Book Title: Raja Shripal Sheth Jagdushah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 23
________________ રાજા શ્રીપાળ રાખોજી !’ મોટા મનનો કુંવર કહે : ભાઈ, મારે તો વ્રત છે; પારકું ધન રક્ત બરાબર છે. તમે સેવા કરી છે, તો તમે સહુ ભોગવો, એના વંશવારસોને આપો !’ વાહ કુંવર, વાહ. મનુષ્યદેહ ધર્યો તે આનું નામ. ધર્મ પાળ્યો તે આનું નામ. અન્યાયનો એક કણ પણ ન ખપે. નવપદજી એવાને ફળે, આસ્થાવાનને ફળે, નિર્લોભીને ફળે. ૨૧ ઉજ્જૈનીની વાત છે. શ્રીપાળને ગયે વખતે વીત્યો છે. સાસુ ને વધુ સંપે રહે છે. નવપદજીની આરાધના કરે છે. શ્રીપાળનું કુશળ વાંછે છે. ત્યાં આજ તો ડાબાં અંગ ફરકે છે, ડાબી આંખ ફરકે છે. મયણા કહે : “બા, બા, કહો ન કહો, પણ આજ કાંઈક મંગળ થવાનું છે.’ મયણા વાત કરે છે, ત્યાં તો ઢોલ-નગારાં વાગે છે, નેજાંનિશાન ફરફરે છે. ધવલમંગળ વર્તે છે. શ્રીપાળ આવી માને ચરણે પડે છે, મયણાને ભેટે છે. સહુને આંખમાંથી અમીનાં આંસુ ઝરે છે. મા, મા, પાંચ નીમ પાળ્યાં છે, સતીના દીધા નવપદજી પૂજ્યા છે. કુળસંપત્તિ મેળવી છે, દુઃખદોહગ ટળ્યાં છે.’ બીજી વહુઓ આવી સાસુને પાયે પડે છે, મયણાને ભેટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36