Book Title: Raja Shripal Sheth Jagdushah Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 6
________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧૬ છે. સભા આખી વાહવાહ કરે છે. રાજા છેલ્લો પ્રશ્ન કરે છે : દીકરી, જગતને જિવાડનાર કોણ ?' પિતાજી, જગતને જિવાડનાર બે જણ : એક મહીપતિ અને બીજો મેહુલો. સુરસુંદરીએ કહ્યું. “દીકરી, ભલી રે ભણી, તું આજ !' રાજા ખુશ થઈને ડોલે છે, પણ અરે, આ મયણાસુંદરી કેમ ચૂપ છે? મયણાના મોં પર શરમના શેરડા પડે છે. હાથ જોડી એ કહે છે : “પિતાજી! મ કરો જૂઠ ગુમાન ! વિવેક વિના રાજા નથી. સદ્વિચાર વિના શાસ્ત્ર નથી. સત્ય વિના સભા નથી. આપને આટલો ગર્વ છાજતો નથી. જીવન-મરણ માનવીના હાથની વાત નથી.' રાજાની આંખમાં રોષ પ્રગટે છે. ક્રોધથી એની કાયા કંપે છે. કહે છે : “અરે, મારું ફરજંદ થઈને મારું અપમાન ! ભરી સભામાં તને આવું બોલતાં દીકરી, લાજ પણ ન આવી? અરે, છે કોઈ હાજર ?” એક કહેતાં એકવીસ હાજર ! ખમા મારા ધણીને. કહો, કહો, શી આજ્ઞા છે આપની? જાઓ, રાજગોરને બોલાવો. એને મોટાં મોટાં રાજમાં ફેરવો. બત્રીસલક્ષણો રાજવંશી શોધો. શોધીને આ સુરસુંદરીને પરણાવો: ઝાઝેરી જાન જોડાવો. કળશી કટંબ તેડાવો. ધુમાડાબંધ ગામ જમાડો. ભરપૂર કરકરિયાવર આપો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36