Book Title: Samaro Mantra Bhalo Navkar Author(s): Kumarpal Desai Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 7
________________ સાચે જ વીતરાગ અર્થાત્ મોહ વિનાના પ્રભુ છે. વળી આવા વીતરાગ પરમાત્મા સર્વજ્ઞ પણ છે. તેઓ ત્રણે કાળના સર્વ પદાર્થોને જાણનારા છે, તેમનાથી કોઈ પદાર્થ અજાણ્યો નથી, સર્વ પદાર્થોને જોઈ શકે તેવું જ્ઞાન તેમને થયેલું છે. આ જ્ઞાન કેવળજ્ઞાન કહેવાય છે. ભગવાન વીતરાગ અને સર્વજ્ઞ છે. આ બંને વિશેષણો વડે જૈન પરમાત્મા અન્ય ધર્મના દેવોથી જુદા છે. આ ભિન્નતા જ એમની આગવી ભાવનાઓની દર્શક બને છે. આ પરમાત્મા બે પ્રકારના હોય છે : (૧) અરિહંત (૨) સિદ્ધ . જેઓ માનવદેહે જન્મ પામી સંસારનો ત્યાગ કરી, 0 સાધુ બની, અનેક ઉપસર્ગો-પરિષહો સહન કરી, ચાર ઘાતી કર્મો ખપાવીને કેવળજ્ઞાને પામી તીર્થની સ્થાપના કરે છે તેમને અરિહંત કહેવાય છે, તથા તીર્થંકર પણ કહેવાય છે. જેમકે આ ભરતક્ષેત્રમાં 2. ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના જે ૨૪ પરમાત્માઓ થયા તે અરિહંત કહેવાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંત પરમાત્માઓ ઘણા થયા છે. અરિ એટલે દુશ્મન અને હંત એટલે હણનારા. આત્માના દુશ્મનને હણનારા તે અરિહંત, જો કે તીર્થંકર ન થનારા અને ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામનારા જીવો પણ સુધર્માસ્વામી, જંબુસ્વામી વગેરેની જેમ દુશ્મનોને હણનારા કહેવાય છે, છતાં તેઓ અરિહંત કહેવાતા નથી. આવું કેમ ? આનાં બે કારણો છે : (૧) કેટલાક શબ્દો યોગરૂઢ હોય છે. તેનો અર્થ જેટલાને વ્યાપકપણે લાગુ પડતો હોય તે બધાને નહીં, પણ અમુકને જ લાગુ પડે છે. જેમકે ‘પંકજ ' શબ્દનો અર્થ ‘કાદવમાં ઉત્પન્ન થયેલુંતેવો થાય છે, પરંતુ હકીકતમાં, કાદવમાં ઉત્પન્ન થનારી તમામ વસ્તુને “પંકજ' કહેવાતી નથી. માત્ર કમળને જ પંકજ કહીએ છીએ. આ રીતે વીતરાગ-સર્વજ્ઞ થનારાને અરિહંત કહેવાતા નથી. ફક્ત તીર્થકરને જ અરિહંત કહેવાય છે. ‘અરિહંત' શબ્દ પ્રાકૃત છે. તેનો મૂળ શબ્દ સંસ્કૃત ભાષામાં (અહંતુ) છે. અહં એટલે યોગ્ય. જે ચોત્રીસ અતિશયોને યોગ્ય હોય તેઓ જ અરિહંત કહેવાય. તીર્થંકર ભગવાનને જ ૩૪ અતિશયો હોય છે આથી તીર્થંકર ભગવંતોને જ અરિહંત કહેવાય છે. નમસ્કાર મંત્ર સિદ્ધ થવાથી) (૧) સર્વ મંત્રો સિદ્ધ થાય છે. (૨) સર્વ શાસ્ત્રોનાં અધ્ય ચનનું ફળ મળે છે. (૩) સર્વ શાસ્ત્રોના રહસ્યનું જ્ઞાન થાય છે. (૪) સર્વ તીર્થો અને સર્વ દેવોનાં દર્શનનો લાભ મળે છે. (૫) સર્વ યજ્ઞો અર્થાત્ સર્વ પૂજાઓનું ફળ મળે છે. (૬) અહંનો નાશ થાય છે અને ‘અર્વારની પ્રાપ્તિ થાય છે. (૭) નવકારના વ્યવહાર અને નિશ્ચયથી સ્વરૂપને સમજીને આત્મા પોતે નવકારમય બની જાય છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30