Book Title: Samadhi Tantra
Author(s): Devnandi Maharaj
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છે. રચનાચાતુર્ય અને શબ્દપ્રયોગનું કૌશલ્યાદિ કર્તાનું સંસ્કૃતભાષાનું અગાધ જ્ઞાન પ્રગટ કરે છે. પ્રસ્તુત ગ્રન્થ ભાષા-સૌષ્ઠવ, પદ્ય-રચના અને સાહિત્યગુણોની દષ્ટિએ જૈન સાહિત્યમાં એક વિશિષ્ટ-અનોખું સ્થાન પ્રાપ્ત કરે છે. આ ગ્રન્થના સંસ્કૃત-ટીકાકાર શ્રી પ્રભાચન્દ્ર પોતાની ટીકા-પ્રશસ્તિમાં, ગ્રન્થના અપર નામ “સમાધિશતક' નો ઉલ્લેખ કર્યો છે. આથી પ્રસ્તુત ગ્રન્થ, “સમાધિતંત્ર' અને સમાધિશતક”—એ બંને નામોથી જૈન સમાજમાં પ્રસિદ્ધ છે. ૨. ગ્રન્થકર્તા શ્રી પૂજ્યપાદાચાર્ય શ્રી પૂજ્યપાદાચાર્ય મૂલસંઘ-અન્તર્ગત નન્દિસંઘના પ્રધાન આચાર્ય હતા. તેઓ સુપ્રસિદ્ધ, બહુ પ્રતિભાશાલી, પ્રખર તાર્કિક વિદ્વાનું અને મહાન તપસ્વી હતા. સમય શ્રવણ બેલ્ગોલના શિલાલેખ નં. ૪૦ (૧૮) માં ઉલ્લેખ છે કે તેઓ શ્રી સમંતભદ્રાચાર્યની પછી થયા અને તેઓ તેમના મતાનુયાયી હતા. તેમણે પોતાના “જૈનેન્દ્ર વ્યાકરણ' માં-“ચતુર્થ સમન્તમદ્રશ્ય' (૫-૪–૧૬૮)-એવો ઉલ્લેખ કર્યો છે. તે પણ બતાવે છે કે શ્રી સમન્તભદ્રાચાર્ય તેમના પૂર્વગામી હતા. વિદ્વાનોના મત પ્રમાણે શ્રી સમન્તભદ્રાચાર્ય ઇ. સ. ૨OO માં બીજી શતાબ્દિમાં થઈ ગયા. શ્રી ભટ્ટાકલંકદેવે (સમય ઇ. સ. ૬૨૦ થી ૬૮૦) પોતાની “તત્વાર્થરાજવાર્તિક” માં અને શ્રી વિધાનદ (સમય ઇ. સ. ૭૭૫ થી ૮૦૦) પોતાની “તત્વાર્થસ્લોકવાર્તિક” ટીકામાં, શ્રી પૂજ્યપાદરચિત “સર્વાર્થસિદ્ધિ” નાં વાક્યોનો ઉપયોગ અને અનુસરણ કર્યું છે. આથી અનુમાન થાય છે કે શ્રી પૂજ્યપાદ સ્વામી શ્રી ભટ્ટાકલંકદેવની પહેલાં અર્થાત્ ઇ. સ. ૬૨૦ પહેલાં થઈ ગયા હોવા જોઈએ. આ બંને આધારોથી સાબિત થાય છે કે તેઓ ઇ. સ. ૨૦૦ અને ઇ. સ. ૬૨૦ની વચ્ચેના કાળમાં થઈ ગયા. શિલાલેખો અને ઉપલબ્ધ જૈન સાહિત્ય ઉપરથી વિદ્વાનોએ નક્કી કર્યું છે કે આ સુપ્રસિદ્ધ આચાર્ય ઇ. સ. પાંચમી શતાબ્દિમાં અને વિક્રમની છઠ્ઠી શતાબ્દિમાં થઈ ગયા. નિવાસસ્થાન અને માતા-પિતાદિ તેઓ કર્ણાટક દેશના નિવાસી હતા. કન્નડ ભાષામાં લેખલા “પૂજ્યપાદચરિતે” તથા “રાજાવલીકથે” નામના ગ્રન્થોમાં તેમના પિતાનું નામ “માધવભટ્ટ' અને માતાનું નામ શ્રીદેવી ' આપ્યું છે અને લખ્યું છે કે તેઓ બ્રાહ્મણકુલમાં ઉત્પન્ન થયા હતા. શ્રી દેવસેનાચાર્ય કૃત “દર્શનસારમાં લખ્યું છે કે તેમના એક વજનન્દી નામના શિષ્ય વિ. સં. પર૬માં દ્રાવિડ સંઘની સ્થાપના કરી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 178