________________
કરીએ. આમાંથી જ જૈનદર્શનની સુક્ષ્મતા અને વ્યાપકતા બંનેનો જીવંત ખ્યાલ મળી રહેશે. આચાર્ય દેશયુક્ત, કુલયુક્ત, જાતિયુક્ત અને સુંદર આકૃતિને કારણે રૂપયુક્ત હોવા જોઈએ. દીર્ઘ સમય સુધી પ્રવચનાદિ કાર્યો કરવાનાં હોવાથી ઉત્તમ પ્રકારનું શરીરસામર્થ્ય હોવું જોઈએ. તેઓ નિદ્રાને જીતનાર અને દીપ્તિમાન હોવા જોઈએ. આ થઈ આચાર્ય મહારાજના બાહ્ય દેખાવની વાત,
આચાર્ય ભગવંતની મનોસુષ્ટિ અંગે એમ કહેવાયું છે કે તેઓ અટપટા પ્રશ્નોમાં મુંઝાઈ ન જાય તેવું ધૃતિયુક્ત ચિત્ત ધરાવનાર, શ્રોતાઓ પાસેથી આહાર, પાત્ર કે વસ્ત્રની ઇચ્છા રાખતા નહીં હોવાથી અનાશંસી, માયારહિત, સ્વભાવથી ગંભીર, દૃષ્ટિથી સૌમ્ય અને જ્યાં જાય ત્યાં સ્વ-પરના કલ્યાણકર હોવા જોઈએ.
- આચાર્યપદ ધરાવનાર પાસે ધર્મનું માર્ગદર્શન આપવા ( માટે કેવી મતિ, શક્તિ અને વ્યાખ્યાનશૈલી હોવી જોઈએ તે
દર્શાવતાં શાસ્ત્ર કહે છે કે તેઓની સૂત્રાર્થવાચના સ્થિર થયેલી હોવી જોઈએ. થોડા શબ્દોમાં મર્મગામી અસર ધરાવતી હોવી જોઈએ. વિશાળ પરિષદમાં ક્ષોભ પામ્યા વિના પોતાના મંતવ્યને સ્પષ્ટ સમજાવી શકે તેવી વ્યાખ્યાનશૈલી હોવી જોઈએ. એમની પાસે તત્કાળ ઉત્તર આપવાની શક્તિ (આસગ્નલબ્ધ પ્રતિભા) હોય. સૂત્ર, અર્થ અને તે બંને વિધિના જ્ઞાતા હોવાને કારણે એમનું વ્યાખ્યાન સુત્રાનુસાર હોવું જોઈએ. તેઓ દૃષ્ટાંત કે કારણ આપવામાં નિપુણ હોય, વિવેચનનો સચોટ ઉપસંહાર કરી શકે
તેમજ એક વસ્તુને વિવિધ દૃષ્ટિબિંદુથી રજૂ કરી શકે (નયનિપુણ) તેવા હોવા જોઈએ. સમર્થ પ્રતિપાદન કરી શકે અને જિનાગમો તથા તેને લગતાં શાસ્ત્રોની સાથોસાથ અન્ય દર્શનનાં શાસ્ત્રો સારી રીતે જાણતા હોય તેવી ઉચ્ચ પ્રકારની વિદ્વત્તા હોવી જોઈએ.
પોતાના શિષ્યો સાથે આચાર્યના વ્યવહારની વાતમાં અનુભવની ઝલક જોવા મળે છે. કોઈકે થોડો અપરાધ કર્યો હોય અને તેને વારંવાર તેનો એ અપરાધ કહી સંભળાવવામાં આવે એને શાસ્ત્રમાં ‘વિકલ્થન દોષ' કહે છે. આચાર્ય આવા દોષથી તો કેટલાંય જોજન દૂર હોય. શિષ્યના મુખેથી એકવાર એનો અપરાધ સાંભળીને તેને દંડ, આલોચના કે પ્રાયશ્ચિત્ત આપે. એ જ રીતે આચાર્ય પોતાના શિષ્યો પ્રત્યે મધ્યસ્થ અર્થાત્ સમચિત્તવાળા હોવા જોઈએ, જેને પરિણામે ગચ્છનું યોગ્ય સંચાલન કરી શકે.
આચાર્યના અનુભવવિશ્વની વ્યાપકતા દર્શાવતાં ત્રણ 5 વિશેષણો જડે છે – દેશg, કાલજ્ઞ અને ભાવત્ત.
દેશની – ક્ષેત્રની પરિસ્થિતિને બરાબર જાણતા હોય તે છે દેશજ્ઞ કહેવાય.
કાળને એટલે કે પ્રવર્તમાન સમયને બરાબર પારખી શકતા હોય તે કાળજ્ઞ કહેવાય.
પ્રજાની મનોદશાને યોગ્ય રીતે જાણી શકતા હોય તે ભાવજ્ઞ કહેવાય.
આવા દેશશ, ભાવશ અને કાલજ્ઞ હોવા ઉપરાંત આચાર્ય જુદા જુદા દેશોની ભાષાના જાણકાર પણ હોવા જોઈએ. વળી