________________
રાજા શ્રીપાળ
કુંવર સાથે જુએ છે. મા વિચારે છે : “અરેરે, કોઢિયો વ૨ ક્યાં ને આ દેવતાઈ પુરુષ ક્યાં ! નક્કી, એણે મારી કૂખ લજવી !'
૧૩
તાકડો ભારે બાઝ્યો છે. ઉજ્જૈણીનો ભૂપાલ પણ ઘોડા ખેલાવતો ત્યાં આવે છે, મયણાને કોઈ કાન કુંવર સાથે જુએ છે. એને કાળો ક્રોધ વ્યાપે છે. ધિક્ પુત્રી તને, મારી ઇકોતેર પેઢી તેં બુડાડી. રાજા તો તલવાર તાણે છે. મયણા પ્રણામ કરી કહે છે :
‘પિતાજી ! નથી લજવ્યું તમારું કુળ ! માતા, નથી લજવી તારી કૂખ ! આ એ જ મારો કોઢી વર છે. ગુરુની કૃપા ફળી છે. બૂડ્યાં વહાણ તર્યાં છે. નવપદજીના જાપ કર્યા છે; એમનાં વ્રત ધર્યાં છે. એના તાર્યાં સહુ તર્યાં છીએ.’
મા ને દીકરો મળે છે. બાપ ને દીકરી ભેટે છે. સાસુ ને જમાઈ આનંદે છે. મંગળકાર વર્તે છે.
રાજા દીકરી-જમાઈને દેશ લઈ ગયો છે. જુદા મહેલ આપ્યા છે, જુદા બાગ આપ્યા છે, દાસદાસી આપ્યાં છે. શ્રીપાળ ને મયણા સ્વર્ગનાં સુખ ભોગવે છે.
કુંવર વિચારે છે : અરે ! સસરાના નામથી પંકાવું એ તો અધમમાં અધમ કામ ! એ કહે છે : ‘મા, મા, અમે હવે દેશ જઈશું, પરદેશ જઈશું, ભુજબળથી ભાગ્ય અજમાવીશું.’
મા કહે છે : બેટા, તું તો મારું રાંકનું રતન છે, પણ ડાહ્યા દીકરા દેશાવર સારા. દેશ ભમો, વિદેશ ભમો, આઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org