Book Title: Samaro Mantra Bhalo Navkar
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 16
________________ થઈ ગઈ. આજે પણ એમની ગદ્ય કે પદ્ય-રચનાનો ઉલ્લેખ કરતાં ‘ઉપાધ્યાયજી મહારાજ કહે છે” એમ પ્રચલિતરૂપે કહેવામાં આવે છે. પદવી એ નામના પર્યાયરૂપ બની ગઈ. ઉપાધ્યાયપદનું અને તેઓના કાર્યનું ઘણું મહત્ત્વ છે. સાધુ કરતાં વિશેષ અભ્યાસી, ત્યાગી, વૈરાગી અને ધ્યાની એવા ઉપાધ્યાય હોવાથી શ્રી ‘નમસ્કાર મહામંત્રના ચોથા પદમાં તેઓને વંદનીય ગણીને તેમનો મહિમા પ્રગટ કર્યો છે. ભગવંતોએ કહેલો છે તેનો શિષ્યોને ઉપદેશ આપનાર ઉપાધ્યાય કહેવાય. કોઈ એમ પણ કહે છે કે જેની સમીપે વસવાથી શ્રુતનો લાભ થાય તે ઉપાધ્યાય, પરંતુ અર્ધમાગધી ભાષામાં ઉપાધ્યાયને માટે ‘ઉઝ ' શબ્દ મળે છે. આ શબ્દનો અર્થ એક વિશેષ બાબતનો સંકેત કરે છે. “ઉ” એટલે ઉપયોગ રાખવાનો અર્થ દર્શાવે છે અને ‘' શબ્દ ધ્યાનનો નિર્દેશ કરે છે. આમ જેઓ ઉપયોગપૂર્વક ધ્યાન કરે છે તે ‘ઉઝા' એટલે કે ઉપાધ્યાય કહેવાય. આ રીતે ઉપાધ્યાયનું કાર્ય સૂત્ર-સિદ્ધાંત ભણાવવાનું તો ખરું જ, કિંતુ એમનામાં સ્વાધ્યાયની સાથે ધ્યાન પણ હોવું જોઈએ. પરિણામે સૂત્રોના જ્ઞાનની સાથે ધ્યાનનું પણ શિક્ષણ હોય. સમ્યગૂ જ્ઞાનની સાથે સમ્યમ્ ક્રિયાની પરંપરા પણ ઉપાધ્યાય જ્ઞાન રૂપે જાળવી રાખે છે. આવી પરંપરા શ્રી યશોવિજયજી મહારાજના જીવનમાં એવી તો પ્રકાશિત થઈ કે ‘ઉપાધ્યાય' એ પદવીવાચક વિશેષણ એમનું નામ બની ગયું. વિક્રમના સત્તર-અઢારમા શતકમાં થયેલા શ્રી યશોવિજયજી મહારાજે સંસ્કૃત, અર્ધમાગધી અને ગુજરાતી ભાષા અને સાહિત્યમાં અજોડ ગ્રંથો લખ્યા. એમણે સાહિત્યનું ઊંડું અધ્યયન કર્યું અને તેના પર નવો પ્રકાશ પાડ્યો. આવા શ્રી યશોવિજયજી મહારાજને વિ. સં. ૧૭૧૮માં ઉપાધ્યાયની પદવી આપવામાં આવી. એ જમાનામાં આચાર્યની પદવી તો જવલ્લે જ અપાતી, પરંતુ આવી ઉપાધ્યાયની પદવીને એમણે એવી ઉજાળી દીધી કે ‘ઉપાધ્યાય એટલે શ્રી યશોવિજયજી જ' એવી લોકોક્તિ નમસ્કાર મંત્રનાં જુદાં જુદાં નામો (૧) પંચમંગલ મહા સુયફખંધ_શ્રી મહાનિશીથ સૂત્રમાં (૨) પરમેષ્ઠીપંચ ક-નમસકાર–ભગવતી ટીકા (૩) પરમેષ્ઠી નમસ્કાર યોગશાસ્ત્ર (૪) પંચ નમસ્કાર–આવશ્યક ટીકા (૫) નમોક્કાર–આવશ્યકસુત્રતર્ગત કથા (૯) પંચ નમોકાર-મહામંત્ર ધુમ્મોવએસમાંલા-વિવરણ (૭) નવકાર-લઘુ નમસ્કાર ફલ પંચ નમુક્કાર-વૃદ્ધ નમસ્કારફલ-સ્તોત્ર (૯) પરમેષ્ઠી-નમસ્કાર -શ્રાવકે દિન કૃત્ય પ્રકરણ (૧૦) નમસ્કાર વિચારામૃતસંગ્રહ (૧૧) પરમેષ્ઠી મંત્ર–ઉપદેશતરંગિણી (૧૨) મહામંત્ર નવકાર સઝાય (૧૩) સિદ્ધ મંત્ર છંદ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30