________________
છે. સામાન્ય રીતે દીક્ષા લઈને સાધુ થવાય, એ પછી ઉપાધ્યાયપદ પામે અને ત્યારબાદ આચાર્ય પદ પ્રાપ્ત થાય, એવો પદવી-ક્રમ હોય છે.
આ મંત્રમાં તો પૂજ્યતાની દૃષ્ટિએ ક્રમ આલેખાયો છે. અરિહંત અને સિદ્ધ પછી પૂજનીય સ્થાનમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એવો ક્રમ આવે. સાધુ અને ઉપાધ્યાય વધુ પીઢ અને પ્રભાવશાળી બને, સ્વયં આચારનું પાલન કરનાર અને અન્યને આચાર પમાડનાર બને, હૃદયથી શુદ્ધ, નિર્લેપ અને અનાસક્ત થાય, ત્યારે ચતુર્વિધ શ્રીસંઘ એમને આચાર્યપદ અર્પણ કરે છે. 0 આચાર્યપદ પ્રાપ્ત થતાં તેઓ સંઘના અગ્રણી અને દિશાદર્શક બને
છે. ધર્મનો માર્ગ દર્શાવનાર જિનેશ્વર ભગવાન આજે આપણી વચ્ચે નથી. તેઓ તો અજરામર પદને પામી ચૂક્યા છે. આવે સમયે સર્વ શાસન આચાર્યો જ ધારણ કરે છે.
એક સમયે કુલાચાર્ય, ગણાચાર્ય અને સંઘાચાર્ય એવો ક્રમ પ્રવર્તતો હતો. શ્રમણ સંસ્થા પર સંઘાચાર્યની આજ્ઞા પ્રવર્તતી હતી. એમના નિર્ણયો શિરોધાર્ય અને સર્વમાન્ય ગણાતા હતા. આજે આવી સંઘાચાર્યની પ્રથા રહી નથી. વળી આજે તો કુલાચાર્ય કે ગણાચાર્યને સામાન્ય રીતે આચાર્ય કહેવામાં આવે છે.
જેટલું સ્થાન ઊંચું, એટલી જવાબદારી મોટી. જેટલો અનેરો મહિમા, તેટલી આકરી અગ્નિપરીક્ષા.
જિનશાસનમાં આચાર્યપદની જેટલી ગરિમા છે, એટલી જ કપરી એની યોગ્યતાની કસોટી છે. આ આચાર્ય ભગવંત છત્રીસ
ગુણોવાળા હોવા જોઈએ. ‘સંબોધ પ્રકરણ' નામના ગ્રંથમાં ‘સુગુરુ અધિકાર' વર્ણવતા આચાર્યપદની યોગ્યતા માટેના છત્રીસ ગુણોની ગણના અનેક રીતે કરાયેલી છે. તેઓ પાંચ ઇંદ્રિયોને સંવર કરનાર તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર તથા ચાર પ્રકારના કષાયથી મુક્ત એમ અઢાર ગુણો વડે યુક્ત હોય છે. વળી તે પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી રક્ષિત હોય છે. આમ કુલ છત્રીસ ગુણવાળા હોય છે. અન્ય ગ્રંથો આચાર્યપદની ઓળખ આપતાં કહે છે : - જેઓ સર્વ સત્ત્વોના અથવા પોતાના સર્વ શિષ્યસમૂહના
હિતને લક્ષમાં રાખીને આચરણ કરતા હોય તે આચાર્ય. - જે ઓ પરના અને સ્વના હિતને સાથે તે આચાર્ય. - જે ઓ જાનનું જોખમ હોવા છતાં પૃથ્વી આદિના સમારંભને છે
આચરતા, આરંભતા કે એનું અનુમોદન કરતા નથી. - જેઓ અત્યંત ક્રૂર અપરાધી પ્રત્યે મનથી પણ પાપ આચરતા નથી તે આચાર્ય કહેવાય.
જૈન ધર્મની આગવી વિશેષતા એની પ્રત્યેક વિષયની સૂક્ષ્મ વિચારસરણીમાં રહેલી છે. એનો માર્મિક ખ્યાલ આચાર્યની યોગ્યતા વિશેની એની વિચારણામાંથી સાંપડે છે. ગચ્છનું નેતૃત્વ પૂરું પાડી શકે અને જનસમૂહને સમ્યકત્વ પમાડીને ધર્મના યોગ્ય રાહ પર દોરી શકે એવા આચાર્ય વિશે ‘સંબોધ પ્રકરણમાં દર્શાવવામાં આવેલી છત્રીસ ગુણોની યોગ્યતા પર દૃષ્ટિપાત