Book Title: Samadhishatakam Author(s): Buddhisagarsuri Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ તેઓશ્રીનો વિહાર સુરત, રાંદોર, ભરૂચ, નીર, વડોદરા, પાદરા, કાવી, ગંધાર, ખંભાત, અમદાવાદ, પાટણ, શંખેશ્વર, મારવાડ વિગેરે ઠેકાણે થયા હતા, એમ અનુમાનથી સિદ્ધ થાય છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય મહાધુરંધર, સમર્થજ્ઞાની હતા, એમ તેમના ગ્રંથી માલુમ પડે છે. તેમના સમયમાં અધ્યાત્મજ્ઞાની શ્રી આનંદઘનજી મહારાજ વિદ્યમાન હતા. શ્રી આનન્દઘનજી સ્તુતિરૂપ અષ્ટપદી ઉપાધ્યાયજીએ રચી છે. શ્રી યશોવિજયજીના સમયમાં શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય તથા જ્ઞાનવિમળસૂરિ તથા શ્રી સત્યવિજયજી પન્યાસ તથા બીજા પણ વિદ્વાન મુનીશ્વરો હયાતીમાં હતા. સત્તરમા સૈકામાં જ્ઞાનને મા ઉદ્યો હતો. શ્રી ઉપાધ્યાયજી મહારાજે વડેદરા પાસેના ડભોઈ ગામમાં દેહભંગ કર્યો. ત્યાં ઉપાધ્યાયજીની પાદુકા હાલ પણ છે. તેમના બનાવેલા ગ્રંથની કેટલીક યાદી નીચે મુજબ છે. ગુજરાતી ભાષામાં રચેલા ગ્રંથ (૧) સવાસે ગાથાનું સ્તવન. (૨) દોઢ ગાથાનું સ્તવન, (૩) સાડા ત્રણસો ગાથાનું સ્તવન (૪-૬) ત્રણ ચોવીશીએ. (૭) વિહરમાન તીર્થકરની વીશી સ્તવન. (૮) સમક્તિના સડસડ બોલની સજઝાય.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 230