Book Title: Raja Shripal Sheth Jagdushah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 20
________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧. ૬ રૂપાળો કાંઠો છે. કુંવર થાક્યો–પાક્યો છે. ચંપાનું સુંદર ઝાડ જુએ છે. ત્યાં આરામ કરવા કાયા લંબાવે છે, ને ઊંઘનાં ઘારણ ચઢે છે. એ વખતે રાજકુમારી ત્યાં ફરવા આવી છે. સરખી સાહેલીઓ સાથે છે. સહુ યૌવનના બાગમાં ઝૂલે છે, ત્યાં તો ચંપાના ઝાડ નીચે કોઈ દેવાંશી નર સૂતો દેખાય છે. કુંવરી કહે : “બહેન, જોશીએ કહી હતી એ જ આ ઘડી, એ જ આ અતિથિ, એ જ આ પળ ને એ જ આ વેળા ! આ પુરુષ મારો ભરથાર થશે.” રાજાને ખબર મોકલી છે. રાજા આવે છે. રાજા દીકરી પરણાવે છે. રાજાએ તો સભામાં બેસણાં આપ્યાં છે. ભેટસે આવતા સહુને પાનબીડાં આપવાનું કામ શ્રીપાળને સોંપ્યું છે. કુંવરને પોતાની સ્ત્રીઓ સાંભરે છે, પણ શું કરે ને ક્યાં જાય? અહી ધવલશેઠ શ્રીપાળનું કાસળ કાઢી ફલાય છે. એની સ્ત્રીને વશ કરવા જાય છે, પણ એ તો સતી નાર ! દરિયામાં તોફાન જાગે છે. ડૂળ્યા કે ડૂબશું એમ લાગે છે. સહુ કહે છે કે ધવલશેઠનાં પાપ પોગ્યાં, એકના પાપે વહાણ ડૂબશે. એક તરફ ધવલ ને સામે બધા. ધવલ સતી સ્ત્રીઓને પગે પડ્યો. તોફાન શમ્યાં, પણ વહાણ આડે રસ્તે ચઢી ગયાં. જોયું તો કોંકણનો કિનારો. ધવલશેઠ વહાણમાંથી ઊતરી રાજાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36