Book Title: Raja Shripal Sheth Jagdushah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
રાજા શ્રીપાળ
ت
ن
.
ت
.
ن
.
ن
.
ت
પૂજીશ, ને તમારું કુળ ઉજાળીશ.”
મયણાસુંદરી ને ઉંબર રાણો ખાય છે, પીએ છે ને લહેર કરે છે, પણ રાણો સતીને અડતો નથી. ભારે એમનાં વ્રત છે. અજબ એમની ટેક છે. મયણા તો ધર્મવંત છે. ધર્મના પસાયે સહુ સારાં વાનાં થશે, એવી એને હેડે હામ છે. સાધુ-અતિથિની સેવા કરે છે, દેવ-ગુરુની ઉપાસના કરે છે. અનાથ-અપંગને પાળે છે, ભૂખ્યાને ભોજન કરાવે છે. પોતાના પતિ માટે સહુને પૂછે છે. કોઈ ચીંધે એટલાં ઓસડ કરે છે, બતાવે એટલાં વ્રત કરે છે, પણ કોઢ નથી મટતો. ધર્મ ઉપર એની અચળ શ્રદ્ધા છે : ધર્મનું પાલન કરનારનું કદી અકલ્યાણ થતું નથી.
રાતનો સમો છે. ઝમરખ દીવડો બળે છે. રાણો ને મયણા બેઠાં બેઠાં પાન ચાવે છે. ચકવા-ચકવીનાં વ્રત છે.
મયણા કહે : “રાણા, કહો ન કહો, પણ તમે ગુણવંતનું સંતાન છો, ખાનદાનનું ફરજંદ છો. મન મૂકી તમારી વાત કહો !”
રાણો કહે : હે સતી નાર, મારી કથા સાંભળો ને કર્મની ગહન ગતિને નિહાળો.
અંગ નામે દેશ છે. ચંપા નામની નગરી છે. સિંહરથ નામે રાજા છે. કમળપ્રભા નામે રાણી છે. બંને ધર્મનાં સેવનારાં ને પ્રજાનાં પાળનારાં છે. શ્રીપાળ નામે તેમને પુત્ર છે. જાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36