Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 3
________________ પ્રકાશકીય આત્માના પ્રદેશે પ્રદેશને ઝણઝણાવનાર અને આંદોલિતકરનાર રત્નાકર પચ્ચીશી એક શ્રેષ્ઠ રચના છે; આ ગેય કાવ્યમાં કવિએ જે સુંદર ઊર્મિ એ અને ભાવનાઓ ઠાલવી છે એ ભલભલાના અંતરની વીણાના તાર ઝણઝણાવી જાય છે. કવિએ જે ભાવનાઓ વ્યક્ત કરી છે એ સાચે જ અજોડ છે. મૂળ સંસ્કૃતમાં રચાયેલી આ કૃતિને કાવ્યમય ગૂર્જર ભાવાનુવાદ ટાદ નિવાસી સાક્ષરવર્યશ્રી શામજી Rsમદ દેસાઈ એ કર્યા છે. આજે એ ધરધરમાં અને ઘટઘટમાં લે:કપ્રિય બની ચૂક્યો છે. આબાલવૃદ્ધો સૌ પ્રભુ સામે જ્યારે ભાવનામાં લીન બનીને આ પ્રાર્થના કાવ્ય ગાવા દ્વારા પોતાના અંતરની ભાવનાએ ડાલવે છે ત્યારે સુદર, આહલાદક અને પવિત્રતામય વાતાવરણની ત્રિવેણી રચાઈ જાય છે. આ કાવ્યની અનેડ અને અપૂર્વ લોકપ્રિયતા જોઈને મૂળ સંસ્કૃત શ્લોક, ગુજરાતી બ્લેક અને ગુજરાતી અર્થની પુસ્તિકા ગયા વર્ષે અમે અમારા કાર્યાલય તરફ઼થી પ્રકાશિત રી હતી. એની નકલા અશ્પસમયમાં જ ખલાસ થઈ ગઈ અને વારવાર માગણી આવવા લાગી જેમાં પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા. તથા તેમના સેવા ભાવિ શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજની પ્રેરણાથી એ જ પુસ્તિકા ફરી વાર બીજી આત્તિરૂપે અમે છપાવી રહ્યા છીએ. આ પુસ્તિકાની વિશેષતા એ છે કે આમાં અંગ્રેજી કાવ્યાનુવાદ પણ ઉમેરવામાં આવ્યા છે. આશા છે કે વાચકો એને જરૂર આવકારશે. પ્રકાશક, સપાદન કે મુદ્રણદોષથી રહી ગયેલ દોષ કે ભૂલને સુધારીને વાચવા વિનતી છે. તથા ક્ષતિ તરફ ધ્યાન દોરવા વિનંતી છે. ન્યુ દાણાપીô, ભાવનગર. Jain Education International મહેન્દ્ર ગુલામચંદ શેઠ સંપાદક જૈન ધર્મલાભ ’ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 66