________________
રાજા શ્રીપાળ
- - - - હશે ત્યાં સુધી એનો વાળ વાંકો નહીં થાય. એને જાળવીશું, મોટો કરીશું. મોટો થયે રાજા કરીને થાપીશું. એનો હુકમ અમે સહુ માનીશું.'
‘રાણીએ તો કુંવર આપ્યો છે. પોતે ચાલી નીકળી છે. ત્યાં તો દડબડ દડબડ કરતા વેરીના અસવાર આવી પહોંચ્યા છે. અરે કોઢિયાઓ, કોઈ અસતરી દેખી ? કેડે કાંઈ બાળ દેખ્યું?
ન કાંઈ દેખ્યાં ને ન કાંઈ પેખ્યાં.” અરે, તમે છુપાવ્યાં તો નથી ને?”
તો બાપજી, સગી આંખે જોઈ લો ને, પણ તમને ચેતવવા સારા છે. કોઢિયા છીએ ! જો અડશો તો અંગે અસાધ રોગ ચોંટશે.'
“શું જોવે ને શું તપાસે ? બાપડા બીને જાય નાઠા ! કોઢિયા રાજાએ વાત થોભાવી : થોડી વારે બોલ્યા : - “હે ગોરાંદે નાર, કથા એટલેથી અટકે છે. એ કુંવર તે હું શ્રીપાળ, કોઢીની સંગે રહી કોઢી થયો.”
મયણા તો રાજીના રેડ થઈ. કહેવા લાગી : અરે, કહેનાર તો કહી રહ્યા, મારે તો સૂરજમો સ્વામી છે. મારે સમરથ પતિ છે.
આમ બંને જણાં વાતો કરે છે, ને દિવસો કાઢે છે. એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org