Book Title: Raja Shripal Sheth Jagdushah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૬
લઈ લે.' જગડુએ તેમ કર્યું. તેને પૈસાનો પાર રહ્યો નહિ.
જગડુશાહને રિદ્ધિસિદ્ધિ ખૂબ થઈ, પણ પુત્ર ન થયો. એક દીકરી થઈ, તે પણ પરણાવતાં જ રાંડી. આથી તેમને ખૂબ દુ:ખ થયું, પણ કસોટી તો વીરની હોય.
સુખમાં કે દુઃખમાં સરખું મન રાખે એ સાચો વીર. પોતાનાં દુઃખનાં રોદણાં ન રડતાં તેમણે ધર્મનાં કાર્યો કરવા માંડ્યાં અને એથી પોતાના આત્માને શાંત કર્યો.
એક વખત પાર દેશના પીઠદેવ રાજાએ ભદ્રેશ્વર પર ચડાઈ કરી. ગામને ભાંગી નાખ્યું. ઘણી માલમતા લૂંટી લીધી. પછી તે પોતાના દેશ પાછો ફર્યો. આ જોઈ જગડુશાહે ભદ્રેશ્વરનો કિલ્લો ફરી બાંધવા માંડ્યો.
અભિમાની પીઠદેવે આ સમાચાર સાંભળ્યા એટલે જગડુશાહને કહેવડાવ્યું : “જો ગધેડાને શીંગડાં ઊગે તો તું એ કિલ્લો કરાવી શકીશ.”
જગડુશાહ કહે, ‘ગધેડાને શીંગડાં ઉગાડીને પણ એ કિલ્લો હું કરીશ.” અને તેમણે પીઠદેવની દરકાર કર્યા વગર કિલ્લો કરાવવા માંડ્યો. કિલ્લાની દીવાલમાં તેમણે એક ગધેડો કોતરાવ્યો ને તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36