________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પારંગત હતા. તેમણે કામદેવને જીત્યો હતો તેથી કૃતકૃત્યભાવધારી ઉચ્ચ કોટિના યોગીઓએ તેમને “જિનેન્દ્રબુદ્ધિ” નામે વર્ણવ્યા છે.
વળી આ શિલાલેખમાં એવો પણ ઉલ્લેખ છે કે(૧) તેઓ અદ્વિતીય ઔષધ-ઋદ્ધિના ધારક હતા, (૨) વિદેહક્ષેત્રેસ્થિત જિનેન્દ્ર ભગવાનના દર્શનથી તેમનું ગાત્ર પવિત્ર થઈ ગયું હતું, (૩) તેમના પાદોદક (ચરણ-જલ) ના સ્પર્શથી એક વખત લોઢું પણ સોનું થઈ ગયું હતું.
આ ઉપરાંત ઘોર તપશ્ચર્યાદિથી તેમની આંખનું તેજ નષ્ટ થયું હતું, પરંતુ શાન્યષ્ટકમ્ ના એકાગ્રતાપૂર્વક પાઠથી નેત્ર-તેજ પુનઃ પ્રાપ્ત થયું હતું.
મહા યોગીઓને માટે આવી ઘટનાઓ અસંભવિત નથી. ગ્રન્થરચના
શ્રી પૂજ્યપાદ સ્વામીએ જે ગ્રન્થો રચ્યા છે તેમાં “જૈનેન્દ્ર વ્યાકરણ' , શબ્દાવતાર; સર્વાર્થસિદ્ધિ, સમાધિતંત્ર, ઇસ્કોપદેશાદિ ગ્રન્થો પ્રમુખ સ્થાને છે. નીચેના શિલાલેખથી તેમના ચરિત ગ્રન્થોનો ખ્યાલ આવે છે
जैनेन्द्र निजशब्दभागमतुलं सर्वार्थसिद्धिः परा, सिद्धांते निपुणत्वमुद्धकवितां जैनाभिषेक: स्वक: । छन्द सूक्ष्मधियं समाधिशतकं स्वास्थ्यं यदीयं विदामाख्यातीह स पूज्यपादमुनिषः पूज्यो मुनिनां गणैः ।।४।।
(–. શિ. લે. નં. ૪૦) જેમનું “જૈનેન્દ્ર વ્યાકરણ' શબ્દશાસ્ત્રોમાં પોતાના અનુપમ સ્થાનને, “સર્વાર્થસિદ્ધિ” સિદ્ધાંતમાં પરમ નિપુણતાને, “જૈનાભિષેક” ઉચ્ચ કક્ષાની કવિતાને, “છન્દશાસ્ત્ર” બુદ્ધિની સૂક્ષ્મતા (રચનાચાતુર્ય) ને અને “સમાધિશતક” સ્વાભસ્થિતિ (સ્થિતપ્રજ્ઞતા) ને સંસારમાં વિદ્વાનો પ્રતિ જાહેર કરે છે, તે પૂજ્યપાદ મુનિન્દ્ર મુનિગણોથી પૂજનીય છે. જૈનેન્દ્ર વ્યાકરણ
આ સંસ્કૃત વ્યાકરણનો ગ્રન્થ છે. તેનાં સૂત્રોના લાઘવાદિના કારણે તેનું મહત્વ ઘણું છે, અને તેથી તેણે લોકમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. ભારતમાં આઠ પ્રમુખ શાબ્દિકોમાં આ વ્યાકરણના કર્તા શ્રી પૂજ્યપાદ સ્વામીની સારી ગણના છે. 'सर्वव्याकरणे विपश्चिदधिपः श्रीपूज्यपाद: स्वयम्।'
( શ્રી શિ. લે. નં. ૪૭, ૫૦) નૈનેન્દ્ર પૂષા :'
(શ્ર. શિ. લે. નં. ૫૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com