Book Title: Raja Shripal Sheth Jagdushah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 21
________________ રાજા શ્રીપાળ ભટણે ચાલ્યો. ત્યાં તો જુએ તો કુંવર શ્રીપાળ દરબારમાં બેઠેલો ! અરે, આ તો જ્યાં જુઓ ત્યાં આગળ ને આગળ ! શ્રીપાળનું તો મોટું પેટ છે. એ તો કાંઈ ન બોલ્યો. ઊલટાં વેરીને આદરમાન દીધાં. અરે, આવાં ચોખ્ખાં દિલ હોય તો જ વ્રત ફળે ને ! પણ નીચ માણસ નીચતા છોડે ? ધવલશેઠે એક ભાંડને કહ્યુંઃ “શ્રીપાળને હલકો પાડ તો મોંમાંગ્યું ઇનામ આપું.” ભાંડ કહે, ભલે. એ તો ગયો રાજસભામાં ને “ઓ મારા દીકરા, તું ક્યાં ગયો તો કહી શ્રીપાળને ભેટી પડ્યો. રાજા કહે : “શું મારો જમાઈ ભાંડ! મારો એ બાપદીકરો બેયને !” સબ લઈને તલવાર ખેંચી. વીર શ્રીપાળ તો શાંતિથી ઊભો છે. કાયર ભાંડ તો કહે, બાપ રે માર્યા. અરે, હું તો સાવ ખોટું બોલું છું. બધાં કાળાં કામાં આ ધવલશેઠનાં છે ! | ધવલશેઠને પકડી મગાવ્યો છે, ખૂબ ઢીવ્યો છે. એનાં વહાણ જપ્ત કર્યા છે. વહાણમાં શ્રીપાળની બે રાણીઓ છે. સહુ મળે છે. રાજા કહે, “ધવલને ગરદને મારું. કુંવર કહે : પાપીને ક્ષમા આપો. કોઈક દિવસ પાપ પખાળશે, પવિત્ર થશે. ધવલ શ્રીપાળના ચરણે પડ્યો. હવે પાપ ન કરવાનું Jain Education International national For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36