Book Title: Sachitra Saraswati Prasad
Author(s): Kulchandravijay
Publisher: Suparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai

View full book text
Previous | Next

Page 14
________________ લક્ષ્મી આ છ દ્રત દેવીઓ છે. આમાં હી-ધી-બુદ્ધિ આ ત્રણે સરસ્વતી છે. ૐ નમો હીર પંપ માં આ હી દેવીનું સ્મરણ છે. કુવલયમાલા મહાકથા પણ હી દેવતાના પ્રસાદનું સર્જન છે. ધી અને બુદ્ધિ પણ સરસ્વતીનાજ નામ છે. ધી એટલે ધારણા સ્મૃતિ, બુદ્ધિ એટલે બોધ-વિદ્વત્તા એટલે આપણે ત્યાં જે સારસ્વત ઉપાસના ચાલે છે એમાં આ ત્રણ દેવી મુખ્ય હશે તેમ સંભવે છે. લોક પ્રસિદ્ધ લક્ષ્મી-સરસ્વતી તો ઉત્તર જંબુદ્વિીપના પુંડરીક દ્રહની લક્ષ્મીદેવી, તથા મહાપુંડરીક દ્રહની બુદ્ધિદેવી આ બે ની જોડી હોવા સંભવ છે. શ્રી-લક્ષ્મી એ લક્ષ્મીદેવી છે. ઘી-બુદ્ધિ એ સરસ્વતી દેવી છે. શ્રી પણ સારસ્વત ઉપાસનામાં લેવાય છે. આ બધા ભુવનપતિ નિકાયના જ છે. સૂરિમંત્રમાં ઉપાસ્ય વાણી-ત્રિભુવન સ્વામિની અને શ્રી દેવી એ તિગિચ્છદ્રહની ધી, માનુષોત્તર પર્વત વાસિની ત્રિભુવન સ્વામિની અને પદ્મદ્રહની શ્રી દેવી જ હોવા સંભવ છે. આ ત્રણે ભુવનપતિના છે. નૃત્ય સંગીતની દેવી સરસ્વતી મયૂરવાહિની હોવા સંભવે છે. બુદ્ધિ તથા વિદ્વત્તા માટે ઉપાસ્યા સરસ્વતી હંસવાહિની ને કમલાસના હોવી જોઈએ. ધી અને બદ્ધિ દેવીના પણ વાહન ભિન્ન હોઈ શકે જે મચૂર અને હંસ હોય. મને તો આ છ દ્રહો પણ ષચક્ર સાથે સંબંધ ધરાવતા હોય તેમ લાગે છે. હવે શ્રુતદેવતાનું સ્વરૂપ વિચારીએ આર્ય પરંપરામાં કોઈપણ દિવ્યશકિતને દેવતા કહેવાની પરંપરા છે. દિવ્યતિ રૂત ટેવતા - ચમકે તે દેવતા, પરમાત્માએ પ્રવચન દ્વારા વહેતો કરેલો દેદીપ્યમાન અનંત ઉપ્રવાહ તેજ સારસ્વત મહઃ કે મૃતદેવતા છે. પરમાત્માના મુખમાંથી પ્રગટ થયેલ અક્ષરમાતૃકાના બીજભૂત પરાવાણી કે ભાષાવર્ગણાના દેદીપ્યમાન પુંજનો અક્ષય સ્ત્રોત તે જ મૃતદેવતા છે. જે પરમાત્માના નિર્વાણ બાદ પણ નિર્વિણ થતો નથી. આજનું વિજ્ઞાન પણ માને છે કે કોઈપણ બોલાયેલું કે બનેલું લાંબા કાળ સુધી ઈથરમાં સંગ્રહિત થાય છે. જો પાવરફૂલ ગ્રાહકયંત્રો બને તો હજારો વર્ષો પહેલાં બોલાયેલું કે બનેલી ઘટના એને એજ રીતે પાછા શ્રાવ્ય અને દૃશ્ય કરી શકાય. રૂપ અને ભાષાના પુદ્ગલો લાંબો કાળ ટકે તો આ શકય બને. તીર્થંકર નામ કર્મના અચિંત્યપ્રભાવથી આ શકય છે. પરમાત્માની બોલાયેલી વાણીનો જે જીવંત દિવ્યપ્રવાહ તે જ પ્રવચનદેવતા કે મૃતદેવતા છે. એ વાણીની જે સૂત્રરૂપે ગુંથણી તે દ્વાદશાંગી છે. આ બંનેના આરાધના માટે આપણે ત્યાં કાઉસગ્ગા થાય છે. તે ઉચિત છે. તીર્થંકરો પરમઋષિ છે. ઋષિ જે બોલે તે મંત્રરૂપ બની જાય. પૂરી દ્વાદશાંગી મંત્રરૂપ છે. આ મંત્રમાં છૂપાયેલી ઉર્જા તે દેવરૂપ છે. આ રીતે મંત્ર અને દિવ્યશકિત, આપણે દ્વાદશાંગી તથા મૃતદેવતારૂપે આરાધના કરીએ છીએ, હવે આ દ્વાદશાંગીની અધિષ્ઠાતા હોય તે પણ વ્યવહારથી મૃતદેવતા કે પ્રવચન દેવતા કહેવાય. પ્રભુના પ્રવચનની-વાણીની જેણે ભવાન્તરમાં ઉત્કૃષ્ટ આરાધના કરી હોય તેવા વિરલ આભાર વિશિષ્ટ શકિતસંપન્ન મૃતદેવતા કે સરસ્વતીદેવી તરીકે ઉત્પન્ન થતાં હોય છે . પરમાત્માના પરમ શકિતસ્વરૂપ સારસ્વતમહઃ કે મૃતદેવતા કર્મક્ષચમાં અને શકિત જાગરણમાં નિમિત બની શકે, તેમ તે-તે દેવી - દેવતા - ઔષધ આદિ પણ બની શકે છે. કુવલયમાલામાં છેલ્લા પ્રસ્તાવમાં પાંચમાં ભવમાં પરમાત્માની પાંચ દેશના છે તેમાં કોઈજિજ્ઞાસુના પ્રશ્નના ઉત્તરમાં પરમાત્માએ દેવી-દેવતા-મંત્ર-યંત્ર તેમજ ઔષધ-મણિ-રત્નગ્રહ વિ. ને પણ કર્મના ઉદય ક્ષચને ઉપશમમાં કારણભૂત બને તેમ સ્પષ્ટ કહ્યું છે. કર્મ પીગલિક છે તેથી તેના બંધ-ઉદય-ક્ષય આદિમાં પદ્ગલિક ઉપાદાનો કારણભૂત બની શકે તે યુકિત યુકત છે. જેમ મંત્ર જપ દ્વારા સારસ્વત સિદ્ધિ મળે છે તેમ મંત્ર સિદ્ધ તેલ-ઔષધ દ્વારા પણ સારસ્વત સિદ્ધિ મળે છે. એની પણ પરંપરા આજે ચાલુ છે. | ગ્રહણ સમયે રવિપુષ્ય કે ગુરુપુષ્યમાં સિદ્ધ કરેલા. માલકાંગણીના તેલ દ્વારા કે કેશર અષ્ટગંધદ્વારા શિષ્યની જીભ ઉપર મંત્રબીજ આલેખન કરી શિષ્યની જડતા દૂર કરવામાં આવતી. મંત્ર સિદ્ધ સારસ્વતચૂર્ણ અને માલકાંગણી જ્યોતિષમતી તેલના સેવનથી સેંકડો શિષ્યોને મહામેધાવી બનાવવાના પ્રયોગો સંસ્કૃત પાઠશાળામાં થતાં. આ ચૂર્ણ મોટાભાગે દીપોત્સવમાં સિદ્ધ થતું. કવિ ઋષભદાસ માટે એમ કહેવાય છે કે તેઓ મંદબુદ્ધિની હતાં. ઉપાશ્રયોમાં ગુરુભગવંતોની સેવા કરતાં. કચરો વિ. કાઢતાં. એકવાર સારસ્વત પર્વ(ગ્રહણ)માં પૂજ્ય વિજયસેનસૂરિ મ.એ પોતાના મંદબુદ્ધિ શિષ્યમાટે બ્રાહ્મી મોદક સિદ્ધ કરીને પાટલા ઉપર મુકયા. પચ્ચકખાણ આવ્યું ન હતું ને ગુરુદેવ બહાર ગયાં. ઋષભદાસ વહેલી સવારે કચરો કાઢવા આવ્યાં પેલો મોદક જોયો ને ખાઈ ગયાં. પૂ. આચાર્યદવે શિષ્યમાટે મોદક શોધ્યો, મળ્યો નહિ. ઋષભદાસને પૂછતાં એમણે ઉપયોગ કર્યાનું જાણ્યું. (અંતે) ગુરુદેવના આશીષથી એ ઋષભદાસ મહાકવિ બન્યો. તેલંગણાના ઈશ્વરશાસ્ત્રીએ પણ ગ્રહણના દિવસે જયોતિમલી તેલ અભિમંત્રિત કરી તેના પ્રયોગથી પોતાની પાઠશાળાના ૫૦૦ વિદ્યાર્થીને મહામેઘાવી બનાવ્યાં હતાં. આજ રીતે સારસ્વતયંત્રો - સારસ્વત ગુટિકાને ધારણ કરવાથી પણ મહાવિદ્વાન બનવાના ઉલ્લેખો ગ્રંથોના પાના ઉપર મળે છે. આમ મંત્ર-તંત્ર-યંત્ર-ઔષધ આદિ અનેક પ્રયોગો દ્વારા આપણે ત્યાં સારસ્વત સાધના થાય છે. VIII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 300