Book Title: Raja Shripal Sheth Jagdushah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 13
________________ રાજા શ્રીપાળ સાગર વલોવી માખણ તને આપું છું.” બસ, ત્યારે બાપજી, આપો ને !' બે હાથ જોડીને આસ્થાથી શ્રવણ કર. એનું નામ નવપદયંત્ર. જિનશાસનમાં શ્રદ્ધા રાખજે ! દેવગુરુની પૂજા કરજે ! નવપદની આરાધના કરજે ! સિદ્ધચક્રનું ધ્યાન ધરજે. તારું દુઃખ જશે, દળદર ફીટશે.' ‘એ નવપદ એટલે શું? એની આરાધના કેમ થાય?” નવપદમાં પહેલું પદ અરિહંતનું સંસારથી તરવાનો જેણે માર્ગ બતાવ્યો, એનું ધ્યાન ધરવું. બીજું પદ સિદ્ધનું : ભવરૂપી અરણ્યને ઉલ્લંઘી મોક્ષધામને વરનારનું. ત્રીજું પદ આચાર્યનું : પંચાચારના પાળનાર ને ધર્મના ધોરીનું. ચોથું પદ ઉપાધ્યાયનું : અજ્ઞાનીને પણ જ્ઞાનમાર્ગ બતાવે. પાંચમું પદ સાધુનું છે : કંચન-કામિનીના ત્યાગી, શીલ-સંયમના પાળનારનું છે. છઠું પદ દર્શનનું છે : શાસનમાં સાચી શ્રદ્ધા રાખનારનું છે – દેવ, ગુરુ ને ધર્મથી ચલિત ન થનારનું છે. સાતમું પદ જ્ઞાનનું : ભણે–ભણાવે, જ્ઞાન ને જ્ઞાનીનો આદર કરે તેનું છે. આઠમું પદ ચારિત્રનું : આઠ કર્મને નિર્મળ કરનારનું છે. છ ખંડના ભોક્તા ચક્રવર્તી પણ એને અંગીકાર કરે છે. નવમું પદ તપનું વ્રત કરે, વરતોલાં કરે, અતિથિને પૂજે, ઊણે પેટે જમે બીજાને ખવાડીને ખાય, તેનું છે. ‘વરસમાં બે વાર આ વ્રત રખાય : ચૈત્ર ને આસો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36