________________
છે, પરંતુ બન્યું એવું કે બંને ધાતુના સ્વરો બદલાઈ ગયા અને એમાંથી ‘દીક્ષા' શબ્દ બન્યો.
- ‘દા' શબ્દનો અર્થ છે દાન આપવું. માનવી પાસે પોતાની સંપત્તિ હોય, ઘર અને અલંકાર હોય, વસ્ત્ર અને વાસણ હોય. તે બધાં દ્વારા એ સંસારમાં રહેતો હોય છે અને એને પોતાનાં ભોગસુખનાં સાધનો માનતો હોય છે. દીક્ષા લેનારે સૌપ્રથમ શારીરિક આનંદપ્રમોદનાં સાધનોનો ત્યાગ કરવો જોઈએ. સંસારના રાગ છોડે તો જ વિરાગ જાગે. સાધુતાની આ પહેલી શરત.
દીક્ષા શબ્દમાં જે ‘ક્ષિ' ધાતુ છે તેનો અર્થ ‘ક્ષય કરવો” એમ થાય છે. આત્માની સાથે એકમેક બની ગયેલા શરીર અને કર્મ એ - બંનેને બાળીને-ઓગાળીને ક્ષય કરવો. શરીરની ક્ષણભંગુરતા અને ૨ કર્મની લીલા પારખવી એ તો ખરું જ, પણ એથીય વિશેષ તો
આત્માના અસ્તિત્વની ઓળખ પામવી. () સાધુતાની બાબતમાં જૈન ધર્મની મહત્તા જગતમાં જોવા
મળે છે. મહત્તાના બે આધારસ્થંભો છે દાન અને ક્ષય. આ બંને ક્રિયા જેમાં હોય એ દીક્ષા કહેવાય. આવી દીક્ષા ધારણ કરનાર સાધુ-સાધ્વી સંસારનાં તમામ શારીરિક ભોગ-સાધનોથી દૂર રહેનારાં છે અને તેથી તેઓ નિર્લેપ અને કશીય અપેક્ષા વિનાના છે, માત્ર શરીરને જાળવવા માટે જરૂરી હોય તેટલા જ વસ્ત્ર, પાત્ર લે છે અને એટલો જ આહાર ગ્રહણ કરે છે. જોકે આહાર, વસ્ત્ર કે પાત્ર પણ નિર્મમતાભાવે લેતા હોય છે, આથી જ તેઓ સાચા વૈરાગી અને આત્મસાધક બની રહે છે.
આત્માની સાચી સાધના કરે અને મોક્ષના અનુષ્ઠાન સાધે
એ સાધુ કહેવાય. આ સાધુ કઠોર આત્મસાધનાનું પ્રતીક છે. તપસ્યા અને તિતિક્ષાનું જીવંત રૂપ છે. સમતા અને સમભાવનો વહેતો પ્રવાહ છે.
લોભ-વૃક્ષોને જડમૂળથી ઉખેડીને ફેંકી દેનાર, નદીના ધસમસતા પૂર સમાન લોકમાં (જેટલા ભાગમાં પંચાસ્તિકાય વ્યાપીને રહેલું છે તેટલા ભાગને જૈન શાસ્ત્રકારો ‘લોક' કહે છે) ઉત્તમ ચારિત્ર્યવાન અને લોકમાં સર્વોત્તમ એવા સાધુઓ અમારા પાપનો પરિહાર કરો તેવી ભાવના આપણા ધર્મગ્રંથોમાં વ્યક્ત કરવામાં આવી છે.
આ સાધુમાં સામાન્ય રીતે સત્યાવીસ ગુણો હોવા જોઈએ, જે આ પ્રમાણે છે –
પાંચ મહાવ્રતો (૫), રાત્રિભોજનત્યાગ (૧), છકાયના 2 જીવોની રક્ષા (૯), પાંચ ઇંદ્રિયો પર સંયમ (૫), ત્રણ ગુપ્તિ (૩), લોભ રાખે નહીં (૧), ક્ષમા ધારણ કરે (૧), ચિત્ત નિર્મલ રાખે (૧), વસ્ત્ર વગેરેની શુદ્ધ પડિલેહણા કરે (૧), સંયમમાં રહે (અવિવેકનો ત્યાગ-પ્રેક્ષા-ઉપેક્ષાદિ સંયમ) (૧), પરીષહો સહન કરે (૧), ઉપસર્ગો સહન કરે (૧).
શ્રી નમસ્કાર મહામંત્રના પાંચમા પદમાં ‘સવ' એટલે કે ‘સર્વ' શબ્દ પ્રયોજાયેલો છે. એનો અર્થ એ કે અમે લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર કરીએ છીએ. આ ‘સર્વ સાધુઓ' શબ્દનો અર્થ એ કે વિવિધ પ્રકારનાં સાધનો વડે મોક્ષ માર્ગની સાધના કરનાર સઘળા સાધુઓને નમસ્કાર હજો..