Book Title: Samaro Mantra Bhalo Navkar
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ તરવાનો માર્ગ બતાવનાર ઉપદેશ આપનાર તો અરિહંત ભગવંતો જ છે, માટે મૂળ ઉપકારી હોવાથી અરિહંત ભગવંતોને પ્રથમ નમસ્કાર કર્યા છે. જેમ પહેલી ચોપડી ભણનાર બાળકને ભણાવનાર શિક્ષક-શિક્ષિકાનો અભ્યાસ માત્ર સાત ચોપડીનો જ હોય છે. પછી પહેલી ચોપડી ભણતો તે બાળક આગળ વધુ ભણીને કૉલેજમાં ગયા બાદ ગ્રેજ્યુએટ બને છે, આમ છતાં સાત આઠ ચોપડી ભણેલાં અને પોતાને ભણાવનારાં તે પ્રાથમિક શાળાનાં શિક્ષક-શિક્ષિકાને નમસ્કાર કરે છે, માન આપે છે. તેમ અરિહંત ભગવંતો ઉપકારી હોવાથી પ્રથમ વંદનીય છે. આ અરિહંત અને સિદ્ધ થનારા પરમાત્માઓ આપણી જેમ પહેલાં તો સંસારમાં ભ્રમણ કરતા હતા, તેઓ પણ જન્મ, જરા અને મરણમાં બંધાયેલા જ હતા, અનેક ભવોમાં ભ્રમણ કરતા હતા, પરંતુ પોતાની ભવિતવ્યતા પાકવાથી તેવા પ્રકારનાં શુનિમિત્તો મળવાથી અને સારો પુરુષાર્થ કરવાથી આત્માભિમુખ-ધર્માભિમુખ બન્યા અને સુંદર ધર્મઆરાધના કરી મનુષ્યભવ પામીને સર્વકર્મોનો ક્ષય કરી પછી મોક્ષે ગયા છે. આ પરમાત્માઓ જ્યારે કેવળજ્ઞાન પામે છે, ત્યારે સંસારી જીવોને ધર્મનો ઉપદેશ આપીને સંસારનું સ્વરૂપ બતાવે છે. આ પરમાત્માઓ સંસારનું સ્વરૂપ બતાવનારા છે, પરંતુ સંસારને બનાવનારા નથી. આ સંસાર અનાદિકાળથી સ્વયં છે જ, તેનો કોઈ કર્તા નથી. જે કાંઈ રૂપાંતરો થાય છે તે તેમાં ઉત્પન્ન થનારા જીવોએ કરેલાં છે. આ ઉદાહરણથી આનો વિચાર કરીએ. તમે એક સુંદર વૃક્ષ 96 ઊગેલું જુઓ છો. આ વૃક્ષ કઈ રીતે બન્યું, તેનો વિચાર કરીએ. આ વૃક્ષમાં ઉત્પન્ન થયેલા વનસ્પતિકાય જીવોએ આવું સુંદર વૃક્ષાત્મક શરીર બનાવ્યું છે. વરસાદ પડ્યો તો તે અપકાયના જીવોએ પાણીમય શરીર બનાવ્યું છે. પ્રકાશ થયો તો તે અગ્નિકાય જીવોએ પોતાનું શરીર બનાવ્યું છે. એમ સર્વત્ર સંસારી જીવોએ પોતાનું સર્જેલું છે. આમાં કશું ઈશ્વરે સર્જેલું નથી. ઈશ્વર (પરમાત્મા) અશરીરી હોવાથી અને મોહરહિત હોવાથી અકર્તા છે. વળી જો પરમાત્મા આ સંસાર સર્જનાર હોય, તો તે પરમાત્મા હોવાથી દયાળુ છે અને સ્વતંત્ર છે. આવા દયાળુ અને સ્વતંત્ર એવા કર્તા કોઈ જીવને અત્યંત સુખી અને કોઈ જીવને ખૂબ દુઃખી બનાવે ખરા ? કોઈને રાજા અને કોઈને રંક કેમ બનાવે ? કોઈને રૂપવાન અને કોઈને વિકલાંગ શા માટે બનાવે ? માટે આ જગત ઈશ્વરકર્તૃક નથી. અરિહંત અને સિદ્ધ આ બે પ્રકારના થયેલા અનંતા પરમાત્માઓને હું ભાવથી નમસ્કાર કરું છું. તેઓ ધર્મોપદેશ આપીને જ્યારે મોક્ષે જાય છે, ત્યારે તેઓની ગેરહાજરીમાં તેઓનો ધર્મોપદેશ ગુરુભગવંતો જગતના જીવોને પહોંચાડે છે, માટે તે અરિહંત અને સિદ્ધ પરમાત્મા પછી ત્રીજા, ચોથા અને પાંચમા પદમાં બિરાજમાન ગુરુભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. અરિહંત ભગવંતો કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પ્રથમ ધર્મદેશના (ધર્મઉપદેશ) આપે છે ત્યારે તેમની ભવ્ય વાણી સાંભળીને તે જ સભામાં અનેક આત્માઓ આ સંસાર છોડીને સાધુ-સાધ્વી બને છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30