Book Title: Samaro Mantra Bhalo Navkar Author(s): Kumarpal Desai Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 8
________________ ||રા સિદ્ધ આત્માઓ સિદ્ધ કોને કહેવાય એ જાણતાં પહેલાં કેટલીક મહત્ત્વની બાબતો જાણી લઈએ. જે આત્માઓ આઠ કર્મોનો ક્ષય કરી, શરીરનો ત્યાગ કરી અશરીરી બની, અનંતજ્ઞાનાદિ ગુણમય સહજાનંદી બન્યા છે, તેઓને સિદ્ધ કહેવાય છે. અરિહંત પરમાત્માઓ પણ કેવળજ્ઞાની બન્યા પછી આ મનુષ્યભવનું બાકી રહેલું આયુષ્ય પૂર્ણ કરી બાકીનાં ચાર અઘાતી કર્મો ખપાવી મોક્ષે જાય છે ત્યારે સિદ્ધ બને છે. કોઈ જીવો તીર્થંકરપણું પામીને સિદ્ધ થાય છે. જેમકે તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુથી તીર્થંકર શ્રી મહાવીરસ્વામી પ્રભુ સુધીના તીર્થંકરો. કોઈ જીવો તીર્થંકર થયા વિના પણ સામાન્ય કેવળજ્ઞાની થઈને પણ સિદ્ધ થાય છે. જેમકે સુધર્માસ્વામી, પુંડરિકસ્વામી, ગૌતમસ્વામી, જંબુસ્વામી વગેરે. સિદ્ધ થયેલા આત્માઓ રાગાદિ વિનાના છે, માટે ફરીથી સંસારમાં જન્મ પામતા નથી. અશરીરી હોવાથી કોઈને દેખાતા વર નથી. આવા મોક્ષે ગયેલા અનંતા જીવો છે, અને હજુ અનંતા મોક્ષે જશે. આ સિદ્ધ પરમાત્માઓ લોકના છેડે ઉપર જઈ વસે છે. પિસ્તાળીસ લાખ યોજનના વિસ્તારવાળી સિદ્ધશિલાથી પણ એક યોજન ઊંચા જાય છે. અહીં આપણને એવો પ્રશ્ન જાગે કે શું જ્યોતમાં જેમ જ્યોત મળી જાય, તે રીતે મોક્ષમાં ગયેલા તમામ જીવો મળી જાય છે ખરા? શું ત્યાં બધા આત્માઓનો એક આત્મા બની જતો હશે ? આ પ્રશ્નનો જવાબ છે – ના, મોક્ષમાં સર્વ આત્માઓનો એક આત્મા બનતો નથી, સર્વ આત્માઓ જુદા જુદા જ રહે છે. પરંતુ એક ખંડમાં એક દીવો પ્રગટાવીએ તો તે એક દીવાનો પ્રકાશ તે ખંડમાં રહે છે, અને તે ખંડમાં એકસો દીવા પ્રગટાવીએ તો એકસો દીવાનો પ્રકાશ પણ તે રૂમમાં જ સમાઈ જાય છે. તે બીજા સો દીવાના પ્રકાશને રહેવા માટે જુદું ક્ષેત્ર ન જોઈએ, તેમ સિદ્ધના જીવો અશરીરી હોવાથી તેટલા ક્ષેત્રમાં અનંતા છે તો પણ સમાઈ જાય છે, એમ સમજવું. અનંતા જીવોનો એક આત્મા બની જાય છે એમ ન સમજવું. ન્યાય-વૈશેષિક દર્શનકારો ઈશ્વર (પરમાત્મા) એક જ છે એમ માને છે. જે જે જીવો મોક્ષે જાય છે તે તમામ ઈશ્વરમાં મળી જાય છે, એમ કહે છે. પરંતુ તે અંગે જૈનદર્શનનો મત જુદો છે. જેમ અહીં સર્વે આત્માઓ સ્વતંત્ર છે, તેમ ત્યાં પણ સ્વતંત્ર રહે છે. જીવ જ્યારે મોક્ષે જાય ત્યારે તેનો પ્રારંભ થાય છે. તેને સાદિ કહેવાય છે. પરંતુ ત્યાંથી કદાપિ પાછું આવવાનું નથી. માટે અનંત 93Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30