Book Title: Samaro Mantra Bhalo Navkar Author(s): Kumarpal Desai Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 6
________________ (પરમાત્માને) દર્શાવે છે. ત્રીજું, ચોથું તથા પાંચમું પદ ગુરુને દર્શાવે છે અને બાકીનાં ચાર પદો ધર્મને જણાવનારાં છે, એમ આ નવકાર મંત્રમાં દેવ, ગુરુ અને ધર્મ એમ ત્રણે તત્ત્વો સમજાવ્યાં છે. પરમાત્મા ||૧|| અરિહંત કોને કહેવાય ? આ સૂત્ર નવ પદોનું બનેલું હોવાથી એને નવકાર કહેવામાં આવે છે. આમાં પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે. ‘નમસ્કાર' એ સંસ્કૃત શબ્દ છે, પ્રાકૃત ભાષામાં ‘નમોક્કાર' કે ) ‘નમુક્કાર થાય છે, જે આજે વ્યવહારમાં નવકાર તરીકે પ્રચલિત જૈન ધર્મમાં દેવને પરમાત્મા, ભગવાન, ઈશ્વર, પ્રભુ, જિનેશ્વર વગેરે વિશેષણોથી ઓળખવામાં આવે છે. પરમાત્મા થનારા તમામ જીવો સંસારમાંથી જ ઉત્તમ ધર્માચરણ વડે પોતાના આત્માને પવિત્ર બનાવીને પરમાત્મા બને છે. સંસારમાં અનેક જન્મોમાં ફરતો ફરતો અંતે માનવભવ પ્રાપ્ત કરીને વીતરાગ બની સર્વજ્ઞ થઈ પરમાત્મા બને છે. વીતરાગ અને સર્વજ્ઞ આ પરમાત્માઓની વિશેષતા એ છે કે તેઓ પોતાની પાસે સ્ત્રી, શસ્ત્ર, ધન કે અલંકારાદિ કાંઈપણ રાખતા નથી, એટલું જ નહિ બલકે સ્ત્રી, સંપત્તિ કે શસ્ત્ર તરફ કોઈપણ પ્રકારની મમતા રાખતા નથી કે એને માટે કોઈપણ પ્રકારની ઇચ્છા કે મૂછ રાખતા નથી. આ કારણે તેઓ વીતરાગ કહેવાય છે. જેમના જીવનમાંથી રાગ-દ્વેષ-મોહ-કષાય વગેરે આત્માના અંદરનાઆંતરિક શત્રુઓ ચાલ્યા ગયા છે, તે વીતરાગ કહેવાય છે. આ પરમાત્માઓ વીતરાગ છે આથી વીતરાગની મૂર્તિ એમની વીતરાગતાને કેવી પ્રભાવક રીતે દર્શાવે છે ! આ મૂર્તિની આંખો નમણી એટલે કે ઢળેલી છે. એમના હાથમાં કે દેહ પર કોઈ શસ્ત્ર નથી. એમની બાજુમાં પણ કોઈ નારીમૂર્તિ નથી. પરિણામે તેઓ પરમેષ્ઠી આમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચને નમસ્કાર કરવામાં આવ્યા છે. આથી આ પાંચ પદોને પરમેષ્ઠી કહેવામાં આવે છે. પરમ એટલે ઊંચામાં ઊંચું સ્થાન. જેઓ ઊંચામાં ઊંચા સ્થાનમાં બિરાજમાન છે, તેઓને પરમેષ્ઠી કહેવામાં આવે છે. દેવ, ગુરુ અને ધર્મ આ નવકાર મંત્રમાં પહેલું અને બીજું પદ દેવનેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30