________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રચિત “રત્નકરંડ-શ્રાવકાચાર” ના પણ સંસ્કૃત ટીકાકાર છે. તેમણે સમાધિતંત્રના (સમાધિશતકના) પ્રત્યેક શ્લોકમાં ગર્ભિત રહેલા ભાવને (હાર્ટને) સરળ સંસ્કૃત ભાષામાં સારી રીતે વ્યક્ત કર્યો છે.
તેમનો સમય, સ્થાન, ગુરુ, માતા-પિતાદિના સંબંધમાં યોગ્ય સંશોધન થવાની જરૂર છે. આ ગ્રન્થમાં તેમની સંસ્કૃત ટીકાનો શબ્દશ: ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે.
૪. આભારદર્શન કેટલાક વર્ષ ઉપર પરમ પૂજ્ય આત્મજ્ઞ સંત શ્રી કાનજી સ્વામીનાં, આ આધ્યાત્મિક ગ્રન્થ ઉપર સોનગઢમાં, પ્રવચનો થયેલાં. મને તે પૂરેપૂરા સાંભળવાની અલભ્ય તક મળેલી. હું તેઓશ્રીનાં પ્રવચનોથી પ્રભાવિત થયો અને વિચાર સ્ફર્યો કે આવા ગ્રન્થનો ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવે તો, વિદ્વાન ગ્રન્થકર્તાના આધ્યાત્મિક જ્ઞાનથી જૈનસમાજ વંચિત રહે નહિ. આ વિચાર કેટલાંક વર્ષો સુધી ઘોળાયા કર્યો. આખરે મિત્રો અને સ્નેહીઓની સલાહુ અને સહાનુભૂતિથી એ વિચાર બે વર્ષ ઉપર અનુવાદરૂપે પરિણમ્યો.
ખરું કહું, તો આ અનુવાદના મૂળ પ્રેરકરૂપ શ્રી સ્વામીજીનાં પ્રવચનો જ છે. તેથી અત્યંત આભારપૂર્વક હું તેઓશ્રી પ્રત્યે સાદર ભક્તિભાવ પ્રગટ કરું છું.
મેં મારો વિચાર માન્યવર મુરબ્બી શ્રીયુત રામજીભાઈ માણેકચંદ દોશી વકીલ આગળ રજૂ કર્યો અને કરેલા અનુવાદને તપાસી જવાને તેઓશ્રીને વિનંતી કરી. તેમણે ઘણી જ કાળજીપૂર્વક તે અનુવાદને આદિથી અંત સુધી-પ્રત્યેક શ્લોકનો અન્વયાર્થ, સંસ્કૃત ટીકાનો અનુવાદ, ભાવાર્થ, વગેરેબરાબર તપાસ્યો અને અમૂલ્ય સૂચનાઓ કરી. સૂચવેલા સુધારા-વધારા સાથે મેં તેઓશ્રીની દેખરેખ નીચે ફરીથી અનુવાદ લખ્યો. આ અનુવાદ પણ તેઓશ્રી ફરીથી તપાસી ગયા. આ રીતે અનુવાદ પાછળ તેમણે લગભગ ત્રણ મહિના જેટલા પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી શ્રમ લીધો. તે માટે હું તેઓશ્રી પ્રતિ કૃતજ્ઞતાભરી લાગણીએ પૂજ્યભાવ પ્રગટ કરું છું.
આ અનુવાદના પ્રકાશન માટે શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ-સોનગઢના પ્રમુખશ્રી નવનીતલાલ સી. ઝવેરી (મુંબઈ) ને વિનંતી કરી. તેમને પણ આ ગ્રન્થના અનુવાદની આશ્યકતા જણાઈ એટલું જ નહિ, પણ તે એક સુંદર ગ્રન્થસ્વરૂપે પ્રગટ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી અને બધો અનુવાદ શ્રીયુત ખીમચંદભાઈ જે. શેઠ દ્વારા તપાસાવી લેવા સલાહ આપી. તે પ્રમાણે મેં તેમને વિનંતી કરી. તેમણે મારી વિનંતીને માન આપી બધો અનુવાદ બારીક દષ્ટિએ તપાસી લીધો અને કોઈ કોઈ સ્થળે યોગ્ય સુધારો સૂચવ્યો.
મુખ્યતયા શ્રીયુત રામજીભાઈ અને શ્રીયુત ખીમચંદભાઈના સુપ્રયત્નના ફલસ્વરૂપ આ અનુવાદ છે. તે માટે નમ્રભાવે હું તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. તેમની સહાય અને પ્રોત્સાહનથી જ આ અનુવાદ પ્રકાશમાં આવવા પામ્યો છે, એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી.
આ ગ્રન્થનો હિન્દી અનુવાદ બ્ર. શ્રી શીતલપ્રસાદજી તથા શ્રીયુત જુગલકિશોર મુખરજીએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com