Book Title: Raja Shripal Sheth Jagdushah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 27
________________ જગડુશાહ ર૫ હૈયું હેતથી છલોછલ. દાનમાં તો તેની જોડ જ નહિ. કોઈ પણ ગરીબગરખું કે માગણભિખારી આવ્યું તો જગડુના આંગણેથી પાછું ન જાય. જગડુ સમજતો કે ધન તો આજ છે ને કાલ નથી. માટે તેનો લેવાય તેટલો લાભ લઈ લેવો. એટલે દાન દેવામાં જગડુ પાછું વળીને જુએ નહિ. ધન ધીમે ધીમે ઘટવા લાગ્યું. જગડુને ચિંતા થવા લાગી કે શું એવો વખત આવશે કે મારા આંગણેથી કોઈને ખાલી હાથે જવું પડશે ? હે નાથ ! એવો વખત લાવીશ નહિ. મને ભૂખે મારજે, પણ મારા આંગણે આવેલાને તારજે. આવી ચિંતામાં રહે છે ત્યાં એક દિવસ જગડુના ભાગ્યે જોર કર્યું. તેણે દેશદેશાવર વેપાર કરવા માંડ્યો. શું જમીન પર ! શું દરિયા પર ! જમીન કરતાંયે જગડુશાહનો વેપાર દરિયામાં ખૂબ ચાલે. દૂર દૂરના દેશોમાં પણ જગડુશાહનાં વહાણ જાય ને ત્યાં માલની લેવડદેવડ કરી પાછાં આવે. સાચનો એ કટકો. એના નામની આંટ ભારે. વેપારમાં તો જેની આંટ જબરી એ જીતે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36