Book Title: Samaro Mantra Bhalo Navkar
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 9
________________ अरिहंत भगवंतो भने સિદ્ધ પરમાત્મા કહેવાય છે. એમ એક સિદ્ધ પરમાત્મા સાદિ – અનંત છે, પરંતુ સર્વ સિદ્ધોને આશ્રયી વિચારીએ તો અનાદિ – અનંત છે. હવે સામાન્ય રીતે ઘણી વ્યક્તિઓને થતા એક પ્રશ્નનો વિચાર કરીએ. એ પ્રશ્ન એ છે કે જેમ એક આત્મા મોક્ષે જાય છે ત્યારે તેના મોક્ષની આદિ (આરંભ) થાય છે, તો પછી જે જીવ સૌથી પહેલો મોક્ષે ગયો હશે, ત્યારે મોક્ષની આદિ થઈ, તેમ કહેવાય કે નહીં ? અર્થાત્ મોક્ષ ક્યારેક તો ચાલુ થયો હશે ને ? આ પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે – મોક્ષ અનાદિ છે. તેની આદિ નથી. જેમ એક વ્યક્તિ જન્મે છે, ત્યારે તેની આદિ છે. તેના જન્મદાતા પિતાની પણ આદિ છે અને તેના દાદાની પણ આદિ છે. દાદાના પિતાની આદિ છે. પરંતુ તે પેઢીના પ્રથમ પિતાની આદિ નથી. કારણ કે જેને પ્રથમ પિતા કહીએ તે પણ કોઈનાથી તો જન્મ પામેલા હશે જ, તેવી રીતે મોક્ષ પણ અનાદિ છે. જે અનાદિ હોય તેને અનાદિ રીતે જ સમજવું જોઈએ. આવા અનંત સિદ્ધ પરમાત્માઓને હું નમસ્કાર કરું છું. આમ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોથી સંપૂર્ણ રીતે મુક્ત થયેલો વિશુદ્ધ આત્મા એટલે સિદ્ધ. તેના ગુણો આ પ્રમાણે છે : (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત અવ્યાબાધ સુખ (૪) અનંત ચારિત્ર (૫) અક્ષય સ્થિતિ (ક) અરૂપીપણું (૭) અ-ગુરુલઘુત્વ અને (૮) અનંત વીર્ય. | જિનશાસનનો સાર આવે છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં. ) નમસ્કાર મહામંત્રમાં ગાગરમાં સાગર છુપાયેલો છે. એના પ્રત્યેક 6 પદની ગહનતામાં જેમ જઈએ તેમ તેમ સમગ્ર જૈનદર્શનનો સાર પ્રગટ થાય છે. પ્રથમ બે પદનો વિચાર કરતાં કેટલાક સવાલો મનમાં જાગે છે ? જેનો ઉત્તર મેળવવા જતાં જૈનદર્શનની વિશેષતા પ્રગટ થાય છે. એક પ્રશ્ન મનમાં એ થયો હતો કે અરિહંત ભગવંતો ચાર કર્મવાળા અને શરીરધારી છે, બીજી બાજુ સિદ્ધ પરમાત્માઓ આઠે કર્મોથી સંપૂર્ણ મુક્ત અને અશરીરી છે. તો મનમાં સ્વાભાવિક રીતે એવો સવાલ જાગે છે કે નમસ્કાર મંત્રમાં અરિહંત ભગવંતોને પ્રથમ નમસ્કાર શા માટે કર્યા હશે ? આનો ઉત્તર છે – સિદ્ધ પરમાત્માઓને પણ સંસાર ક

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30