________________
૧૪
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.
- - સિદ્ધિ ને નવ નિધિ વરીને વહેલા આવો !'
મયણા કહે : “હું સાથે આવીશ.'
શ્રીપાળ કહે : “મયણા, તારાં તાર્યા અમે તર્યાં છીએ. મારા ચામની મોજડી પહેરાવું તોય તારો ઉપકાર ન વળે, પણ પરદેશના મામલા છે. કેવું મળ્યું, કેવું ન મળ્યું ! ત્યાં પગબંધણું ન પોષાય.”
સતી નાર સમજી ગઈ છે. મા અને વહુએ શ્રીપાળને વિદાય દીધી છે.
ચાલતો ચાલતો શ્રીપાળ ભરૂચ નગરે આવ્યો છે. ભરૂચ તો ભારે બંદર ! દેશદેશનાં વહાણ ત્યાં લાંગરે. ભરૂચ તો ચોરાશી બંદરનો વાવટો ! શું એની રિદ્ધિ ને શું એની સિદ્ધિ !
આ ભરૂચ બંદરમાં એક કોસંબીનો મોટો વેવારિયો આવ્યો છે. ધરણીનો બીજો કુબેર જોઈ લો. પાંચસો એનાં વહાણ છે. દસ હજાર તો સુભટ સાથે છે. ધવલશેઠ એનું નામ છે. વાણિયો વેવારિયો ખરો, પણ કૂડાં એનાં કાટલાં છે, પાપાનુબંધી પુણ્યવાળો છે. પરભવ પુણ્ય કર્યા હશે, તો આ ભવે ધનદોલત પામ્યો છે. પડ્યો છે આ બંદરને પાદરે. વહાણ એનાં હાલે નહીં. એ તો મૂંઝાયો છે.
કોઈ કહે : “બત્રીસલક્ષણો હોમો.' સિપાઈઓ બત્રીસલક્ષણાની શોધમાં નીકળ્યા છે, ત્યાં શ્રીપાળ મળ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org