્ષા શબ્દમાં જે ‘ક્ષિ' ધાતુ છે તેનો અર્થ ‘ક્ષય કરવો” એમ થાય છે. આત્માની સાથે એકમેક બની ગયેલા શરીર અને કર્મ એ - બંનેને બાળીને-ઓગાળીને ક્ષય કરવો. શરીરની ક્ષણભંગુરતા અને ૨ કર્મની લીલા પારખવી એ તો ખરું જ, પણ એથીય વિશેષ તો
આત્માના અસ્તિત્વની ઓળખ પામવી. () સાધુતાની બાબતમાં જૈન ધર્મની મહત્તા જગતમાં જોવા
મળે છે. મહત્તાના બે આધારસ્થંભો છે દાન અને ક્ષય. આ બંને ક્રિયા જેમાં હોય એ દીક્ષા કહેવાય. આવી દીક્ષા ધારણ કરનાર સાધુ-સાધ્વી સંસારનાં તમામ શારીરિક ભોગ-સાધનોથી દૂર રહેનારાં છે અને તેથી તેઓ નિર્લેપ અને કશીય અપેક્ષા વિનાના છે, માત્ર શરીરને જાળવવા માટે જરૂરી હોય તેટલા જ વસ્ત્ર, પાત્ર લે છે અને એટલો જ આહાર ગ્રહણ કરે છે. જોકે આહાર, વસ્ત્ર કે પાત્ર પણ નિર્મમતાભાવે લેતા હોય છે, આથી જ તેઓ સાચા વૈરાગી અને આત્મસાધક બની રહે છે.
આત્માની સાચી સાધના કરે અને મોક્ષના અનુષ્ઠાન સાધે
એ સાધુ કહેવાય. આ સાધુ કઠોર આત્મસાધનાનું પ્રતીક છે. તપસ્યા અને તિતિક્ષાનું જીવંત રૂપ છે. સમતા અને સમભાવનો વહેતો પ્રવાહ છે.
લોભ-વૃક્ષોને જડમૂળથી ઉખેડીને ફેંકી દેનાર, નદીના ધસમસતા પૂર સમાન લોકમાં (જેટલા ભાગમાં પંચાસ્તિકાય વ્યાપીને રહેલું છે તેટલા ભાગને જૈન શાસ્ત્રકારો ‘લોક' કહે છે) ઉત્તમ ચારિત્ર્યવાન અને લોકમાં સર્વોત્તમ એવા સાધુઓ અમારા પાપનો પરિહાર કરો તેવી ભાવના આપણા ધર્મગ્રંથોમાં વ્યક્ત કરવામાં આવી છે.
આ સાધુમાં સામાન્ય રીતે સત્યાવીસ ગુણો હોવા જોઈએ, જે આ પ્રમાણે છે –
પાંચ મહાવ્રતો (૫), રાત્રિભોજનત્યાગ (૧), છકાયના 2 જીવોની રક્ષા (૯), પાંચ ઇંદ્રિયો પર સંયમ (૫), ત્રણ ગુપ્તિ (૩), લોભ રાખે નહીં (૧), ક્ષમા ધારણ કરે (૧), ચિત્ત નિર્મલ રાખે (૧), વસ્ત્ર વગેરેની શુદ્ધ પડિલેહણા કરે (૧), સંયમમાં રહે (અવિવેકનો ત્યાગ-પ્રેક્ષા-ઉપેક્ષાદિ સંયમ) (૧), પરીષહો સહન કરે (૧), ઉપસર્ગો સહન કરે (૧).
શ્રી નમસ્કાર મહામંત્રના પાંચમા પદમાં ‘સવ' એટલે કે ‘સર્વ' શબ્દ પ્રયોજાયેલો છે. એનો અર્થ એ કે અમે લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર કરીએ છીએ. આ ‘સર્વ સાધુઓ' શબ્દનો અર્થ એ કે વિવિધ પ્રકારનાં સાધનો વડે મોક્ષ માર્ગની સાધના કરનાર સઘળા સાધુઓને નમસ્કાર હજો..
Page #19
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શન પ્રત્યેક પદ વિશે સ્પષ્ટ વિવેચન કરે છે. એ શબ્દનો વ્યવહાર-જગતમાં થતો ઉપયોગ સ્વીકારીને ક્યાંય ચાલતું નથી. વિશેષ તો એના આધ્યાત્મિક અર્થને ઉપસાવવાનો એનો સદૈવ પ્રયત્ન હોય છે. શબ્દની આધ્યાત્મિક અર્થછાયાઓ જાણીને જ સાધક એની સાધનાના માર્ગે આગળ વધી શકે. પરિણામે ‘મંગલ' શબ્દ એમ ને એમ સ્વીકારવાને બદલે તેનો સાચો અર્થ અને મર્મ સમજાવવા દ્રવ્યમંગલ અને ભાવમંગલ એમ બે પ્રકાર દર્શાવ્યા છે.
II૭ll સર્વ મંગલોમાં પ્રધાન મંગલ
‘મંગલાણં ચ સવ્વસિં
પઢમં હવઈ મંગલ.' શ્રી નમસ્કાર મહામંત્રના પ્રત્યેક શબ્દમાં ભવ્ય ભાવના અને ગહન આધ્યાત્મિક અનુભૂતિ તાણાવાણાની જેમ વણાઈ ચૂકી છે. આથી જ એને જૈન ધર્મનો સાર કે સમસ્ત શ્રુતજ્ઞાનનું નવનીત કહેવામાં આવે છે.
ઉપરના પદમાં રહેલ ‘મંગલ' શબ્દનો અર્થ શું ? આપણે વ્યવહારમાં વારંવાર ‘મંગલ' શબ્દનો પ્રયોગ કરીએ છીએ. આવી મંગલદાયક આઠ વસ્તુઓના સમૂહને “અષ્ટમંગલ' કહીએ છીએ અને ધાર્મિક પ્રસંગોએ આ અષ્ટમંગલનું આલેખન થાય છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના જન્મના અભિષેક પ્રસંગે ઇન્દ્ર મહારાજે આવા અષ્ટમંગલનું આલેખન કર્યું હતું. આ અષ્ટમંગલ છે : (૧) સ્વસ્તિક (૨) શ્રીવત્સ (૩) શ્રી નંદ્યાવર્ત (૪) વર્ધમાનક (શરાવ-સંપુટ) (૫) ભદ્રાસન (૯) કલશ (૭) મત્સ્ય યુગલ અને (૮) દર્પણ.
દ્રવ્યમંગલ એટલે આપણા સામાજિક વ્યવહારમાં મંગલરૂપ ગણાતી ચીજવસ્તુઓ, જેમાં દહીં, અક્ષત, ચંદન વગેરેનો સમાવેશ થાય છે. દૂર્વા (ધરો), શ્રીફળ, પૂર્ણકળશ અને સ્વસ્તિક વગેરે પણ મંગલરૂપ મનાય છે. આ પદાર્થ દુઃખ કે અનિષ્ટનું નિવારણ કરીને સુખ આપે છે તેવી માન્યતા પ્રવર્તે છે. • આ પદાર્થો નિશ્ચિતપણે આ કાર્ય કરે તેવું હોતું નથી, આથી એને સંદિગ્ધ સાધન તરીકે ગણવામાં આવ્યા છે. એનાથી સુખ મળે કે ન પણ મળે. વળી જે સુખ મળે તે પૂર્ણ સુખ ન હોય.
આ પ્રકારના દ્રવ્યમંગલ કરતાં ભાવમંગલનું વિશેષ મહત્ત્વ છે. આ ભાવમંગલ દ્વારા પૂર્ણ અને અવિનાશી સુખની પ્રાપ્તિ થાય છે. અહિંસા, સંયમ અને તપને ભાવમંગલ કહ્યાં છે. સ્વાધ્યાય, ધ્યાન અને જ્ઞાનાદિ ગુણોનો આમાં સમાવેશ થાય છે. મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવલ – એ પાંચ જ્ઞાનના સમૂહને ભાવમંગલ કહ્યા છે. ધર્મશાસ્ત્રોમાં પણ અરિહંત, સિદ્ધ વગેરે દ્વારા પ્રણિત ધર્મની ગણના ભાવમંગલમાં કરવામાં આવી છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
વિનય છે. રાજકુમાર વર્ધમાનના જીવનમાં ગુરુ, માતાપિતા કે ભાઈ પ્રત્યે કેવો નખશિખ વિનય હતો ! શ્રી નમસ્કાર મહામંત્ર નમવાની વાત કરે છે. નમે તે સહુને ગમે. નમ્રતા અને વિનય એ આ ધર્મવૃક્ષનાં મુળ છે. મન, વચન અને કાયાથી નમવાની વાત થઈ છે. જ્ઞાન, શબ્દ અને ક્રિયાથી નમવાનો સંકેત છે. અને તેથી જ આ મહામંત્ર કહે છે કે પંચપરમેષ્ઠીને કરેલો નમસ્કાર સર્વ અશુભ કર્મોનો અત્યંત નાશ કરે છે અને બધાં મંગલોમાં પ્રથમ મંગલ છે.
આમ શ્રી નમસ્કાર મહામંત્રમાં ‘મંગલ' શબ્દનો અર્થ સંસાર-પરિભ્રમણનો ક્ષય અને હિતસાધક ધર્મની પ્રાપ્તિ એવો થાય છે. જરા મંગલ શબ્દના જુદા જુદા અર્થો જોઈ લઈએ.
‘મંગ' એટલે “ધર્મ' અને તેને લાવે તે મંગળ. એવો જ મંગલનો બીજો અર્થ છે. સંસારથી પાર ઉતારે તે મંગલ. એનો ત્રીજો અર્થ છે જેનાથી શાસ્ત્રો શોભે છે તે. એનો ચોથો અર્થ છે સંસારથી મુક્ત કરાવે તે મંગલ, એનો પાંચમો અર્થ છે જે સમ્યગુ દર્શન વગેરે દ્વારા મોક્ષમાર્ગ પમાડે તે મંગલ. આમ નમસ્કાર મંત્રમાં ‘મંગલાણં' પદના ઉચ્ચારણ વખતે અંતરમાં એ ભાવમંગલની પ્રાપ્તિની આરત હોવી જોઈએ.
જૈન શાસ્ત્રોમાં શ્રી પંચપરમેષ્ઠી નમસ્કારને ‘પ્રધાન મંગલ' કહ્યું છે. આમ તો અહિંસા, સંયમ અને તપ અથવા તો સ્વાધ્યાય, ધ્યાન અને જ્ઞાન એ ભાવમંગલ છે. પરંતુ નમસ્કાર મહામંત્ર એ એ દૃષ્ટિએ વિશેષ છે કે તે સ્વયં ગુણસ્વરૂપ છે અને ગુણોના બહુમાનસ્વરૂપ છે. આ મહામંત્રમાં મુખ્ય બાબત એ વિનય છે. આપણે ત્યાં કહેવાયું છે કે ધર્મનું મૂળ વિનય છે. વિનય વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના દર્શન નથી, દર્શન વિના ચારિત્ર નથી અને ચારિત્ર વિના મોક્ષ નથી. આમ મોક્ષપ્રાપ્તિનું મૂળ વિનયમાં છે અને નમસ્કાર મંત્રમાં તાત્ત્વિક ગુણોને ધારણ કરનારી સર્વ વ્યક્તિઓને નમસ્કાર કરીને વિનય દાખવવામાં આવ્યો છે.
આજે સમાજમાં વિનયનો અભાવ વધતો જાય છે. ધર્મ તરફ, સાધુ-સાધ્વી તરફ, ગુરુ કે માતાપિતા તરફ વિનયની ભાવના ઝાંખી થતી જોવા મળે છે. જૈન સંસ્કારનો પહેલો પાઠ જ
જૈનશાસનના અગા ધ વાડુમયમાં સર્વપ્રથમ સ્થાન શ્રી નમસ્કાર મહામંત્ર ધરાવે છે કારણ કે (૧) એ અખિલ શ્રુતનો સાર છે. (ર) એના ધ્યાનમાં મહાજ્ઞાની શ્રુતપારગામી મહર્ષિ
પણ જીવનનો અંતિમ કાલ વિતાવે છે. (૩) એમાં કલ્યાણ સ્વરૂપ અનંત અર્થ ભરેલો છે. (૪) એ સુખ-દુ:ખ આદિ તમામ સ્થિતિમાં અને
જીવનમરણના સર્વકાળે સ્મરણીય છે. (૫) એનાથી લૌકિક-લોકોત્તર સર્વ સમૃદ્ધિ આપમેળે
પ્રાપ્ત થાય છે. (૬) એ ભચંકર પાપી જીવન જીવતા માનવીને ઉદ્ધારનાર
અને ભયાનક ભયોનો નાશ કરનાર છે. (૭) એ સર્વશ્રેષ્ઠ ધ્યેય, ધ્યાતા અને દયાનનો દર્શક
Page #21
--------------------------------------------------------------------------
________________
[[]]
માર્મિક જિજ્ઞાસા અને જવાબ
નમસ્કાર મહામંત્રની આ લેખમાળાએ જિજ્ઞાસુઓના મનમાં કેટલાક પ્રશ્નો જગાડ્યા છે. આ મહામંત્રની મહત્તા જ એના ચિંતનમાં સમાહિત છે. આવા અપરંપાર મહિમા ધરાવતા મહામંત્રને સર્વમંગલોમાં પ્રથમ મંગલ કહેવાય છે. આપણે જીવનમાં પણ અમુક મંગલ કાર્યો કરતા હોઈએ છીએ. વ્યાવહારિક જીવનમાં લગ્નના માંગલિક પ્રસંગે, ઘરના વાસ્તુ સમયે કે વેપાર-ઉદ્યોગના આરંભ સમયે શુકનવંતો વ્યવહાર કરવામાં આવે છે. આવા શુભકાર્ય સમયે અક્ષત, શ્રીફળ, કંકુ વગેરે શુભ પુદ્ગલોનો ઉપયોગ કરવામાં આવે છે. એની પાછળ શુભ શુકન કે સંકેતનો ખ્યાલ રહેલો હોય છે. જેમકે અક્ષત એટલે અખંડિત ફળ આપનાર અને શ્રીફળ એટલે સમૃદ્ધિ આપનાર.
આ પદાર્થો જ નહીં બલ્કે એના શબ્દાર્થો પણ શુભ સૂચક છે. ‘અ’ એટલે ‘નહીં’ અને ‘ક્ષત’ એટલે ‘ખંડિત’. એનો અર્થ એટલો જ કે જે અખંડિત ફળ આપે તે અક્ષત. એવી જ રીતે ‘શ્રી’ એટલે ‘લક્ષ્મી’. અને લક્ષ્મી એ જ જેનું ફળ છે તે શ્રીફળ.
૩૮
શુભ પ્રસંગોએ શબ્દનો અર્થ વ્યવહારમાં કેવો પ્રયોજાતો હોય છે તેનો ખ્યાલ શ્રીફળ અને જાયફળ પરથી આવે. મંગલ કાર્યોમાં શ્રીફળનો ઉપયોગ કરાય છે પરંતુ જાયફળનો કદી નહીં, કારણ કે લોક્માનસમાં આ શબ્દનો સંકેત જ અશુભ છે અને તે એ કે જેનાથી જાય ફળ તે જાયફળ.
આ અક્ષત કે શ્રીફળ એ સાંસારિક સમૃદ્ધિ આપતાં શુભ શુકનો છે પરંતુ આવાં સાંસારિક સુખો અંતે તો મૃગજળ જેવાં હોય છે. એ ક્ષણિક અને અલ્પાયુષી હોય છે. વળી માનવી પાસે આ સુખો હોય તેમ છતાં માનવીનું જીવન ક્ષણભંગુર હોવાથી આ સુખોના સંયોગનો વિયોગ ચોક્કસ થતો હોય છે. આથી જ આ ભૌતિક ચીજવસ્તુઓ ભૌતિક સુખની લક્ષ્મણરેખામાં જ શુકનવંતી છે તેથી એને દ્રવ્યમંગલ કહેવામાં આવે છે.
જૈન તત્ત્વવિચારની સૂક્ષ્મતાનો સંકેત દ્રવ્ય અને ભાવ એમ બે ભૂમિકાએ થતી વિચારણા આપે છે. દ્રવ્ય સીમાબ, નિયતકાલિક અને સંસારની ફેરફુદરડીના વર્તુળમાં જ સમાયેલું છે. ભાવનો સંબંધ માનવીનાં ઊર્વીકરણ અને આત્મવિકાસ સાધે છે. જૈનદર્શન પ્રત્યેક વિચારને અને દરેક આચરણને આ બે દૃષ્ટિબિંદુએ તાગવાનો વિશેષ વિવેક અને ઔચિત્ય દર્શાવે છે. આથી જ દ્રવ્યમંગલની વાત કર્યા પછી તરત જ ભાવમંગલની સમજ આપે છે. આ ભાવમંગલ એવું હોય છે જેનો વિયોગ થતો નથી. મોક્ષનું સુખ કદી કોઈ છીનવી શકે ખરું ? આવાં ભાવમંગલોમાં મોક્ષસુખ આપનાર નમસ્કાર મહામંત્ર એ આત્માને
૩૬
Page #22
--------------------------------------------------------------------------
________________
મોક્ષ અપાવનાર ઉત્તમ ભાવમંગલ છે. આને કારણે જ શ્રી નમસ્કાર મહામંત્રને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ કહ્યો છે.
એક જિજ્ઞાસા એ જાગે કે આ ‘મંગલ' શબ્દનો અર્થ અને કાર્ય શું ? માત્ર શબ્દાર્થનો જ વિચાર કરીએ. તો “” એટલે ‘મન’ અને ‘ગલ' એટલે ગાળે. આનો અર્થ એ કે જે મને આ ભવસમુદ્રમાંથી ગાળે એટલે કે પેલે પાર ઉતારે તે મંગલ કહેવાય. અધ્યાત્મ-રસિક ગાળવાની ક્રિયાનો વિચાર કરવો ઘટે. જેમ ચા પીવી હોય તો એને ગળણીથી ગાળવામાં આવે છે. આને પરિણામે ચાની નકામી ભૂકી અને ચાનું પીણું જુદાં પડી જાય છે. પરિણામે કચરા વિનાની ચોખ્ખી ચા પીવા સાંપડે છે. આ આત્માની આસપાસ કર્મરૂપી કચરો લાગેલો છે. આત્મા પરથી એ કચરાને કોણ જુદો પાડી શકે ? આ શક્તિ છે નમસ્કાર મહામંત્રની. જે નમસ્કાર આ આત્માને કર્મરૂપી કચરાથી ગાળીગાળીને ચોખ્ખો બનાવે તે નમસ્કાર મંગલ કહેવાય છે.
એક એવી પણ જિજ્ઞાસા જાગે કે જેઓ અરિહંત, સિદ્ધ પદ પામ્યા નથી પરંતુ તીર્થકર થયા વિના ઘાતી કર્મો ખપાવીને, કેવળજ્ઞાની બનીને આ ભૂમિ પર વિચરે છે તેમનો શેમાં સમાવેશ થાય ? આના ઉદાહરણરૂપે આપણે શ્રી સુધર્માસ્વામી, શ્રી જંબુસ્વામી વગેરે વિશે વિચારી શકીએ. એ જ રીતે જિનશાસનમાં ભરત મહારાજા, ચિલાતીપુત્ર વગેરે ગૃહસ્થરૂપે અને સંસારી વસ્ત્રમાં કેવળજ્ઞાન પામ્યા હતા તેમનું શું ? વળી જે ઓ આચાર્ય કે ઉપાધ્યાય નહોતા પરંતુ ગણિ (ગણના નાયક), પંન્યાસ (વિશિષ્ટપદે બિરાજમાન), સ્થવિર (જ્ઞાનાદિમાં વૃદ્ધ) જેવી પદવીઓવાળા મહાત્માને નમસ્કાર ક્યાં ?
આને માટે શ્રી નમસ્કાર મહામંત્રનું પાંચમું પદ ખૂબ સૂચક છે. આ પદમાં બીજા પદ કરતાં ‘સવ' એવો એક અધિક શબ્દ મળે છે. એનો અર્થ જ એ કે અરિહંત, સિદ્ધ, આચાર્ય અને ઉપાધ્યાયમાં જેમનો સમાવેશ ન થયો હોય તેવા તમામ પરમેષ્ઠી પુરુષનો પાંચમા પદમાં સમાવેશ થાય છે. આમ સર્વ પ્રકારના શેષ મહાત્માઓના સમૂહ માટે ‘સવ' શબ્દ યોજવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે આ મહામંત્ર જેટલો સૂક્ષ્મ છે તેટલો જ વ્યાપક છે. એથી જ એને ‘સલ્વ-પાવ-પ્પણાસણો' કહ્યો છે. આમાં ‘સવ” એટલે ‘સર્વ', ‘પાવ' એટલે ‘પાપ’ અને ‘પ્પણાસણો' એટલે ‘પ્રણાશક'. બધાં પાપોનો પ્રકર્ષથી નાશ કરનાર અથવા વિધ્વંસક. સર્વ શબ્દ એ તમામ પ્રકારનાં અધર્મ અને અશુભ કર્મોને આવરી ) લે છે. પ્રણાશન શબ્દ અત્યંત નાશ કે સર્વથા નાશનો અર્થ દર્શાવે () છે. આ રીતે આનો અર્થ થશે સર્વ અધર્મનો કે અશુભ કર્મનો અત્યંત નાશ કરનાર.
આવો, સર્વ પાપનો નાશ કરનાર આ મંત્ર હોવાથી ‘ઉપદેશતરંગિણી' ગ્રંથમાં કહ્યું છે કે ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય કે કષ્ટના સમયે અને સર્વ સમયે નવકારમંત્રનું સ્મરણ કરવું જોઈએ. વળી મૃત્યુ વેળાએ જેઓ આ મહામંત્રનું સ્મરણ કરે છે, તેની ભવાંતરને વિશે સદગતિ થાય છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
III. સાંપ્રદાયિક મંત્ર નહીં, પણ સ્વરૂપમંત્ર
જિજ્ઞાસા એ જ્ઞાનની જનની છે. સત્યશોધક અને અધ્યાત્મજિજ્ઞાસુ સતત જિજ્ઞાસા અને ખોજવૃત્તિથી સત્યપ્રાપ્તિ કરતા હોય છે.
જૈન ધર્મમાં પાંચ મહાવ્રતમાં અહિંસા પછી તરત જ સત્યને સ્થાન અપાયું છે. એ બાબત દર્શાવે છે કે આ ધર્મમાં જડતા, વહેમ, અસત્ય, રૂઢિગ્રસ્તતા કે ગતાનુગતિકતાને ક્યાંય સ્થાન નથી.
શ્રી નમસ્કાર મહામંત્રની ગહનતા એટલી છે કે એમાં જિજ્ઞાસા જાગતી જ રહે. અને આરાધકને એ જિજ્ઞાસા પણ લાભદાયી બને. કારણ કે જિજ્ઞાસા સંતોષવા જતાં સાંપડેલી જાણકારી અને અધ્યાત્મના આચાર-વિચારની નવી દિશા ખોલી આપે છે.
એક સવાલ એ છે કે નમસ્કાર મંત્રમાં આપણે કોને નમસ્કાર કરીએ છીએ ?
હકીકતમાં શ્રી નમસ્કાર મહામંત્ર જૈન ધર્મના હાર્દને હૂબહૂ પ્રગટ કરે છે. જૈન ધર્મ એ ભાવનાનો ધર્મ છે, આધ્યાત્મિક ઊર્વીકરણનો ધર્મ છે. આવું ઊર્ધીકરણ સધાય ત્યારે વ્યક્તિનાં નામ, ઠામ કે ગામ કશાય મહત્ત્વનાં રહેતાં નથી. માત્ર એની આધ્યાત્મિક પ્રાપ્તિ જ મહત્ત્વની બને છે.
આથી નમસ્કાર મહામંત્રમાં પદને નમસ્કાર છે, ગુણને નમસ્કાર છે, કોઈ વ્યક્તિવિશેષને નમસ્કાર નથી. વિશ્વના અન્ય ધર્મોના મહામંત્રોને જોઈએ ત્યારે ખ્યાલ આવે કે તેમાં તો અમુક વ્યક્તિવિશેષને નમસ્કાર કરવામાં આવે છે. તેમનું શરણ સ્વીકારવામાં આવે છે. જ્યારે નમસ્કાર મંત્રની મહત્તા જ એ છે કે એ વ્યક્તિવિશેષને બદલે ગુણને નમસ્કાર કરે છે. પરિણામે આ મંત્ર એ સાંકડા સાંપ્રદાયિક સીમાડાઓને વટાવી જાય છે. માનવી- * માનવી વચ્ચેની ભેદરેખાને ભૂંસી નાંખે છે અને જીવમાત્ર માટેનો મંત્ર બની રહે છે.
કોઈપણ જાતિ કે કોઈપણ દેશની વ્યક્તિ જે આ ગુણની આરાધના કરવા ચાહતી હોય તેનો આ મહામંત્ર છે. એમાં કોઈ ચોક્કસ કાળમાં વસેલું મર્યાદિત સત્ય નથી. પરંતુ જીવમાત્ર માટેનું કાલાતીત સનાતન સત્ય રહેલું છે. પરિણામે નમસ્કાર મહામંત્ર એ સાંપ્રદાયિક મંત્ર નથી, બલકે સ્વરૂપમંત્ર છે. જીવમાત્રના સત્ય સ્વરૂપને એમાં દર્શાવવામાં આવ્યું છે. પ્રત્યેક જીવ એના અંતરમાં તો જાયે-અજાણ્ય નમસ્કાર મહામંત્રની ભાવના જ ધરાવતો હોય છે.
શ્રી નમસ્કાર મહામંત્રમાં આવતો ‘અરિહંત' શબ્દ અનેકની જિજ્ઞાસા જગાડી ગયો. ‘અરિ' એટલે ‘દુમન’ અને ‘હંત' એટલે ‘હણનાર' – એવો એનો અર્થ પ્રચલિત થાય છે. શબ્દોનો અર્થ
Page #24
--------------------------------------------------------------------------
________________
એની ધાતુ પરથી પ્રચલિત થતો હોય છે, પરંતુ કેટલાક શબ્દોનો અર્થ વ્યવહારમાં જુદી રીતે સમજાવવામાં આવે છે, જેમકે, ‘શ્રાવક’ શબ્દનો ધાતુ પરથી થતો અર્થ જુદો છે. પરંતુ ઘણીવાર શ્ર-વ-ક એ શબ્દોને લક્ષમાં રાખીને ‘શ્રદ્ધા', વિવેક, અને ક્રિયા કરનાર ‘શ્રાવક' કહેવાય તેવો અર્થ કરવામાં આવે છે.
આ રીતે ‘અરિહંત' શબ્દને ‘અરિહંત' શબ્દનો વિરોધી માનવામાં આવે છે. ‘અરિહંત' એટલે શત્રુઓથી હણાયેલો અને ‘અરિહંત' એટલે શત્રુઓને હણનારો.
હણવાનું છે કોને ? દુશ્મન છે કોણ ?
આ અરિ એટલે આત્માદ્રવ્યના દુશ્મન પુદ્ગલ દ્રવ્યને ગણવામાં આવે છે. આ પુદ્ગલની સાથે જોડાયેલા રાગ-દ્વેષને કારણે મોહ, માયા, મમતા, લોભ, માન અને ક્રોધ જાગે છે. આમાંનો એક દુર્ગુણ હોય તો તે બધા દુર્ગુણ જગાડનારો બને છે ! આ બધા શત્રુઓને હણીએ તો જ અરિહંતની ભાવના સિદ્ધ થાય. આમ બહિરંગ એટલે કે પુદ્ગલ દ્રવ્ય અને અંતરંગ અર્થાત્ રાગ-દ્વેષ જેવા અરિઓને જેણે હણી નાખ્યા છે તે અરિહંત કહેવાય.
અરિહંત શબ્દનો અર્થ માત્ર ‘શત્રુને હણનારા' એ જ કરીએ તો એમાં સામાન્ય કેવળજ્ઞાનીનો આમાં સમાવેશ થઈ જાય. આથી ‘અરિહંત' શબ્દના મૂળ ધાતુ “અહં'નો વિચાર કરવો પડશે અને એનો અર્થ ‘ચોત્રીસ અતિશયોને યોગ્ય' એવો થાય છે. જ્યારે આ અર્થ લેતા સામાન્ય કેવલી પરમાત્મા આદિ સર્વ પાંચમા પદમાં આવે છે.
અને છેલ્લે એક અન્ય જિજ્ઞાસાનો પણ વિચાર કરી લઈએ. નમસ્કાર મંત્રના પાંચમા પદમાં ‘લોએ” પદ કેમ રાખવામાં
આવ્યું છે ? આનું કારણ એ છે કે સાધુઓ બે પ્રકારની લબ્ધિવાળા હોય છે. વૈક્રિય એટલે કે જુદી જુદી ક્રિયા કરી શકે તેવા હોય છે અને આહારક એટલે પૂર્વધરો જે શરીર બનાવે તેવા હોય છે. આ ઉપરાંત એમની પાસે જંઘાચરણ અને વિદ્યાચરણ જેવી લબ્ધિઓ પણ હોય છે. આ લબ્ધિઓના બળે તેઓ મનુષ્યલોકની બહાર નંદીશ્વર, કુંડલ, રુચક વગેરે દ્વીપોમાં દર્શનને કાજે આવાગમન કરતા હોય છે. વળી મેરુ પર્વતના પાંડુક વનમાં પણ તેઓ આવજા કરે છે. વળી દેવતાઓ રાગ-દ્વેષથી મુનિઓનું સંહરણ (ગુપ્ત કરી નાંખવું) કરીને અકર્મ ભૂમિઓમાં લઈ જતા હોય છે. આમ લોકના જુદા જુદા કેટલાય ભાગમાં મુનિઓ વિચરતા હોય છે અને તે તમામને નમસ્કાર કરવા માટે ‘લોએ” શબ્દ વાપરવામાં આવ્યો છે.
આવા નમસ્કાર મંત્રને શાશ્વત કેમ કહેવામાં આવે છે ? આનું કારણ એ કે બધાં તીર્થંકર ભગવંતોના સમયમાં એમના જ ગણધર ભગવંતો સૂત્રોની રચના કરે છે. બને છે એવું કે આ સૂત્રના અર્થો એના એ રહે છે, પરંતુ એની શબ્દરચના બદલાય પણ ખરી. જ્યારે નવકાર મંત્રની વિશેષતા એ છે કે એના અર્થો તો એના એ જ રહે છે તે ઉપરાંત એની શબ્દરચના પણ તેની તે જ રહે છે, આથી એને શાશ્વત કહેવામાં આવે છે.
આવો નવકાર મંત્ર સંસારરૂપી સમરાંગણમાં રહેલા આત્માઓને શરણરૂપ છે. અસંખ્ય દુ:ખોનો ક્ષય કરનાર અને કલ્યાણ-કલ્પતરુ છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
||૧૦||.
વિધિ, ધ્યાન અને રંગ શ્રી નમસ્કાર મહામંત્રમાં સ્નાન કરીને પ્રથમ શરીરથી પવિત્ર બનવું. પછી પદ્માસનની મુદ્રામાં બેસીને હાથ વડે યોગમુદ્રા કરવી અને સ્પષ્ટ, મધુર અને ગંભીર સ્વરે સંપૂર્ણ નવકારમંત્રની માળા ગણવી. હાથની આંગળીથી, માળાથી તેમજ અનાનુપૂર્વી વગેરેથી નવકારનો જાપ કરી શકાય. માળાને હૃદય સામે રાખીને તેને વસ્ત્ર કે પગનો સ્પર્શ ન થાય તેમ કરવું જોઈએ. વળી મેરુ(મર-મણકા)નું ઉલ્લંઘન ન થાય એ રીતે વિધિપૂર્વક માળા ગણવી જોઈએ.
હોવા છતાં તેનાથી શાંતિકાર્યો કરાય છે અને તે ઉત્તમ છે. નવકારનો માનસ જપ સૌથી વિશેષ ફળદાયી છે તેમ શ્રી પાદલિપ્તસૂરિજીએ “પ્રતિષ્ઠા પદ્ધતિમાં જણાવ્યું છે.
શ્રી નમસ્કાર મહામંત્રમાં જુદા-જુદા રંગનું ધ્યાન કરવામાં આવે છે. એમાં નમો અરિહંતાણં સમયે શ્વેત રંગનું ધ્યાન કરવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાના ચંદ્રની મફક શ્વેત રંગથી પવિત્રતા અને એકાગ્રતા વધે છે. વિકારની શુદ્ધિ થાય છે. નમો સિદ્ધાણં પદ પર ધ્યાન કરતી વખતે પૂર્વ દિશામાં ઉદય પામતા ઉષાના સૂર્યના લાલ રંગ પર નમો સિદ્ધાણં પદનું ધ્યાન કરવું જોઈએ. આ લાલ રંગ સ્કૂર્તિ, જાગૃતિ, ઉત્સાહ લાવે છે અને આંતરદૃષ્ટિ વિકસિત કરે છે. આ લાલ રંગ પિટ્યુટરી ગ્લેન્ડ અને એના સાવોને નિયંત્રિત કરવામાં સહાયક બને છે. નમો આયરિયાણ પદનું ધ્યાને સુવર્ણ જેવા પીળા રંગ પર કરવાથી તેજ અને પ્રભાવની વૃદ્ધિ થાય છે. પીળા રંગથી શારીરિક દુર્બળતા દૂર થાય છે અને જ્ઞાનશક્તિ વિકસિત થાય છે. નમો ઉવજઝાયાણં પદ વખતે નીલા રંગનું ધ્યાન કરવાથી શરીર અને મનમાં શાંતિ અને સમાધિ વધે છે. નીલો રંગ સાધકને એકાગ્રતામાં સહાયક થાય છે. નમો લોએ સવ્વ સાહૂણં પદનું ધ્યાન કાળા રંગ પર એકાગ્ર થઈને કરવું. કાળો રંગ બાહ્ય અનિષ્ટો અને શારીરિક રોગોનો અવરોધક છે, એનાથી શરીરની પ્રતિકારશક્તિ અને સહિષ્ણુતા વધે છે.
મંત્રપટ પર આ રીતે લખેલા રંગોને અનિમેષ દૃષ્ટિએ જોઈને ધીરે ધીરે આંખો બંધ કરવી. એ રંગનું પ્રતિબિંબ બંધ આંખોમાં પડશે અને ત્યારે નમસ્કાર મંત્રના અક્ષર પણ એ જ રંગમાં દેખાશે.
નવકારમંત્રના જપની ત્રણ પદ્ધતિ છે. બધા સાંભળી શકે તેમ મોટે અવાજે જપ કરવાની ક્રિયાને ભાષ્ય જપ કહેવાય છે, બીજાઓ સાંભળી ન શકે તેવો પણ અંદરથી રણરૂપ હોય તેમજ જીભ અને હોઠ થોડા હાલતા હોય તેને ઉપાંશુ જપ કહેવામાં આવે છે. જે માત્ર મનોવૃત્તિ વડે જપાય તે માનસજપ છે. તેનો અનુભવ સાધકને પોતાને જ થાય છે. આમાં ભાષ્ય જપ અધમ કહ્યો છે, કારણ કે આ પ્રકારનો જપ વશીકરણ જેવાં દુષ્ટ કાર્યો માટે પણ થાય છે. ઉપાંશુ જપ મધ્યમ કહ્યો છે, જ્યારે માનસ જપ કષ્ટસાધ્ય
Page #26
--------------------------------------------------------------------------
________________
TI શ્રી નરગર મહામંત્ર | मंत्रं संसारसारं त्रिजगदनुपम सर्व-पापारिमंत्र संसारोच्छेदमंत्रं विषय-विषहरं कर्म-निर्मूलमंत्रं । मंत्र सिद्धिप्रदानं शिवसुख-जननं केवलज्ञान-मंत्रं मंत्र श्री जैनमंत्र जप जप जपितं जन्म निर्वाण मंत्रम् ।।
શી
પંચ પરમેષ્ઠી
વંદના
શ્રી નમસ્કાર મહામંત્ર સમગ્ર સંસારનો સાર છે. ત્રણ લોકમાં અનુપમ છે.
સર્વ પાપનો નાશક છે. સંસારનાં દુ:ખોનો ઉચ્છેદક છે. વિષય-વિષ આદિને દૂર કરનારો છે.
કર્મના મૂળને નષ્ટ કરનારો છે.. સર્વ મંત્રની સિદ્ધિ આપનારો મૂળ મંત્ર છે.
એના જપથી જન્મ, મરણથી છુટકારો મળે છે અને
મુક્તિસુખ સાંપડે છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
અરિહંત વંદના
સિદ્ધ વંદના
કરી અતુલ આતમ બળ વડે આંતર રિપુ નિકંદના, દૂષણ અઢારે દૂર કર્યા આતમ સ્વરૂપની નંદના; ગુણગણ અનંતા જેહના કેમે કરી ય ગણાય ના, અરિહંતના શુભ ચરણમાં કરું. ભાવથી હું વંદના. ૧
લોકાગ્રભાગે સિદ્ધ શીલા ઉપરે જે બિરાજતા, નિજ પૂર્ણ કેવળજ્ઞાને લોકાલોકને નિહાળતા; આનંદ વેદન સુખ અનુપમ દુ:ખ તો લવલેશ ના, સવિ સિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૧
કેવળ લહી દ્રષ્ટા બને સવી દ્રવ્ય ખેતર કાળના, જાણે બધા ભાવો છતાં તન મન થકી લેપાય ના; વિહરે જે વાયુની પરે વસુધાતલે પ્રતિબંધના, અરિહંતના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૨
જે નિષ્કષાયી નાથ નિર્મોહી નિરાકારી સદા, અવિનાશી અકલ એરૂપવંતી આત્મગુણની સંપદી; નિર્મુક્ત જે વળી નિત્ય દેહાતીત નિજરૂપ રંજના, સવિ સિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૨
જે દેવનિર્મિત સમવસરણે બેસી દેતા દેશના, વાણી અમીય સમાણી સુણતા તૃપ્તિ કદીએ થાય ના; ચોત્રીશ અતિશય શોભતા પાંત્રીસ ગુણ વાણી તણા, અરિહંતના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૩
કદી જાય ના એવાં સુખોના સ્વામી સિદ્ધ જિનેશ્વરો, ક્ષય થાય ના એવો ખજાનો ભોગવે પરમેશ્વરો; રિદ્ધિ અને સિદ્ધિ અનંતી જેહની કરે સેવના, સવિ સિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૩
માર્ગોપદેશક ગુણ ભલો વ્યસની સદૈવ પરાર્થના, સુર અસુર કિન્નર ભક્તિભાવ હર્ષથી કરે અર્ચના; જે નામનું સંસ્મરણ દુરિત દૂર કરે ભવભવ તણા, અરિહંતના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૪
ઘાતી અઘાતી કર્મ જે સાથી અનાદિ કાળના, તેને કરી ચકચૂર સ્વામી જે થયા નિજ ભાવના; અક્ષય સ્થિતિ શાશ્વત સુખો ભોક્તા મહા સામ્રાજ્યના, સવિ સિદ્ધના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૪
ૐ હું સપ્રાતિહાર્યાતિશયશાલિભ્યઃ શ્રી અહંભ્યઃ નમઃ સ્વાહા ||
| ૐ હું પ્રાપ્તાનન્ત ચતુષ્ટયેભ્યઃ
શ્રી સિદ્ધભ્યઃ નમઃ સ્વાહા ||
Page #28
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વંદના
ઉપાધ્યાય વંદના
પરમેષ્ઠીના ત્રીજા પદે જે સ્થાન પાવન પામતા, છત્રીસ ગુણોને ધારતા ષડુ શત્રુગણ નિવારતા; વહેતાં વ્રતોના ભારને કરતા સ્વ-પરની સારણા, આચાર્યના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૧
શાસન તણા ઉધાનને લીલુડું નિત જે રાખતા, ચોથે પદે જે અલંકર્યા નીલ વરણ કાંતિ સુરાજતા; પોતે ભણે પરને ભણાવે ભંડાર ગુણ વિનય તણા, ઉપાધ્યાયના શુભ ચરણમાં કરું. ભાવથી હું વંદના. ૧
ધૂરિ જે જિનશાસન તણા દેતા મધુરી દેશના, પ્રતિબાધતા ભવિ લોકને જે ભાવતા શુભ ભાવના; શાસક પ્રભાવક જે કહ્યા નેતા ચતુર્વિધ સંઘના, આચાર્યના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૨
શાસ્ત્રો તણા ગુઢાર્થભેદો બુદ્ધિબળથી ખોલતા, જે સારથી સમુદાયના સન્માર્ગને સંસ્થાપતા; અજ્ઞાનના અંધારપટ ઉલેચતા શિશુવંદના, ઉપાધ્યાયના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૨
ગીતાર્થતા જેને વરી વ્યવહારકુશળતા ભરી, ભાખ્યા જે તીર્થકર સમાં, શાસ્ત્રો તણા જ્ઞાનેશ્વરી; જયકાર શાસનનો કરે પાલક સદા જિનઆણના, આચાર્યના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૩
શાસન તણા સામ્રાજ્યના મહામંત્રીપદ પર રાજતા, જે પદ તણા સંસ્મરણથી મંદો સુપાવે પ્રાજ્ઞતા; ઉપયોગવંત પ્રધાન જયણા ભાવ ભીરુ પાપના, ઉપાધ્યાયના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૩
જ્ઞાનાદિ પંચાચાર જે પાળે પળાવે હેતથી, સાધુ તથા સમુદાયનું કરે યોગ-ક્ષેમ વિવેકથી; તોલીને લાભાલાભ જે રક્ષક બને શ્રી સંઘના, આચાર્યના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૪
જે ગુપ્તરત્ન નિદાન સમ પચ્ચીશ ગુણે કરી ઓપતા, મહાને ચલાવે પણ સૂરિની આણ કદીએ ન લોપતા; કરે સારણા ક'દી વારણા નિત ચોયણા પ્રતિચોયણા, ઉપાધ્યાયના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૪
ૐ હ્રીં પંચાચારપવિત્રેભ્યઃ શ્રી સૂરિભ્યઃ નમઃ સ્વાહા //
ૐ હું શુદ્ધસિદ્ધાન્તાધ્યાપનપ્રવણેભ્યઃ શ્રી ઉપાધ્યાયેભ્યઃ નમઃ સ્વાહા //
Page #29
--------------------------------------------------------------------------
________________
સાધુ વંદના
તજી માત તાત સ્વજન સંબંધી પ્યારા સૌ પરિવારને, મૂકી માયા ને મમતા નઠારી, સ્વાર્થ ભર્યા સંસારને; કર સાધના એકાંતમાં એક પૂર્ણ પદની ઝંખના, એ શ્રમણના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૧
તપ ત્યાગ ને સ્વાધ્યાયમાં તલ્લીન જે નિશદિન રહે, ઉપસર્ગ ને પરીષહ તણી વણઝાર જે હસતા સહે; દશવિધ સાધુ ધર્મની કરે ભાવથી આરાધના, એ શ્રમણના શુભ ચરણમાં કરું. ભાવથી હું વંદના. ૨
તલવાર ધાર સમા મહાવ્રત પાળતા જે આકરા, નૈષ્ઠિક બ્રહ્મ રાચતા સવિ જીવના જે આશરા; વર હેમની પરે ઓપતા સેતુ સકલ કલ્યાણના, એ શ્રમણના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૩
નમો અરિહંતાણં નરનાથો-રાજાઓ પણ તેઓને વશ થાય છે, દેવેન્દ્રો પણ તેઓને પ્રણામ કરે છે અને સર્ષોથી તેઓ ભય પામતા નથી કે જેઓ શ્રી
અરિહંત પરમાત્માનું શરણ ભાવપૂર્વક સ્વીકારે છે. મહ તેના પર રોષે ભરાતો નથી, તે હંમેશાં આનંદમાં રહે છે
અને તે અલ્પકાળમાં જ મોક્ષ પામે છે કે જે ભવ્ય પુરુષ શ્રી અરિહંત પરમાત્માને ભાવપૂર્વક ભજે છે. અનન્ત ગુણસ્વરૂપ જે અરિહંત પરમાત્માને કેવળજ્ઞાનીઓ પણ પ્રદક્ષિણ-પૂર્વક પૂજે છે, તેમના પ્રભાવને કેવળી વિના બીજું
કોણ જાણી શકે? રિપુ (શત્ર) - જે રાગદ્વેષાદિ વડે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ પણ
પજવાયા તે રાગાદિને બીજા કોઈની મદદ વિના, શ્રી જિનેશ્વરે
હણી નાંખ્યા ! હંસ એકમેક થઈ ગયેલ દૂધ અને પાણીને જેમ અલગ કરે છે તેમ
એકમેક થઈ ગયેલ જીવ અને કર્મને અલગ કરનાર એક વીતરાગ
ભગવંત જ છે. તયિન: જીવોને કર્મના પાશમાંથી છોડાવનારા, સંસારસમુદ્રમાં ડૂબતાં પ્રાણીઓને તારનારા અને તત્ત્વજ્ઞાનીઓના પણ સ્વામી
એવા શ્રી જિનેશ્વર ભગવંતોનું અમે ધ્યાન કરીએ છીએ. ણ અક્ષર ત્રણ ઊભી લીટીવાળો અને માથે બિંદુવાળો છે. એ એમ સૂચવે છે કે દેવ, ગુરુ અને ધર્મરૂપ ત્રણ તત્ત્વની આરાધનાથી પોતાના આત્માને પવિત્ર કરનાર ભવ્ય જીવ મોક્ષ પામે છે.
સાત ક્ષેત્રની જેમ સફળ તથા સાત ક્ષેત્રની જેમ શાશ્વત એવા નમસ્કાર મહામંત્રના પ્રથમ ‘નમો અરિહંતાણં' પદના સાત અક્ષરો મારા સાત પ્રકારના ભયનો નાશ કરો.
• આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર •
સાધે જે નિરતિચાર પાંચ મહાવ્રતોના યોગને, જે વાસી - ચંદન કલ્પ, ના વાંછે સુરાદિ ભોગને; ઇચ્છે પ્રસંશા ના કદી નિંદક પ્રતિ પણ દ્વેષ ના, એ શ્રમણના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. ૪
ૐ હું સિદ્ધિમાર્ગ સાધનસાવધાનેભ્યઃ શ્રી સર્વસાધુભ્યઃ નમઃ સ્વાહા //
Page #30
--------------------------------------------------------------------------
________________ પંચ પરમેષ્ઠી-ભક્તિ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે અને એટલે જ ગુણાભિલાષી ભવ્યાત્માઓ માટે મૂર્તિમંત ગુણોની જેમ જ પૂજ્ય છે. | વિશેષ આવશ્યક ભાષ્ય, 2942] જે મનુષ્ય સંયમમાં દેઢ હોવા છતાંય સમ્યગુદર્શનાદિ ચાર આરાધનાઓના નાયક પંચપરમેષ્ઠીની ભક્તિ નથી કરતો તે પડતર જમીનમાં ભાતની વાવણી કરે છે. | ભગવતી આરાધના, 749] વિધિપૂર્વક વાવેલાં બીજ વર્ષાને કારણે જેવી રીતે ફળમાં પરિણમે છે તેવી જ રીતે અરિહંત આદિની ભક્તિ જ્ઞાન, ચારિત્ર્ય, દર્શન અને તારૂપી ફળોમાં પરિણમે છે. | ભગવતી આરાધના 751 ] ***