Book Title: Raja Shripal Sheth Jagdushah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 28
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧- .تون .ن.ت.ت. એક વખત જગડુશાહનો જયંતસિંહ નામે એક ગુમાસ્તો ઈરાન દેશના હોર્મઝબંદરે ગયો. ત્યાં દરિયાકિનારે એક મોટી વખાર રાખી. તેની પાડોશની વખાર ખંભાતના એક મુસલમાન વેપારીએ લીધી. એક વખત એવું થયું કે બે વખાર વચ્ચેથી એક સુંદર પથ્થર નીકળ્યો. જયંતસિંહ કહે એ પથ્થર મારો ને મુસલમાન વેપારી કહે એ પથ્થર મારો. એમ કરતાં તકરાર થઈ. રાજા કહે, ‘લડશો મા. જે વધુમાં વધુ પૈસા આપે એનો એ પથ્થર.” હવે તો આંટનો સવાલ આવ્યો. બંને ચડ્યા વાદે. મુસલમાન કહે, “આ પથ્થર માટે હું અહીંના રાજાને હજાર દીનાર આપીશ.” જયંતસિંહે કહ્યું: “હું બે હજાર દીનાર આપીશ.” મુસલમાન કહે, “હું ચાર હજાર દીનાર આપીશ.” જયંતસિંહે કહ્યું: ‘હું એક લાખ દીનાર આપીશ.” પછી મુસલમાન કહે, “હું બે લાખ દીનાર આપીશ. એટલે જયંતસિંહે કહ્યું : “હું ત્રણ લાખ દીનાર આપીશ.” મુસલમાન વેપારી આખરે ઠંડો પડી ગયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36