________________
મૈત્રી અને મોક્ષના સાધક તે સાધુ
ઊર્ધ્વગામી ભાવના અને જીવંત આચાર એ જૈનદર્શનના 0 રથનાં બે પૈડાં છે. એમાં ઉન્નત ભાવનાઓનું માત્ર આકાશી
આલેખન નથી, પરંતુ એ ઉચ્ચ ભાવનાઓ સ્વ-જીવનમાં કેવી રીતે સાકાર થાય, તેનું ઝીણવટભર્યું ચિંતન અને તેની પ્રક્રિયા પણ છે.
જ્ઞાન અને ક્રિયા, આદર્શ અને અમલ, ભાવના અને સિદ્ધિ - એ બંને બાબતને એકસાથે લક્ષમાં રાખીને આ ધર્મદર્શન ( ધર્મજીવનનો સંવાદ સાધે છે.
વર્તમાન સમયનો આપણો યક્ષ પ્રશ્ન એ છે કે સાચા સાધુ કોને કહેવાય ? એમનું વૈરાગી જીવન કેવું હોય ? એમની પાસેથી શ્રાવકને કે સામાન્ય માનવીને શું પ્રાપ્ત થાય ?
આનંદભરી ઘટના એ છે કે આ પ્રશ્નનો જવાબ આપણા શાસ્ત્રગ્રંથોમાં નિહિત છે, માત્ર એ જ્ઞાનસાગરમાં ડૂબકી મારીને મોતી લઈ આવવાનાં છે.
આ કોઈ અતિશયોક્તિ કે અહોભાવભરી વાત નથી, બલકે નક્કર હકીકત છે. આનું કારણ એ છે કે ધર્મગ્રંથો સાચા અને
ખોટાનો ભેદ સતત જુ દી તારવતા રહ્યા છે, જેમ હંસ નીર અને ક્ષીર જુદું પાડે તે રીતે દરેક વિચારણામાં અને આચરણમાં દ્રવ્ય અને ભાવથી આ ભેદ પ્રગટ કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં ચાર પ્રકારના સાધુનું આલેખન મળે છે. પહેલો પ્રકાર છે તે નામ-સાધુનો. જે સાધુના નામમાં જ માત્ર તે સાધુ છે તેવું પ્રગટ થતું હોય.
બીજો પ્રકાર છે સ્થાપના-સાધુનો, જેમાં કોઈ વસ્તુમાં સાધુની સ્થાપના કરી હોય.
ત્રીજા અને ચોથા પ્રકારમાં એ જ દ્રવ્ય અને ભાવની વાત આવે છે. એટલે જે માત્ર સાધુનો વેશ ધારણ કરતો હોય, પરંતુ સાધુને યોગ્ય એવા સંયમ વગેરે ગુણોનું પાલન ન કરતો હોય. મહાયોગી આનંદઘનજીએ આ ભેદને દર્શાવતાં માર્મિક રીતે કહ્યું છે, ‘આત્મજ્ઞાની શ્રમણ કહાવે,
બીજા તે દ્રવ્યલિંગી રે; સાધુનો ચોથો પ્રકાર તે ભાવ-સાધુનો છે. સાધુના વેશની ) સાથે એના અંતરમાં પણ સાધુતા હોય.
આવી ભાવ-સાધુતાની પારાશીશી કઈ ? એક તો એ સાધુ સમ્યગૂ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્ર વડે મોક્ષની સાધના કરતા હોય. બીજું એ કે જે તમામ પ્રાણીઓ તરફ સમાન ભાવ રાખતા હોય. આમ મોક્ષ અને મૈત્રીના સાધક તે સાધુ.
વ્યક્તિ દીક્ષા લઈને સાધુ બનતી હોય છે. આથી પ્રથમ તો દીક્ષાનો મર્મ જાણી લઈએ. આ દીક્ષા શબ્દમાં ‘દા’ અને ‘ક્ષિ' ધાતુ