________________
છે પ્રારંભે છે
II દમ II
જગતના પ્રત્યેક ધર્મ અને ભિન્ન ભિન્ન જાતિઓમાં મંત્રસાહિત્ય પ્રાપ્ત થાય છે. આ મંત્રોમાં શ્રી નમસ્કાર મહામંત્ર અનેક રીતે વિશિષ્ટ છે. આ મંત્રમાં કોઈ વ્યક્તિવિશેષની ઉપાસનાને બદલે ગુણલક્ષી સાધના છે. એનું ધ્યેય આત્માની ઊંચાઈને પામવાનું છે. એનાથી ભતિક અવરોધો આપોઆપ દૂર થતા હોય છે. આ મંત્રને ચૌદ પૂર્વનો સાર કે જિનશાસનનું હાર્દ કહેવાય છે.
આવા અત્યંત પ્રચલિત મહામંત્ર વિશે એક લેખમાળા લખવાનું ‘મંગલયાત્રા’ સામયિકના તંત્રી શ્રી નગીનભાઈ શાહે સુચન કર્યું. ‘મંગલયાત્રા માં આ લેખમાળાને બહોળો આવકાર મળતાં એમાં થોડા લેખો ઉમેરીને અહીં એને પુસ્તિકારૂ પે પ્રકાશિત કરીએ છીએ. મુરબ્બીશ્રી નગીનભાઈ શાહે આ લેખમાળા નિયમિત પ્રકાશિત થતી રહે તે માટે સતત ચીવટ રાખીને લખાવી, એ એમનો સ્નેહ જ આના સર્જનમાં પ્રેરક બન્યો. એની પ્રથમ અવૃત્તિ પ્રગટ થતાં જ વેચાઈ ગઈ. આ બીજી આવૃત્તિ સુધારાવધારા અને ઉમેરા સાથે પ્રગટ કરીએ છીએ.
શ્રી નમસ્કાર મહામંત્ર વિશે સહુ કોઈને સમજાય એવી રજૂઆત કરવાનું લક્ષ અહીં રાખ્યું છે. વળી આ મહામંત્ર વિશે ભાવિકજનોમાં જોવા મળતી જિજ્ઞાસાને પણ આલેખી છે અને એ તાત્ત્વિક પ્રશ્નોના જવાબ આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. રોજિંદા જીવનમાં વણાઈ ગયેલા આ મહામંત્રના રહસ્યને સરળ ભાષામાં સુલભ બનાવવાનું કાર્ય આ પુસ્તિકા કરશે, તો મારો પ્રયાસ સાર્થક બનશે. ઑગસ્ટ, ૨000
- કુમારપાળ દેસાઈ
૧. અરિહંત કોને કહેવાય ? ૨. સિદ્ધ આત્માઓ ૩. અરિહંત ભગવંતો અને સિદ્ધ પરમાત્માઓ ૪. આચાર્યપદનું અવર્ણનીય ગૌરવ ૫. સમ્યગુ જ્ઞાન અને સમ્યમ્ ક્રિયાના
સમન્વય-સાધક ઉપાધ્યાય ૬. મૈત્રી અને મોક્ષના સાધક તે સાધુ ૭. સર્વ મંગલોમાં પ્રધાન મંગલ ૮. માર્મિક જિજ્ઞાસા અને જવાબ
૯. સાંપ્રદાયિક મંત્ર નહીં, પણ સ્વરૂપમંત્ર ૧૦. વિધિ, ધ્યાન અને રંગ * શ્રી પંચ પરમેષ્ઠી વંદના