Book Title: Samaro Mantra Bhalo Navkar
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 3
________________ કુટુંબભાવનાનું સંગમતીર્થ SAMRO MANTRA BHALO NAVKAR (SHRI NAMASKAR MAHAMANTRA) BY Dr. KUMARPAL DESAI લેખક © ડૉ. કુમારપાળ દેસાઈ કિંમત : રૂ. ૨૫ પ્રકાશકે શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦OO૭ પ્રાપ્તિસ્થાન ઇન્સ્ટિટ્યુટ ઑફ જૈનૉલોજી ૫૦૧, મહાકાત્ત બિલ્ડિંગ, વી. એસ. હૉસ્પિટલ સામે, એલિસબ્રિજ , અમદાવાદ-૩૮૦૦૦૬ ફોન : ૯૫૮ ૪૦૩૧, ફેક્સ : ૯૫૭૮૫૦૭ નવભારત સાહિત્ય મંદિર, પતાસા પોળના નાકે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૧: ફોન : ૨૧૨૦૨૫૩ * નવભારત સાહિત્ય મંદિર, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪CO009 મુદ્રક ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૫૬૨૦૫૭૮ માનવજીવન એટલે પુરુષાર્થ અને પરમાર્થનો વિરલ મેળાપ. આવો સ્નેહ, સેવા અને ભાવનાનો ત્રિવેણીસંગમ ધરાવનાર જૂની હરિપર(જામનગર)ના કરમણ નોંધા પરિવારને જોતાં એમના સમર્થ વડીલ દાદા કરમણ નોંધાનું પુનિત સ્મરણ થાય છે. એ જમાનામાં કલદારની નહિ, પણ કરુણાની કિંમત હતી. એ કહેતાં કે છાશ-દૂધ વેચવાનાં ન હોય, વહેંચવાનાં હોય. ખેડૂતનું જીવન હોવાથી કરણ નોંધાને શિક્ષણની તક મળી નહોતી, પરંતુ એમના હૃદયમાં એમણે ઉમદા ભાવનાઓની ખેતી કરી હતી. કરમણ નોંધાની આ ભાવના એમના વારસોમાં ઊતરી. એમના મોટા પુત્ર લખમણે પિતાનાં સત્કાર્યોની પરંપરા અકબંધ જાળવી રાખી. એ પછી લખમણના ભાઈ રાયચંદભાઈ ઊજળા ભવિષ્યની આશાએ ઈ.સ. ૧૯૨૮માં નાયરોબી આવ્યા અને ત્યાં પ્રમાણિક અને સાહસિક વેપારી તરીકે નામના હાંસલ કરી. રાયચંદભાઈએ પોતાના બીજા ભાઈઓને પણ આફ્રિકાની ધરતી પર બોલાવ્યા. દેવચંદભાઈના પુત્રો સોમચંદભાઈ અને પ્રેમચંદભાઈએ અથાગ મહેનત, ઉમદા સ્વભાવ અને આગવી સૂઝથી વેપારમાં વિકાસ સાધ્યો. કેનિયા ઉપરાંત યુગાન્ડા, ટાન્ઝાનિયા, ઝામ્બિયા, લંડન અને ભારતના ઇંદોરમાં એમણે વ્યવસાયનો વિસ્તાર કર્યો. સોમચંદભાઈના જીવનમાં સેવાની સાથે આધ્યાત્મિક્તાનો મધુર સુમેળ સર્જાયો. કેનિયાની ધાર્મિક પ્રવૃત્તિઓ માટે એ પથપ્રદર્શક બન્યા. નાયરોબીમાં સોમચંદભાઈનું નિવાસસ્થાન એટલે વિદ્વાનો, વિચારકો અને સંતોનો ઉતારો. કોઈ પણ સમ્પ્રવૃત્તિ હોય, તેમાં

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30