________________
[[]]
માર્મિક જિજ્ઞાસા અને જવાબ
નમસ્કાર મહામંત્રની આ લેખમાળાએ જિજ્ઞાસુઓના મનમાં કેટલાક પ્રશ્નો જગાડ્યા છે. આ મહામંત્રની મહત્તા જ એના ચિંતનમાં સમાહિત છે. આવા અપરંપાર મહિમા ધરાવતા મહામંત્રને સર્વમંગલોમાં પ્રથમ મંગલ કહેવાય છે. આપણે જીવનમાં પણ અમુક મંગલ કાર્યો કરતા હોઈએ છીએ. વ્યાવહારિક જીવનમાં લગ્નના માંગલિક પ્રસંગે, ઘરના વાસ્તુ સમયે કે વેપાર-ઉદ્યોગના આરંભ સમયે શુકનવંતો વ્યવહાર કરવામાં આવે છે. આવા શુભકાર્ય સમયે અક્ષત, શ્રીફળ, કંકુ વગેરે શુભ પુદ્ગલોનો ઉપયોગ કરવામાં આવે છે. એની પાછળ શુભ શુકન કે સંકેતનો ખ્યાલ રહેલો હોય છે. જેમકે અક્ષત એટલે અખંડિત ફળ આપનાર અને શ્રીફળ એટલે સમૃદ્ધિ આપનાર.
આ પદાર્થો જ નહીં બલ્કે એના શબ્દાર્થો પણ શુભ સૂચક છે. ‘અ’ એટલે ‘નહીં’ અને ‘ક્ષત’ એટલે ‘ખંડિત’. એનો અર્થ એટલો જ કે જે અખંડિત ફળ આપે તે અક્ષત. એવી જ રીતે ‘શ્રી’ એટલે ‘લક્ષ્મી’. અને લક્ષ્મી એ જ જેનું ફળ છે તે શ્રીફળ.
૩૮
શુભ પ્રસંગોએ શબ્દનો અર્થ વ્યવહારમાં કેવો પ્રયોજાતો હોય છે તેનો ખ્યાલ શ્રીફળ અને જાયફળ પરથી આવે. મંગલ કાર્યોમાં શ્રીફળનો ઉપયોગ કરાય છે પરંતુ જાયફળનો કદી નહીં, કારણ કે લોક્માનસમાં આ શબ્દનો સંકેત જ અશુભ છે અને તે એ કે જેનાથી જાય ફળ તે જાયફળ.
આ અક્ષત કે શ્રીફળ એ સાંસારિક સમૃદ્ધિ આપતાં શુભ શુકનો છે પરંતુ આવાં સાંસારિક સુખો અંતે તો મૃગજળ જેવાં હોય છે. એ ક્ષણિક અને અલ્પાયુષી હોય છે. વળી માનવી પાસે આ સુખો હોય તેમ છતાં માનવીનું જીવન ક્ષણભંગુર હોવાથી આ સુખોના સંયોગનો વિયોગ ચોક્કસ થતો હોય છે. આથી જ આ ભૌતિક ચીજવસ્તુઓ ભૌતિક સુખની લક્ષ્મણરેખામાં જ શુકનવંતી છે તેથી એને દ્રવ્યમંગલ કહેવામાં આવે છે.
જૈન તત્ત્વવિચારની સૂક્ષ્મતાનો સંકેત દ્રવ્ય અને ભાવ એમ બે ભૂમિકાએ થતી વિચારણા આપે છે. દ્રવ્ય સીમાબ, નિયતકાલિક અને સંસારની ફેરફુદરડીના વર્તુળમાં જ સમાયેલું છે. ભાવનો સંબંધ માનવીનાં ઊર્વીકરણ અને આત્મવિકાસ સાધે છે. જૈનદર્શન પ્રત્યેક વિચારને અને દરેક આચરણને આ બે દૃષ્ટિબિંદુએ તાગવાનો વિશેષ વિવેક અને ઔચિત્ય દર્શાવે છે. આથી જ દ્રવ્યમંગલની વાત કર્યા પછી તરત જ ભાવમંગલની સમજ આપે છે. આ ભાવમંગલ એવું હોય છે જેનો વિયોગ થતો નથી. મોક્ષનું સુખ કદી કોઈ છીનવી શકે ખરું ? આવાં ભાવમંગલોમાં મોક્ષસુખ આપનાર નમસ્કાર મહામંત્ર એ આત્માને
૩૬