Book Title: Raja Shripal Sheth Jagdushah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧. ૬ •) નીમ લીધું. થોડે દિવસ બધે ઘેર ચાલ્યાં. વહાણ રસ્તો કાપવા લાગ્યાં. મેઘલી રાત જામી છે. કાળું કાળું પાણી ટપકે છે. શ્રીપાળ નિરાંતે પોઢ્યો છે, પણ પાપીને નિદ્રા કેવી ? ધવલશેઠ વિચારે છે, હવે કરવું શું? આ ભિખારી શેઠ બન્યો ને હું શેઠ ભિખારી થયો ! આજ એવો દાવ ખેલું કે પાસા પોબાર. ધવલ શેઠ ઊઠ્યો છે. મખમલી મ્યાનમાંથી કટારી કાઢી છે. એક હાથે ઝાલીને એ ચાલ્યો છે. ચોરપગલે એ નિસરણી ચડવા મંડ્યો છે, પણ અંધકાર કહે મારું કામ ! કાંઈ કળાતું નથી. ત્યાં પાપી એક પગથિયું ભૂલ્યો છે ને લથડ્યો છે. મોટી ગોળા જેવી ફાંદ, મહીરાવણ જેવી કાયા, હાથની કટારી હૈયામાં ઘૂસી ગઈ છે. ફાંદો ફૂટી ગયો. ભારે ધબકારો થયો. ધબકારે કુંવર જાગી ગયો. આવીને જુએ છે તો ધવલશેઠ. એના રામ રમી ગયેલા. અરેરે ! પાપી પોતાને હાથે પાયમાલ થયો. સોનાની છરી સગે હાથે છાતીએ ઘાલી. ધર્મનો જય ને પાપનો ક્ષય તે આનું નામ ! ઊગતા સૂરજને કોણ ન પૂછે ? સહુ આવીને કહે, “સારું થયું, પાપ ગયું. અધર્મીની સેવા ટળી. આ ધન તમારું, આ જહાજ તમારાં, અમે સહુ તમારાં, અમને સહુને ચાકર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36